પ્રેમ

એકદમ ફિલ્મી છે જોન્ટી રોડ્સની લવ સ્ટોરી, પ્રેમમાં ઘણીવાર થઇ ચૂક્યા છે ધરપકડ

ક્રિકેટની દુનિયા રબર એટલે જોંટી રોડ્સ જ્યારે ફક્ત 24 વર્ષ હતા ત્યારે તેમણે પહેલાં લગ્ન કર્યા હતા. તેમની પહેલી પત્નીનું નામ કેટ મૈકકાર્થી (Kate McCarthy) હતું, જેની સાથે જોંટીના બે બાળકો પણ છે.

May 21, 2020, 02:29 PM IST

પત્નીનાં મોબાઇલ પર મેસેજ આવ્યો Hi Jaanu, પતિએ વાંચ્યો અને...

શહેરના બોપલ વિસ્તારમાં 23 વર્ષીય યુવકની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. બોપલ પોલીસે અગાઉ  કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. ત્યારે મુખ્ય આરોપી અલ્પેશ ઉર્ફે ટોની પટેલની પણ સરસપુરથી ધરપકડ કરવામાં આવી છે. 

Feb 7, 2020, 06:24 PM IST

અમદાવાદ: શાહીબાગની સુંદર યુવતી સાથે હતા 5 વર્ષથી સંબંધ જો કે અચાનક...

શાહીબાગમાં રહેતી યુવતી સાથે તેના જ પ્રેમીએ શરીર સંબંધ બાંધી તેના ફોટા અને વિડીયો મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી તેને વાયરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ શાહીબાગ પોલીસ મથકે નોધવામાં આવી છે. યુવતીની ફરિયાદના આધારે શાહીબાગ પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી છે. શાહીબાગમાં રહેતી એક યુવતીને તેના વિસ્તારમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. બંને વચ્ચે પાંચ વર્ષ સુધી પ્રેમ રહ્યો હતો. જો કે થોડાક દિવસો અગાઉ યુવતીની અન્ય યુવક સાથે સગાઇ થઇ ગઈ હતી. 

Jan 26, 2020, 09:48 PM IST

નશામાં ધૂત કપલ બીચ પર જ બનાવવા લાગ્યું શારીરિક સંબંધ, પછી જે હાલત થઈ...

થાઈલેન્ડમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં એક કપલને જાહેરમાં બીચ (Pattaya Beach) પર ખુલ્લેઆમ શારીરિક સંબંધ (Sex)  બનાવવા બદલ પકડવામાં આવ્યાં અને ભારે દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 

Jan 7, 2020, 10:37 AM IST

જામનગર: પ્રેમીને પામવા માટે પત્નીએ પતિની 4 લાખમાં સોપારી આપી, CCTV પરથી ભાંડો ફુટ્યો

જોડિયા તાલુકાના બાલચડીના ખીરી રોડ પર ગત 25 મી એ એક પુરુષ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો

Oct 31, 2019, 10:33 PM IST
 Love or betrayal? Watch Zee 24 Kalak Special Debate PT43M52S

પ્રેમ કે દગો? દહિયા કથિત પ્રેમ પ્રકરણ કેસ, જુઓ ઝી 24 કલાકની વિશેષ ચર્ચા

ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારી ગૌરવ દહિયાના કથિત પ્રેમ પ્રકરણમાં પીડિત મહિલા આજે અમદાવાદ આવી પહોંચી હતી અને ત્યાંતી તે સીએમ અને ડીજીપી ઓફિસ તેમજ મહિલા આયોગને મળવા ગાંધીનગર પહોંચી ગઇ છે. ત્યારે આ મામલે પીડિતાએ કહ્યું કે, હું મારી દીકરીના હક્ક માટે આવી છું. આ દીકરી અમારી જ છે અને હું તેની સાબિતી માટે DNA ટેસ્ટ માટે પણ તૈયાર છું.

Aug 20, 2019, 10:15 PM IST
Gaurav Dahiya PT52M

પ્રેમ કે દગો? IAS ગૌરવ દહીયા સામે થયા છે ચોંકાવનારા આક્ષેપ...

