સલામનને સપોર્ટ કરવા જોધપુર પહોંચી બહેનો, ભાણિયો અહિલ પણ નજરે પડ્યો
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડ એક્ટર સલમાન વિરૂદ્ધ ચાલી રહેલા કાળિયાર શિકાર કેસ મામલે આજે જોધપુરની કોર્ટ ચૂકાદો સંભળાવવાની છે. સલમાન ખાન પર આરોપ છે સાબિત થાય તો તેમને 6 વર્ષની સજા થઇ શકે છે. સલમાન ખાનને સપોર્ટ કરનાર તેમની ફેમિલી આ સ્થિતિમાં પણ તેમની સાથે જોવા મળી. તેમની બંને બહેનો અલવિરા ખાન અને અર્પિતા ખાન શર્મા પણ જોધપુર પહોંચી ચૂકી છે. બીજી તરફ મુંબઇમાં સલમાનના મિત્ર કેટરિના કૈફ પણ સલમાનની સલામતીની દુવા માંવવા માટે સિદ્ધિવિનાયકના દરબારમાં પહોંચ્યા. સલમાનની બાકી ફેમિલી હાલ મુંબઇમાં જ છે.
આ મામલે સલમાન ખાનની સાથે સૈફ અલી ખાન, અભિનેત્રી તબ્બૂ, નીલમ અને સોનાલી બેંદ્રે પણ આરોપી છે. 20 વર્ષ જૂના કાળિયાર કેસના મામલે આજે આવનાર ચૂકાદાના લીધે આરોપી સેલિબ્રિટી જોધપુર પહોંચ્યા છે. જલદી જ સલમાન ખાન પણ કોર્ટ પહોંચવાનો છે.
તો બીજી તરફ મુખ્ય જજ દેવ કુમાર ખત્રી અને મુખ્ય સાક્ષીઓ કોર્ટ પહોંચી ચૂક્યા છે. છેલ્લે આ મામલે સુનવણી પુરી થયા બાદ જોધપુર ગ્રામીણ જિલ્લા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દેવ કુમાર ખત્રીએ ચૂકાદો પેડીંગ રાખ્યો હતો અને તે પોતાના આ ચૂકાદાને આજે સંભળાવવાના છે. આ કેસની સુનવણી સવારે 10:30 વાગે શરૂ થઈ, જેથી બધા આરોપીઓ બુધવારે જ જોધપુર પહોંચી ગયા હતા. બુધવારે સલમાન ખાનની સાથે બે બહેનો અને ભાણિયો પણ જોવા મળ્યો હતો.
તમને જણાવી દઇએ કે તેમની ખૂબ નજીક છે અને ભાણિયા અહિલ સાથે ઘણીવાર સલમાન ખાન પોતાના વીડિયોઝ અને ફોટો શેર કરે છે.
શું છે સમગ્ર કેસ
અહીં તમને જણાવી દઇએ કે સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ, સોનાલી બેંદ્રે અને જોધપુર નિવાસી દુષ્યંત સિંહ પર આરોપ છે કે તેમણે 1 અને 2 ઓક્ટોબર 1998ના રોજ જોધપુરમાં મોડી રાત્રે લૂણી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં બે કાળિયારનો શિકાર કર્યો હતો. કેસમાં રજૂ કરવામાં આવેલા સાક્ષીઓએ કોર્ટમાં જણાવ્યું હતું કે સલમાન ખાને હરણોનો શિકાર કર્યો તે સમયે બધા આરોપી જિપ્સી ગાડીમાં સવાર હતા. તેમણે જણાવ્યું હતું કે જિપ્સીમાં હાજર બધા સ્ટાર્સે સલમાન ખાનને શિકાર કરવા માટે ઉશ્કેર્યો હતો. ત્યારબાદ ગોળીનો અવાજ સાંભળીને બધા ગામવાળા એકઠા થઇ ગયા હતા. ગામવાળા ત્યાં આવી જતાં સલમાન ખાન ગાડી લઇને ત્યાંથી ભાગી ગયો હતો અને બંને કાળીયાર ત્યાં પડ્યા હતા.
આ કલમો હેઠળ થશે સજા
તમને જણાવી દઇએ કે આ કેસમાં સલમાન વિરૂદ્ધ વન્ય જીવ સંરક્ષણની કલમ 9/51 હેઠળ આરોપ લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ સૈફ અલી ખાન, નીલમ, તબ્બૂ, સોનાલી તથા દુષ્યંત સિંહ વિરૂદ્ધ વન્ય જીવ સંરક્ષણની કલમ 9/52 અને આઇપીસી કલમ 149 હેઠળ આરોપ લગાવતાં સજા આપવાની માંગ કરવામાં આવી છે. જો કોર્ટ સલમાન સાથે બાકી આરોપીઓને દોષી ગણે છે તો તેમને વાઇલ્ડ લાઇફ એક્ટ 9/51 તથા 9/52 હેઠળ ઓછામાં ઓછી એક વર્ષથી માંડીને છ વર્ષની જેલ થઇ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે