2020 સુધીમાં સલમાન ખાન ખોલશે 300થી વધુ જીમ, 'SK-27' જીમની આપશે ફ્રેંચાઇઝી!
Trending Photos
મુંબઇ: બીઇંગ હ્યૂમનની દુનિયાભરમાં સફળ ફ્રેંચાઇઝી બાદ, સુપરસ્ટાર સલમાન ખાન અત્યાર સુધી દુનિયાભરમાં જિમ અને ફિટનેસ સેંટરના રૂપમાં પોતાની ચેન શરૂ કરવા માટે તૈયાર છે. ફિટનેસ પ્રત્યે લોકોનો ઉત્સાહન વધારતાં આ જીમ ચેન હેઠળ 2020 સુધી આખા ભારતમાં 300થી વધુ જીમ ખોલશે.
સલમાન ખાન હંમેશા એક પ્રેરણા રહ્યા છે જે બધી પેઢીઓને લોકોને પ્રભાવિત કરવાની શક્તિ ધરાવે છે. ''બીઇંગ સ્ટ્રોંન્ગ'' ફિટનેસ ઇક્વિપમેંટની સફળતા બાદ, ''એસ.કે-27'' જીમની ફ્રેંચાઇઝી લોન્ચ કરી રહ્યા છે. ''એસ.કે-27''નો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિને ફિટ અને સ્વસ્થ બનાવવાનો છે. એટલું જ નહી, ''એસ.કે-27''નો ટાર્ગેટ ફિટ ઇન્ડીયા મૂવમેંટના પ્રત્યે જાગૃતતા ફેલાવતાં, ફિટનેસ ટ્રેનર અને ઉદ્યમીઓ માટે રોજગારની તક પેદા કરવાની છે.
એપ્રિલ 2019માં સલમાન ખાને પોતાના ફિટનેસ ઇક્વિપમેંટ બ્રાંડ ''બીઇંગ સ્ટ્રોંગ લોન્ચ'' કર્યો હતો અને તેને લોન્ચ કર્યાના ત્રણ મહિનાની અંદર, બીઇંગ સ્ટ્રોન્ગ ઇક્વિપમેંટની સાથે પહેલાં જ ભારતમાં 175થી વધુ જીમમાં સ્થાપિત કરવામાં આવ્યા છે અને આ ફિટનેસ પ્રત્યે ઉત્સાહી લોકો વચ્ચે હિટ સાબિત થઇ રહ્યા છે. ''બીઇંગ સ્ટ્રોન્ગ ઇક્વિપમેંટ'' દેશની સૌથી મનપસંદ ફિટનેસ ઇક્વિપમેંટ બ્રાંડ બની ગઇ છે.
સલમાન ખાન એક ટ્રેંડસેંટર હોવાની સાથે, ફિટનેસ પ્રત્યે પોતાના પ્રેમ માટે જાણિતા છે. સલમાન ખાનના નેતૃત્વમાં શરૂ થનાર 'એસ.કે-27'' જીમ ફ્રેંચાઇઝી હેઠળ 300 જીમ સાથે ભારતને ફિટ અને તંદુરસ્ત બનાવવાનો ટાર્ગેટ છે. જેનું ટૂંક સમયમાં આખા દેશમાં ઉદઘાટન કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે