Bigg Boss 18: 'ટાઈમ કા તાંડવ' થીમ સાથે બિગ બોસ 18 નો પ્રોમો રિલીઝ, જાણો ક્યારથી શરૂ થશે શો

Bigg Boss 18: પ્રોમો રિલીઝ થયાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે લોકો તેના પર કોમેન્ટ કરીને શોની થીમને લઈ અલગ અલગ અનુમાન લગાવી રહ્યા છે. સાથે જ શોમાં આ વખતે કયા કયા સ્પર્ધકો જોવા મળશે તેની પણ ચર્ચા થવા લાગી છે. 

Bigg Boss 18: 'ટાઈમ કા તાંડવ' થીમ સાથે બિગ બોસ 18 નો પ્રોમો રિલીઝ, જાણો ક્યારથી શરૂ થશે શો

Bigg Boss 18: ટીવીનો સૌથી વિવાદિત શો bigg boss ફરી એક વખત દર્શકોના મનોરંજન માટે શરૂ થઈ રહ્યો છે. આ વખતે પણ સલમાન ખાન બિગ બોસને હોસ્ટ કરશે. તાજેતરમાં જ બિગ બોસ 18 નો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. સાથે જ શો ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. Bigg boss નો આ પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

Colors tv એ જે પ્રોમો શેર કર્યો છે તેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે આ વખતે ઘરમાં ભુચાલ આવશે. કારણકે bigg boss માં ટાઈમ નું તાંડવ જોવા મળશે. Bigg boss નો આ પ્રોમો રહસ્યમય અને રસપ્રદ લાગી રહ્યો છે અત્યાર સુધીની સિઝનમાં જે જોવા નથી મળ્યો તે આ સીઝનમાં જોવા મળશે તેવું પ્રોમોમાં કહેવામાં આવી રહ્યું છે. Bigg boss 18 ના પ્રોમોમાં સલમાન ખાનનો દમદાર અંદાજ જોવા મળે છે. 

પ્રોમો રિલીઝ થયાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે લોકો તેના પર કોમેન્ટ કરીને શોની થીમને લઈ અલગ અલગ અનુમાન લગાવી રહ્યા છે. સાથે જ શોમાં આ વખતે કયા કયા સ્પર્ધકો જોવા મળશે તેની પણ ચર્ચા થવા લાગી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ColorsTV (@colorstv)

 

આ પ્રોમોની સાથે bigg boss 18 ના પ્રીમિયરની ડેટ પર રીવિલ કરી દેવામાં આવી છે. બિગ બોસનું ગ્રાન્ડ પ્રીમિયર રવિવાર અને 6 ઓક્ટોબરે રાત્રે 9 વાગ્યે colors TV અને જીઓ સિનેમા પર થશે. Bigg boss ટીવીનો લોકપ્રિય અને વિવાદિત રીયાલિટી શો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news