'મારા હાથ પર ચઢીને ઝેરી સાપે મને 3 વાર ડંખ માર્યો'...સલમાને કહ્યુંકે, હાલ તો હું હોસ્પિટલમાં છું, પણ...

'મારા હાથ પર ચઢીને ઝેરી સાપે મને 3 વાર ડંખ માર્યો'...સલમાને કહ્યુંકે, હાલ તો હું હોસ્પિટલમાં છું, પણ...

નવી દિલ્હીઃ આજે બોલીવુડના ભાઈજાન સલમાનનો જન્મ દિવસ છે. જોકે, જન્મદિવસના એક દિવસ પહેલાં જ સલમાનને ઝેરી સાપ કરડી જતા ચાહકો ચિંતાતૂર છે. એક વાર નહીં પણ સલમાનને આ ઝેરી સાપે ત્રણ-ત્રણ વાર ડંખ માર્યો. આજે બર્થ ડેની ઉજવણી તો બાજુમાં રહી હાલ સલમાનને હોસ્પિટલમાં તબીબોની ટીમે ઓબર્જવેશન હેઠળ રાખવામાં આવ્યો છે. સમગ્ર મામલે સલમાન ખાને સામે આવીને પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યુંકે, હકીકતમાં તેની સાથે ફાર્મહાઉસમાં શું થયું હતું.જન્મદિવસના એક દિવસ પહેલા જ સલમાન ખાનને સાપે ડંખ માર્યો હતો. જ્યારે અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, ત્યારે ચાહકો તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા લાગ્યા. આ દરમિયાન, અભિનેતાએ પોતે જણાવ્યું છે કે હવે તેની હાલત કેવી છે.

સલમાન ખાનને સાપ કરડવાના સમાચાર સોશિયલ મીડિયામાં ફેલાતા જ ફેન્સની ચિંતા વધી ગઈ છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે અભિનેતા હવે કેવો છે. સલમાનના જન્મદિવસના એક દિવસ પહેલા જ આવી ઘટનાથી ઘણા લોકો ગભરાઈ ગયા છે. આટલું જ નહીં, આ કારણોસર તેને હોસ્પિટલમાં પણ દાખલ કરવો પડ્યો હતો. પરંતુ હવે તે સ્થિતિ કેવી છે, આ વાત તેણે પોતે જ નિવેદન આપીને જણાવી છે.

 

— ANI (@ANI) December 27, 2021

 

સલમાન ખાને પોતાના નિવેદનમાં કહ્યું કે ફાર્મ હાઉસની અંદર એક સાપ ઘૂસ્યો હતો, મેં તેને લાકડાની મદદથી દૂર ફેંકવાનો પ્રયાસ કર્યો. પણ ત્યારે જ તે મારા હાથ પર ચડી ગયો. આવી સ્થિતિમાં, મેં સાપને બહાર આવવા માટે બીજા હાથમાં લીધો અને પછી તેણે મને ત્રણ વાર ડંખ માર્યો. તે એક પ્રકારનો ઝેરી સાપ હતો. હું 6 કલાક માટે હોસ્પિટલમાં દાખલ હતો. હું હવે ઠીક છું.

આ પહેલા સલમાન ખાનના પિતા સલીમ ખાને પણ ફેન્સને સાંત્વના આપવા માટે એક નિવેદન જાહેર કર્યું હતું. એક ઇન્ટરવ્યુમાં, તેણે તેના ચાહકોને ખાતરી આપી કે સલમાન હવે 'સંપૂર્ણ રીતે ઠીક' છે. તમને જણાવી દઈએ કે રવિવારે સવારે પીટીઆઈએ માહિતી આપી હતી કે, 'સલમાન ખાનને ગઈકાલે રાત્રે સાપે ડંખ માર્યો હતો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. છ કલાક બાદ તેને રજા આપવામાં આવી હતી. તે ઘરે પાછો ફર્યો છે અને ઠીક છે. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે, લોકો નારાજ થઈ ગયા છે અને અભિનેતાની હાલત જાણવાની કોશિશ કરવા લાગ્યા છે. પરંતુ અભિનેતાની હાલત હવે ઠીક છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) December 27, 2021

સલમાનની ફિલ્મો-
સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે પૂજા હેગડે સાથે 'કભી ઈદ કભી દિવાળી' અને જેકલીન ફર્નાન્ડીઝ સાથે 'કિક 2'માં જોવા મળશે. એટલું જ નહીં, સલમાન ખાન તેના ખાસ મિત્ર આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા'માં કેમિયો કરતો જોવા મળશે અને તે શાહરૂખ ખાન સ્ટારર 'પઠાણ'માં પણ એક નાનો રોલ કરશે. સલમાન ખાન હાલમાં 'ટાઈગર 3'નું શૂટિંગ કરી રહ્યો છે, જે લગભગ પૂર્ણ થઈ ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news