જે વાત કરતા કોઈ પણ વિચારે એ વાત રાજકુમારે કરી દીધી ઐશ્વર્યા વિશે 

ઐશ્વર્યા રાય બચ્ચનની ગણતરી દુનિયાની સુંદર મહિલાઓમાં થાય છે

Trending Photos

જે વાત કરતા કોઈ પણ વિચારે એ વાત રાજકુમારે કરી દીધી ઐશ્વર્યા વિશે 

મુંબઈ : ઐશ્વર્યા રાય બચ્ચનની ગણતરી દુનિયાની સુંદર મહિલાઓમાં થાય છે. જે પણ ઐશ્વર્યાના સંપર્કમાં આવે છે તે તેની સુંદરતાથી અંજાઈ જાય છે. આવો જ અનુભવ થયો છે 'ફન્ને ખાં'માં ઐશ્વર્યાની સાથે કામ કરનાર રાજકુમાર રાવને. 

હાલમાં 'કોફી વિથ કરણ'માં ભુમિ પેડણેકર સાથે આવેલા રાજકુમાર રાવે પોતાના અનુભવ જણાવતા કહ્યું કે ''હું જ્યારે ઐશ્વર્યાને પહેલીવાર મળ્યો ત્યારે જ એના પર ફિદા થઈ ગયો. ઐશ્વર્યાની હાજરીમાં હું બહુ નર્વસ થઈ જતો અને મારી બોલતી બંધ થઈ જતી હતી. મારા માટે આ બહુ અનોખો અનુભવ હતો. ફિલ્મમાં મારું પાત્ર ઐશ્વર્યાથી પ્રભાવિત હતું અને આવું જ મારી સાથે રિયલ લાઇફમાં થયું હતું. આ એક જોરદાર કોમ્બિનેશન હતું.''

કરિયરની વાત કરીએ તો રાજકુમાર રાવ બહુ જલ્દી 'એક લડકી કો દેખા તો ઐસા લગા'માં જોવા મળશે. આ ફિલ્મમાં સોનમ કપૂર, અનિલ કપૂર તેમજ જુહી ચાવલા ખાસ રોલમાં જોવા મળશે. આ સિવાય તે કંગના રનૌત સાથે 'મેન્ટલ હૈં ક્યા'માં પણ જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news