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા વિરૂધ્ધ લગ્નની બાબતમાં છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદોની તલસ્પર્શી તપાસ માટે ત્રણ મહિલા IAS અધિકારીઓ સહિત પાંચ સભ્યોની તપાસ સમિતીની રચના કરવામાં આવી છે. વહેલી તકે તપાસ પૂર્ણ કરીને પોતાનો અહેવાલ સત્વરે રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીની લિનુ સિંહ નામની એક મહિલાએ IAS ગૌરવ દહિયા સામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી આચરવાની અને શારિરીક શોષણ કર્યું હોવાના આક્ષેપો કર્યા છે. મહિલાએ આ અંગેના પુરાવા પણ રજૂ કર્યા છે. મહિલાએ આક્ષેપો કર્યા છે કે, અધિકારી દહિયાએ તેની સાથે તિરૂપતિ મંદિરમાં લગ્ન કર્યા હતા અને તેની સાથે હનિમૂન પણ મનાવ્યું હતું. પ્રથમ પત્નીને છોડીને અધિકારી તેની સાથે રહેતો હતો. મહિલાએ વધુ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, હવે આઈએએસ અધિકારી તેને છોડીને ત્રીજી મહિલા સાથે લગ્ન કરીને જીવન ગુજારી રહ્યો છે.

Jul 25, 2019, 10:50 PM IST

શીલા દીક્ષિતની LOVE લાઈફ વિશે અજાણી વાતો...Arrogant વિનોદે બસમાં કર્યું હતું પ્રપોઝ

શીલા દીક્ષિતની રાજકીય કારકિર્દી વિશે તો લોકો ઘણું જાણે છે પરંતુ આજે તમને તેમના અંગત જીવન અને લગ્ન સાથે જોડાયેલો એક કિસ્સો બતાવી રહ્યાં છીએ. 

Jul 21, 2019, 01:27 PM IST

રાજસ્થાની પ્રેમીના પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પતિને શાર્પ શૂટર્સ બોલાવી મારી નાંખ્યો

મહુવાના આંગલધરા ગામે ચકચારી હત્યાકાંડમાં સંજય દેસાઈ નામના ક્ષત્રિય યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડનો કોયડો ઉકેલવો સુરત જિલ્લા પોલીસ માટે પડકારસમાન બન્યો હતો. પરંતુ પોલીસની ઝીણવટભરી તપાસમાં હત્યાકાંડની જે વિગત બહાર આવી એ ચોંકાવનારી હતી. કેમ કે પતિની હત્યા શાતિર પત્નીએ કરી હતી. રાજસ્થાની પ્રેમી સાથેના અનૈતિક સંબંધ પતિ જાણી જતા પત્નીએ રાજસ્થાની શુટર્સ બોલાવીને સોપારી આપી હતી અને પતિની ઘાતકી હત્યા કરાવી હતી. 

Jul 15, 2019, 04:04 PM IST
surat pencil art on worldcup PT4M27S

સુરત ક્રિકેટ પ્રેમીએ ક્રિકેટ માટેનો પ્રેમ દર્શાવવા કર્યો અનોખો પ્રયાસ

સુરતમાં એક ક્રિકેટ પ્રેમીએ પોતાના ક્રિકેટ માટેનો પ્રેમ દર્શાવવા અનોખો પ્રયાસ કર્યો, તેણે પેન્સિલની અણી પર જ વર્લ્ડકપ કોતરી દીધો, જીહા વિશ્વાસ નહીં આવે પણ આ વાત સાચી છે, ચાલો સુરતના આ ક્રિકેટ પ્રેમીએ કેવી રીતે આ કળાકૃતિને આકાર આપ્યો જાણીએ

