શ્રીદેવીને મારી નાખી દાઉદે : ભૂતપૂર્વ ACPએ આરોપ મૂકીને કર્યો ધડાકો

શ્રીદેવીના આકસ્મિક મોતથી આખા દેશને ભારે આંચકો લાગ્યો હતો

શ્રીદેવીને મારી નાખી દાઉદે :  ભૂતપૂર્વ ACPએ આરોપ મૂકીને કર્યો ધડાકો

મુંબઈ :  54 વર્ષની શ્રીદેવી 24 ફેબ્રુઆરીનાં રોજ દુબઇની એક હોટલમાં પોતાનાં રૂમમાં બાથટબની અંદર મૃત હાલતમાં મળી આવી હતી. તેમનાં મોતનું કારણ દુર્ઘટનાવશ બાથટબમાં ડૂબવાને કારણે થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ ઘટના બની તે સાંજે શું થયું હતું તેનાં વિશે હજુ પણ લોકોનાં મનમાં શંકાઓ છે ત્યારે  ભૂતપૂર્વ ACP વેદ ભુષણે આ મામલામાં દાઉદનો હાથ હોવાનો આરોપ મુકીને ધડાકો કર્યો છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા અહેવાલ પ્રમાણે શ્રીદેવીના અવસાન પર સવાલ ઉઠાવતાં વેદ ભૂષણે જણાવ્યું હતું કે આ દુર્ઘટના નહીં મર્ડર લાગી રહ્યું છે. ઓફિસરે એ પણ જણાવ્યું કે આ ઘટના એક સમજી વિચારીને કરાયેલું કૃત્ય હોય શકે છે. હવે આ પોલીસ ઓફિસરે વધુ એક ખુલાસો કર્યો છે. આ ઓફિસરનું કહેવું છે કે શ્રીદેવીના અવસાન પાછળ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો હાથ હોય શકે છે કારણકે દુબઈમાં તેનો ખૂબ જ દબદબો છે. પોલીસ ઓફિસરે એ પણ જણાવ્યું હતું કે દુબઈના પ્રિન્સ પરિવાર સાથે પણ દાઉદના સારા સંબંધો છે.

વેદ ભુષણે આ આરોપ મૂકતા પહેલાં પોતાની રીતે તપાસ આચરી હતી. તેઓ એક રાત માટે પોતાની પ્રાઈવેટ તપાસ એજન્સી સાથે જુમૈરા એમિરેટ્સ હોટલ ટાવરમાં રોકાયો હતો. પોલીસ ઓફિસર જે હોટલમાં રોકાયો હતો તે હોટલ પણ દાઉદ ઈબ્રાહિમની જ છે. વેદ ભૂષણ તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનું વિચારી રહ્યાં છે. 

નોંધનીય છે કે શ્રીદેવીના મૃત્યુ પછી  રાજકીય નેતા સુબ્રમણ્યમ સ્વામી  ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ અંગે ચોંકાવનારું નિવેદન કરતાં જણાવ્યું છે કે, શ્રીદેવીનું મૃત્યુ કુદરતી નથી પણ તેની હત્યા કરવામાં આવી છે. સ્વામીએ આશંકા વ્યક્ત કરતાં જણાવ્યું કે, બાથટબમાં ડૂબવાથી મૃત્યુ થાય તે વાત માનવામાં આવતી નથી.સુબ્રમણ્યમ સ્વામીએ શ્રીદેવીના મૃત્યુની ઘટનાને અંડરવર્લ્ડ સાથે જોડતાં કહ્યું કે, ડોન દાઉદ ઈબ્રાહીમ અને બોલિવૂડના સંબંધો અંગે પણ વિચાર કરવો જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news