કાળિયાર કેસ: કોર્ટે શિકારી 'ટાઇગર'ને સંભળાવી 5 વર્ષની સજા, સલમાનને જવું પડશે જેલ

ધપુર ગ્રામીણ જિલ્લા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દેવ કુમાર ખત્રીએ ચૂકાદો પેડીંગ રાખ્યો હતો અને તે પોતાના આ ચૂકાદાને આજે સંભળાવતા સલમાન ખાને 5 વર્ષની જેલની સજા ફટકારી છે. 

કાળિયાર કેસ: કોર્ટે શિકારી 'ટાઇગર'ને સંભળાવી 5 વર્ષની સજા, સલમાનને જવું પડશે જેલ

જોધપુર: બોલીવુડ એક્ટર સલમાન ખાન, સૈફ અલી ખાન સાથે અભિનેત્રી તબ્બૂ, નીલમ અને સોનાલી બેંદ્રે પર 20 વર્ષ જૂના કાળિયાર કેસમાં આજે (ગુરૂવારે) અંતિમ ચૂકાદો સંભળાવ્યો છે. છેલ્લે આ મામલે સુનવણી પુરી થયા બાદ જોધપુર ગ્રામીણ જિલ્લા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દેવ કુમાર ખત્રીએ ચૂકાદો પેડીંગ રાખ્યો હતો અને તે પોતાના આ ચૂકાદાને આજે સંભળાવતા સલમાન ખાને 5 વર્ષની જેલની સજા ફટકારી છે. અને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

સલમાન ખાનને સેંટ્રલ જેલમાં લઇ જવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આજની રાત જેલમાં વિતાવતી પડશે. કોર્ટની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી તૈયાર કરી દેવામાં આવે. સલમાનના વકીલ જામીન માટે અરજી કરશે. સજાના એલાન બાદ સલમાનની બહેનો રડી પડી હતી. તો બીજી તરફ વિશ્નોઇ સમાજમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ હતી. નોંધનીય છે કે સલમાન ખાનને મેડિકલ ચેકઅપ બાદ જોધપુર સેંટ્રલ જેલમાં લઇ માં આવ્યા છે. 

કાળિયાર કેસ: કોર્ટે શિકારી 'ટાઇગર'ને સંભળાવી 2 વર્ષની સજા, સલમાનને જવું પડશે જેલ

શું છે સમગ્ર કેસ
અહીં તમને જણાવી દઇએ કે સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ, સોનાલી બેંદ્રે અને જોધપુર નિવાસી દુષ્યંત સિંહ પર આરોપ છે કે તેમણે 1 અને 2 ઓક્ટોબર 1998ના રોજ જોધપુરમાં મોડી રાત્રે લૂણી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં બે કાળિયારનો શિકાર કર્યો હતો. કેસમાં રજૂ કરવામાં આવેલા સાક્ષીઓએ કોર્ટમાં જણાવ્યું હતું કે સલમાન ખાને હરણોનો શિકાર કર્યો તે સમયે બધા આરોપી જિપ્સી ગાડીમાં સવાર હતા. તેમણે જણાવ્યું હતું કે જિપ્સીમાં હાજર બધા સ્ટાર્સે સલમાન ખાનને શિકાર કરવા માટે ઉશ્કેર્યો હતો. ત્યારબાદ ગોળીનો અવાજ સાંભળીને બધા ગામવાળા એકઠા થઇ ગયા હતા. ગામવાળા ત્યાં આવી જતાં સલમાન ખાન ગાડી લઇને ત્યાંથી ભાગી ગયો હતો અને બંને કાળીયાર ત્યાં પડ્યા હતા. 

કાળિયાર કેસનો ઘટનાક્રમ
વર્ષ 1998માં કાળિયારનો શિકાર

  • 2 ઓક્ટોબર 1998માં દાખલ થયો કેસ
  • સલમાન અને અન્ય 3 સામે કેસ દાખલ 
  • 12 ઓક્ટોબર 1998માં સલમાન ખાનની ધરપકડ
  • 10 એપ્રીલ 2006માં સલમાન દોષી જાહેર
  • 5 વર્ષની સજા, 25 હજારનો દંડ
  • 31 ઓગસ્ટ 2007માં રાજસ્થાન HCએ દોષી ઠેરવ્યા
  • સલમાનની અપીલ બાદ સજા સસ્પેન્ડ કરાઈ
  • HCએ આર્મ્સ એક્ટ કેસમાં 2017માં નિર્દોષ જાહેર કર્યા
  • 24 જુલાઈ 2012 રાજસ્થાન HCએ આરોપ નક્કી કર્યા
  • 9 જુલાઈ 2014 SCએ સલમાનને સામે નોટીસ જાહેર કરી
  • 25 જુલાઈ 2016એ રાજસ્થાન HCએ નિર્દોષ જાહેર કર્યા
  • 19 ઓક્ટોબર 2016માં ચુકાદાને SCમાં પડકારાયો
  • રાજસ્થાન સરકારે HCના ચુકાદાને SCમાં પડકાર્યો
  • 1 માર્ચ 2017થી કેસની ટ્રાયલ શરૂ થઈ 
  • 28 માર્ચ 2017માં આખા કેસની સુનાવણી પૂર્ણ થઈ
  • 5 એપ્રીલ 2018માં સલમાન દોષિત જાહેર થયો

ચાર કેસમાં ફસાયા સલમાન ખાન
તમને જણાવી દઇએ કે સલમાન ખાન વિરૂદ્દ જોધપુરમાં ચાર કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી ત્રણ કેસ કાળીયાર શિકાર અને ગેરકાયદેસર હથિયાર રાખવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમાંથી બે કેસ પર સલમાન ખાનને કોર્ટે સજા સંભળાવી છે. તો બીજી તરફ ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના કેસમાં કોર્ટે સલમાન ખાનને મુક્ત કરી દીધો હતો અને સલમાન ખાન વિરૂદ્ધ ચોથા કેસમાં આજે ચૂકાદો આપવાનો છે. હવે આ કેસમાં સલમાન ખાન અને તેના સાથીઓને કોર્ટ મુક્ત કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news