તો આલિયાએ સ્વીકારી લીધો રણબીર સાથેનો સંબંધ! કહ્યું કે...

છેલ્લા કેટલાક દિવસથી રણબીર અને આલિયાના સંબંધો ચર્ચાનો મુદ્દો બન્યા છે

તો આલિયાએ સ્વીકારી લીધો રણબીર સાથેનો સંબંધ! કહ્યું કે...

મુંબઈ : છેલ્લા કેટલાક દિવસોથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના સંબંધોની ચર્ચા થઈ રહી છે. હાલમાં આ બંને 'બ્રહ્માસ્ત્ર'માં કામ કરી રહ્યા છે. આલિયાએ થોડા દિવસ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું બહુ જલ્દી લગ્ન કરવા ઇચ્છુ છું. રણબીરે પણ ટ્વિટર ચેટ પર જલ્દી લગ્ન કરવાની ઇચ્છા જાહેર કરી હતી. હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આલિયા અને રણબીર 2020માં લગ્ન કરી શકે છે. 

આલિયાએ રણબીર સાથે પોતાના સંબંધની અફવા પર મૌન તોડ્યું છે. આલિયા અને રણબીર હાલમાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ કરી રહ્યા છે. એક ન્યૂઝ પેપર સાથે વાતચીતમાં ઈન્ટરવ્યૂ દરમિયાન આલિયાને જ્યારે રણબીર કપૂરને વિશે સવાલ પૂછવામાં આવ્યો કે કામને ધ્યાનમાં રાખતા તેને રણબીરની કઈ વાત સૌથી સારી લાગે છે. આલિયાએ કહ્યું, તેની સાથે કામ કરવાનું ખૂબ સારું લાગી રહ્યું છે. આ બિલકુલ એવું જ છે જેવું મેં વિચાર્યું હતું. મને હંમેશાથી જાણ હતી કે રણબીર ખૂબ સારો એક્ટર છે. તે એક સારા એક્ટરની સાથે સારો વ્યક્તિ પણ છે. તે વધારે પ્રોટેક્ટિવ વ્યક્તિ છે. કેટલીક ખામીઓ તો દરેક વ્યક્તિમાં હોય છે. તે હંમેશાથી આવા જ અંદાજમાં જીવે છે કે બધુ મેનેજ થઈ જાય, મેં તેમની પાસેથી ઘણું શીખ્યું છે.

મીડિયા રિપોર્ટસ પ્રમાણે રણબીર અને આલિયાના એક નજીકના મિત્રએ કહ્યું છે કે આલિયા અત્યારે તેની કરિયરની ટોચ પર છે અને તે રણબીરને બહુ પ્રેમ કરે છે. બંને એકબીજાની બહુ નજીક છે. આ બંનેના લગ્ન થશે પણ એ 2020 પહેલાં નહીં થાય. આમ, રણબીર અને આલિયા 2020માં લગ્ન કરી શકે છે. આલિયા અને રણબીર છેલ્લા બે-ત્રણ મહિનાથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. બંનેએ ક્યારેય પોતાના સંબંધોને છુપાવ્યા નથી. રણબીરની માતા નીતુને પણ આલિયા બહુ પસંદ છે અને આલિયા પણ રણબીરના પરિવારની નજીક છે. થોડા દિવસ પહેલાં આલિયાને રણબીરના ફેમિલી સાથે ડિનરની મજા માણતી જોવામાં આવી છે. 

રણબીર પણ પોતાના નવા સંબંધની ભરપુર મજા માણી રહ્યો છે અને આ વાતનો આનંદ તેના ચહેરા પર દેખાઈ રહ્યો છે. આ નવા પ્રેમપ્રકરણનો આનંદ આલિયાના ચહેરા પર પણ દેખાઈ રહ્યો છે. રણબીર અને આલિયા બંનેની જોડી પર્ફેક્ટ દેખાઈ રહી છે અને તેના ચાહકો 2020ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news