ઝહીરની પત્ની સાથે ફોટો પડાવીને ફસાયો યુવરાજ, હેઝલની ટ્વિટ થઈ વાઈરલ

મુંબઈમાં હાલમાં જ  ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના લગ્નની રિસેપ્શન પાર્ટીનું આયોજન થયું હતું.

ઝહીરની પત્ની સાથે ફોટો પડાવીને ફસાયો યુવરાજ, હેઝલની ટ્વિટ થઈ વાઈરલ

નવી દિલ્હી: મુંબઈમાં હાલમાં જ  ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના લગ્નની રિસેપ્શન પાર્ટીનું આયોજન થયું હતું. ત્યારબાદ આ પાર્ટીના અનેક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા. હવે એક વધુ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જેમાં ઝહીર ખાનની પત્ની સાગરિકા ઘાટગે સાથે યુવરાજ સિંહ જોવા મળી રહ્યો છે. 

અત્રે જણાવવાનું કે આ તસવીર વાઈરલ થવાનું કારણ ખુદ યુવરાજની પત્ની હેઝલ કિચ છે. વાત જાણે એમ છે કે સાગરિકાએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસવીર શેર કરી. જેમાં તે યુવરાજ સિંહ સાથે જોવા મળી રહી છે. આ તસવીરમાં બંને એક જ રંગનો ડ્રેસ પહેરેલા જોવા મળી રહ્યાં છે. બંનેનો ડ્રેસ પણ ખુબ મળતો આવે છે. બસ આ જ વસ્તુ યુવરાજની પત્નીને ગમી નહીં. અને તેણે તસવીર પર એવી કોમેન્ટ કરી નાખે કે લોકોએ તેની મજાક કરવાનું શરૂ કરું દીધુ. 

yuvraj

આ તસવીર નીચે કોમેન્ટ પોસ્ટ કરતા યુવરાજની પત્ની હેઝલ કિચે લખ્યું કે મને એવું લાગે છે કે મારે પણ ઝહીર ખાન સાથે મેચિંગનો આઉટફીટ પહેરવો જોઈતો હતો. હેઝલની આ કોમેન્ટ પર યૂઝર્સે તેની મજાક કરવાનું શરૂ કરું દીધુ કે પતિને સાગરિકા સાથે જોઈને હેઝલને ઈર્ષા થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news