જાણો, મોદી સરકારમાં કોને મળ્યું ક્યું મંત્રાલય, આ રહી સંપૂર્ણ યાદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળના 57 સભ્યોની સાથે ગુરૂવારે શપથ લીધા બાદ શુક્રવારે કેબિનેટ મંત્રીઓને મંત્રાલયની જવાબદારી સોંપી છે. જેમાં પહેલી વખથ કેબિનેટ મંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા છે.

જાણો, મોદી સરકારમાં કોને મળ્યું ક્યું મંત્રાલય, આ રહી સંપૂર્ણ યાદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળના 57 સભ્યોની સાથે ગુરૂવારે શપથ લીધા બાદ શુક્રવારે કેબિનેટ મંત્રીઓને મંત્રાલયની જવાબદારી સોંપી છે. જેમાં પહેલી વખથ કેબિનેટ મંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજનાથ સિંહને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, ગત મોદી સરકારમાં રાજનાથ સિંહ પાસે ગૃહ મંત્રાલય હતું.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક મહત્વના મંત્રાલય અને અધિકારી પોતાની પાસે રાખ્યા છે. જેમાં કર્મચારી, જાહેર ફરિયાદો અને પેન્શન વિભાગ, પરમાણુ ઊર્જા વિભાગ, અવકાશ વિભાગ વડાપ્રધાને પોતાની પાસે રાખ્યા છે. આ ઉપરાંત બધા મહત્વપૂર્ણ નીતિ બાબતો ઉપરાંત મંત્રાલય કે જે કોઈને સોંપવામાં આવ્યું નથી તે વડાપ્રધાનએ તેમને તેની પાસે રાખ્યું છે.

આ છે 24 કેબિનેટ મંત્રી

  1. અમિત શાહ- ગૃહ મંત્રી
  2. રાજનાથ સિંહ- રક્ષા મંત્રી
  3. નિતિન ગડકરી- રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી
  4. સદાનંદ ગૌડા - કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર મંત્રી
  5. નિર્મલા સીતારમણ- નાણા પ્રધાન અને કોર્પોરેટ બાબતોના મંત્રી
  6. રામ વિલાસ પાસવાન- ગ્રાહક બાબતોના મંત્રી, ખાદ્ય અને જાહેર વિતરણ
  7. નરેન્દ્ર સિંહ તોમર- કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી
  8. રવિ શંકર પ્રસાદ- કાયદા અને ન્યાય મંત્રી, કમ્યુનિકેશન્સ મંત્રી અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી
  9. હરસિમાત કૌર બાદલ- ફૂડ પ્રોસેસિંગ મંત્રી
  10. થાવર ચંદ ગેહેલોત- સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી
  11. ડૉ. સુબ્રમણ્યમ જયશંકર- વિદેશ મંત્રી
  12. રમેશ પોખરિયાલ નિશંક- માનવ સંસાધન વિકાસ મંત્રી
  13. અર્જુન મુંડા- આદિજાતિ બાબતોના મંત્રી
  14. સ્મૃતિ ઇરાની- મહિલા અને બાળ વિકાસ મંત્રી તેમજ કાપડ મંત્રી
  15. ડૉ. હર્ષવર્ધન- આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, વિજ્ઞાન અને તકનીક મંત્રી તેમજ પૃથ્વી વિજ્ઞાન મંત્રી
  16. પ્રકાશ જાવડેકર- માહિતી અને પ્રસારણ મંત્રી, પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રી
  17. પિયુષ ગોયલ- રેલવે પ્રધાન અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
  18. ધર્મેન્દ્ર પ્રધાન- પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી અને સ્ટીલ મંત્રી
  19. મુખ્તાર અબ્બાસ નકવી - લઘુમતી બાબતોના મંત્રી
  20. પ્રહલાદ જોશી- કોલસા મંત્રી, સંસદીય બાબતોના મંત્રી
  21. મહેન્દ્ર નાથ પાંડે- કૌશલ વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી
  22. અરવિંદ ગણપત સાવંત - ભારે ઉદ્યોગો અને જાહેર સાહસોના મંત્રી
  23. ગિરિરાજ સિંહ- પશુપાલન, ડેરી અને મત્સ્ય વિભાગ
  24. ગજેન્દ્ર સિંહ શેખાવત- જળ શક્તિ મંત્રાલય

વધુમાં વાંચો: નવી મોદી કેબિનેટની પહેલી બેઠક આજે સાંજે, લઇ શકયા છે મહત્વના નિર્ણય

આ રહ્યાં 24 રાજ્યમંત્રી

  1. ફગ્ગન સિંહ કુલસ્તે- રાજ્ય મંત્રી, સ્ટીલ મંત્રાલય
  2. અશ્વિની કુમાર ચૌબે- રાજ્યમંત્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
  3. અર્જુન રામ મેઘવાલ- રાજ્યમંત્રી, સંસદીય બાબતોના મંત્રાલય, ભારે ઉદ્યોગો અને જાહેર સાહસોના મંત્રી
  4. વી.કે. સિંહ- રાજ્યમંત્રી, માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય
  5. કૃષ્ણ પાલ- રાજ્યમંત્રી, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી
  6. દાનવ રાવ સાહેબ દાદાવર- રાજ્યમંત્રી, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
  7. જી કિશન રેડ્ડી- રાજ્યમંત્રી, ગૃહ મંત્રાલય
  8. પુરૂષોત્તમ રૂપાલા- કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
  9. રામદાસ અઠાવલે- રાજ્યમંત્રી, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી
  10. સાધ્વી નિરંજન જ્યોતિ- રાજ્યમંત્રી, ગ્રામીણ વિકાસ મંત્રાલય
  11. બાબુલ સુપ્રિયા- રાજ્યમંત્રી, પર્યાવરણ, વન અને જળવાયુ મંત્રાલય
  12. સંજીવ બાલિયાન- રાજ્યમંત્રી, પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ
  13. સંજય ધોત્રે- રાજ્યમંત્રી, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, સંદેશાવ્યવહાર મંત્રાલય, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય
  14. અનુરાગ ઠાકુર- રાજ્યમંત્રી, નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય
  15. સુરેશ અંગડી- રાજ્ય મંત્રી, રેલવે મંત્રાલય
  16. નિત્યાનંદ રાય- રાજ્યમંત્રી, ગૃહ મંત્રાલય
  17. રતનલાલ કટારિયા- રાજ્યમંત્રી, જળ શક્તિ મંત્રાલય, સામાજિક ન્યાય તેમજ અધિકાર મંત્રાલય
  18. વી મુરલીધરન- રાજ્યમંત્રી, વિદેશ મંત્રાલય, સંસદીય કાર્ય મંત્રાલય
  19. રેણુકા સિંહ- રાજ્યમંત્રી, આદિવાસી બાબતોના મંત્રાલય
  20. સોમ પ્રકાશ- રાજ્યમંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
  21. રામેશ્વર તેલી- રાજ્યમંત્રી, ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય
  22. પ્રતાપ ચંદ સારંગી- રાજ્યમંત્રી, નાના, મધ્યમ અને મધ્યમ ઉદ્યોગો, પશુપાલન ડેરી અને મત્સ્યઉદ્યોગ મંત્રાલય
  23. કૈલાશ ચૌધરી- રાજ્યમંત્રી,  કૃષિ અને ખેડૂતો કલ્યાણ મંત્રાલય
  24. દેબાશ્રી ચૌધરી- રાજ્યમંત્રી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news