લુકા છુપી Review : કેવી છે કાર્તિક અને કૃતિની આ રોમેન્ટિક લવસ્ટોરી? જાણવા કરો ક્લિક...

ગયા વર્ષે ‘સોનૂ કે ટીટુ કી સ્વીટી‘ની સફળતા પછી મોટી સંખ્યામાં ચાહકવર્ગ મેળીવી ચૂકેલો કાર્તિક આર્યન હવે ફિલ્મ ‘લુકા છુપી‘ સાથે આવ્યો છે

લુકા છુપી Review : કેવી છે કાર્તિક અને કૃતિની આ રોમેન્ટિક લવસ્ટોરી? જાણવા કરો ક્લિક...

મુંબઈ : ગયા વર્ષે ‘સોનૂ કે ટીટુ કી સ્વીટી‘ની સફળતા પછી મોટી સંખ્યામાં ચાહકવર્ગ મેળીવી ચૂકેલો કાર્તિક આર્યન હવે ફિલ્મ ‘લુકા છુપી‘ સાથે આવ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના તેમજ વિનય પાઠક કામ કરી રહ્યા છે. ફિલ્મમાં તેમના જબરદસ્ત કોમેડી પંચ છે. હવે આ ફિલ્મ કેવી છે એ જાણવા માટે વાંચી લો રિવ્યું. 

શું છે ફિલ્મની વાર્તા?
ફિલ્મની સ્ટોરી મથુરા જેવા શહેરની છે, જ્યાં ગુડ્ડુ (કાર્તિક આર્યન) એક લોકલ કેબલ ચેનલનો સ્ટાર રિપોર્ટર છે. રશ્મિ (કૃતિ સેનન) રાજકીય પાર્ટી અને સાંસ્કૃતિક ગ્રુપના સર્વેસર્વા ત્રિવેદીજી (વિનય પાઠક)ની એકમાત્ર દીકરી છે, જે દિલ્હીમાં મીડિયામાં અભ્યાસ કરે છે. ઈન્ટર્નશિપ દરમિયાન તે ગુડ્ડૂની લોકલ ચેનલ સાથે જોડાય છે, જ્યાં બંને વચ્ચે પ્રેમ થઈ જાય છે. આટલે સુધી તો બધુ બરાબર ચાલે છે, પરંતુ પ્રોબ્લેમ ત્યાં આવે છે જ્યાં રશ્મિ ગુડ્ડુ સાથે લિવ-ઈનમાં રહેવા ઈચ્છે છે. મુદ્દો એ છે કે રશ્મિના પિતા ત્રિવેદીજી એક્ટર નાજિમ ખાનના લિવ-ઈનનો વિરોધ કરીને તેની ફિલ્મો બેન કરાવી ચૂક્યા છે. હવે તેમની પાર્ટીનો ગુસ્સો મથુરાના લવ કપલ્સ પર વરસી રહ્યો છે. તેમની પાર્ટીના મેમ્બર્સ પ્રેમી કપલને જોઈને તેમનું મોઢું કાળું કરી નાખે છે. એવામાં ગુડ્ડુનો મિત્ર અબ્બાસ (અપારશક્તિ ખુરાના) પ્લાન કરી ચેનલની સ્ટોરી માટે ગ્લાલિયર જવાનું કહે છે, આ દરમિયાન 20 દિવસ સુધી તેઓ ગ્વાલિયરમાં લિવ-ઈનમાં એકબીજાના ટ્રાય કરી શકે છે. ગ્વાલિયરમાં બંને ભાડાનું ઘર લઈને લિવ-ઈનમાં રહ્યા બાદ લગ્નનો નિર્ણય કરવાનું વિચારે છે પરંતુ ત્યારે જ તેમના પ્રેમને નજર લાગી જાય છે. ગુડ્ડુના ભાઈનો સાળો બાબુલાલ બંનેને સાથે જોઈ લે છે અને તેમને પરિણીત માનીને ગુડ્ડુના પરિવારને ગ્વાલિયર બોલાવી લે છે. ગુડ્ડુને થોડું સંભળાવ્યા અને માર્યા બાદ પરિવાર બંનેને સ્વીકારી લે છે, પરંતુ ગુડ્ડુ અને રશ્મિના લગ્ન નથી થયા એ તેમની પ્રોબ્લેમ છે. બંને ચોરી છુપી લગ્ન કરવા માટે ઘણા પ્રયાસ કરે છે.

આ છે નબળી કડી
કાર્તિક અને કૃતિની રોમેન્ટિક લવ સ્ટોરી અને તેમની કેમિસ્ટ્રી જોવામાં જબરદસ્ત લાગે છે. જોકે ફિલ્મની વાર્તા થોડી ચીલાચાલુ લાગે છે અને ઇન્ટરવેલ પછીનો હિસ્સો થોડો લાંબો થઈ ગયો છે. આ ફિલ્મ થોડી નાની હોત તો વધારે મજેદાર બની શકત. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news