Jul 9, 2019, 02:25 PM IST

ઓફિસમાં કલીગ સાથે થઇ ગયો છે પ્રેમ, તો આ વાતોનું જરૂર ધ્યાન રાખો

દોડધામવાળી જીંદગીમાં લોકો મોટભાગે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને એકસાથે મેનેજ કરી શકતી નથી. મહત્વાકાંક્ષા વધુ હોવાથી મોટાભાગના લોકો કામમાં વધુ સંલિપ્ત થઇ જાય છે. જેથી તેમની પર્સનલ લાઇફ ખાસકરીને પોતાની લવ લાફવ પ્રભાવિત થાય છે. ઓફિસની બહાર તેમને પોતાના માટે અને બીજા માટે વધુ સમય મળી શકતો નથી. એવામાં મોટાભાગે જોવા મળ્યું છે કે એકસાથે કામ કરનાર લોકો પ્રેમ કરવા લાગે છે. એવામાં પ્રેમ પ્રસંગ ટકાઉ પણ હોય છે અને ઘણા કપલ તો લગ્ન પણ કરી લે છે. પરંતુ એક્સપર્ટનું માનવું છે કે એકસાથે કામ કરનાર લોકો જો પ્રેમમાં પડે છે તો આ વાતનું જરૂર ધ્યાન રાખે કે હિતોનો ટકરાવ નહી થાય. 

Jun 17, 2019, 04:28 PM IST
Valsad Lover Mar Video Viral PT1M36S

વલસાડના સેલવાસમાં પરિણિત યુવકને અપરણિત યુવતી સાથે પ્રેમ ભારે પડ્યો

વલસાડના સેલવાસના બોંટા ગામ પરિણિત યુવકને અપરણિત યુવતી સાથે પ્રેમ ભારે પડ્યો, વલસાડમાં 2 બાળકના પિતાએ અપરણિત યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી, જેની જાણ યુવતીના પરિવારજનોને થતાં પરિવારજનોએ યુવકને ઢોર માર માર્યો હતો

Jun 9, 2019, 03:10 PM IST
Ahmedabad Murder In Public In One Sided Love PT4M25S

અમદાવાદમાં એક તરફી પ્રેમનો આવ્યો કરૂણ અંજામ, જુઓ એવું તો શું થયું

અમદાવાદના બાવળા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં યુવતીની હત્યા, થોડા દિવસમાં થવાના હતા યુવતીના લગ્ન, કેતન વાઘેલા નામના યુવકે જાહેરમાં ચપ્પુના ઘા મારી યુવતીની હત્યા કરી

May 9, 2019, 01:25 PM IST

શાદી ડોટકોમ પર તમારો કે તમારા સંતાનોનો બાયોડેટા છે? તો જરૂર વાંચી લેજો આ સમાચાર

 ઓનલાઈન મેટ્રીમોનિયલ સાઈટ પર અનેકવાર ફ્રોડ થવાના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે સુરતની એક મહિલા તબીબ શાદી ડોટકોમ પર છેતરાઈ છે. નાગપુરનો એક શખ્સ સુરતની યુવતીને છેતરી હતી.

Apr 5, 2019, 12:20 PM IST

દુષ્કર્મ અંગે કાજલ ઓઝાનું નિવેદન "આપણને કંઈ થતું નથી કારણ કે તે આપણી દીકરી નથી"

સુરત ફરી એક વખત રેપ સીટી બન્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં સતત નાની બાળકીઓ સાથે બળત્કારની ઘટનાઓ બની રહી છે. જેમાં નશાની હાલતમાં બાળકીઓને દુષ્કર્મ કરવામાં આવ્યો છે. ત્યારે જાણીતા લેખક અને વક્તા કાજલ ઓઝા વૈધે પણ આવી ઘટનાઓ પર નારાજગી વ્યક્ત કરી છે. સુરતમાં બનેલી એક ઘટનનો ઉલ્લેખ કરી તેમને કહ્યું હતું કે નાની બાળકી સાથે આટલી ગંભીર ઘટના બન્યા બાદ પણ લોકો ચિંતિત નથી એવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે. 

Mar 17, 2019, 11:19 PM IST

કાજલ ઓઝા વૈદ્યે સુરતમાં એવું તે શું કહ્યું કે, 500થી પણ વઘુ લોકો રડી પડયા...

બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે તે રડે તે ખુબ જરૂરી હોય છે, પરતું ત્યારે બાદ જાહેરમાં રડવાને લોકો નકારાત્મક રીતે જોતા હોય છે. રડવામાં પણ લોકોએ ભેદ રાખ્યા છે, મહિલા જાહેરમાં રડી શકે છે પરતું પુરુષે જાહેરમાં રડવું નહિ. આવી અનેક ગ્રંથીઓ, માન્યતાઓ આજે પણ યથાવત છે. પરતું અઢી વર્ષ પહેલા સુરતમાં દેશનું પહેલું એવું ક્લબ શરુ થયું જ્યાં આવનારા દરેક વ્યક્તિ પોતાના દુઃખોને યાદ કરી પોક મુકી રડી શકે છે. 

Mar 17, 2019, 08:31 PM IST

લવ ટ્રાયએન્ગલ : પ્રેમિકાને પામવા મિત્રએ જ મિત્રને કેનાલમાં ધક્કો માર્યો

 કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, અને પ્રેમને પામવા ખાતર ગમે તે હદ વટાવતા પ્રેમીઓ અચકાતા પણ નથી. પછી ભલે ને તે હત્યા કરવા જેવું હિચકારું પગલું પણ કેમ ના હોય. પંચમહાલમાં આવું જ કંઈક બન્યું છે. પ્રણય ત્રિકોણમાં જ્યાં એક જ યુવતીને પ્રેમ કરતા બે યુવાનોમાંથી પ્રેમમાં આંધળા બનેલા એક યુવાને પોતે પ્રેમ ન પામી શકતા પોતાના જ મિત્રની હત્યા કરી હતી.  

Feb 26, 2019, 07:59 AM IST

ડિયર જિંદગી : પ્રેમ દ્રષ્ટિકોણ છે!!!

પ્રેમને આપણે એકદમ વ્યક્તિગત બનાવી દીધું છે. તેની અસર એ થઈ છે કે, તે માત્ર વ્યક્તિઓની વચ્ચે ફસાઈને રહી ગયો. તે સામાજિક ન થઈ શક્યો. તે સમાજમાં એવું રૂપ ન લઈ શક્યો, જેની મનુષ્યની જરૂર છે. તેને સરળતાથી એવી રીતે સમજો કે, પ્રેમને સ્પષ્ટતારૂપે લેવામાં આવ્યો છે. સમાજે સફાઈને ઘર સુધી જ સીમિત રાખી, સાર્વજનિક જીવનમાં કદાય જ તેને ગંભીરતાથી લેવામાં આવ્યું.

Feb 18, 2019, 10:25 AM IST

વેલેન્ટાઇન ડે પર પ્રિય પાત્રને આપવી છે ગિફ્ટ, તો જાણો કેવો ચાલી રહ્યો છે ટ્રેન્ડ

વેલેન્ટાઈન ડે નજીક હોવાથી રાજકોટ શહેરની તમામ ગીફ્ટ આર્ટીકલની દુકાનોમાં અવનવી ગિફ્ટ અને કાર્ડનો ઢગલો ખડકાયો છે. જેમાં કેટલીક ગિફ્ટ અને કાર્ડમાં મ્યુઝીકલ કાર્ડ અને અલગ સિમ્બોલ વાળા કાર્ડની વધુ માંગ છે.

Feb 13, 2019, 11:26 AM IST

પ્રેમમાં અસફળ યુવકે ફેસબુક પર ફેક આઇડી બનાવી યુવતીના અશ્લીલ ફોટો અપલોડ કર્યા

મનપસંદ યુવતી સાથે લગ્ન ન થતા યુવતીનું ફેક ફેસબુક આઇડી બનાવી તેને બદનામ કરવાનો પ્રયાસ કરનાર ભુજના યુવાનની ભરૂચ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.; એક તરફી પ્રેમમાં યુવતીના નામનું ફેક ફેસબુક આઇડી બનાવી અસ્લીલ ફોટા અને બીભત્સ કોમેન્ટ દ્વારા બદનામ કરવાની કોશિશ કરનાર સતુભા જાડેજાની ભરૂચ પોલીસે ધરપકડ કરી છે. 

Feb 2, 2019, 11:25 PM IST