સલમાનની બહેનો માટે બોડીગાર્ડ મીડિયા સાથે ઝઘડી પડ્યો, પોલીસે પણ લીધુ 'આ' પગલું

સલમાન ખાનને કાળિયાર શિકાર કેસમાં 5 વર્ષની સજા થયા બાદ હવે જામીન મળશે કે નહીં તે અંગે થોડીવારમાં ચુકાદો આવશે. પોતાના ભાઈની સુનાવણી માટે આવેલી બહેનો અર્પિતા ખાન અને અલવીરા થોડીવાર પહેલા જ સલમાનના બોડીગાર્ડ સાથે જોધપુર સેશન કોર્ટ પહોંચ્યા હતાં.

સલમાનની બહેનો માટે બોડીગાર્ડ મીડિયા સાથે ઝઘડી પડ્યો, પોલીસે પણ લીધુ 'આ' પગલું

નવી દિલ્હી/જોધપુર: સલમાન ખાનને કાળિયાર શિકાર કેસમાં 5 વર્ષની સજા થયા બાદ હવે જામીન મળશે કે નહીં તે અંગે થોડીવારમાં ચુકાદો આવશે. પોતાના ભાઈની સુનાવણી માટે આવેલી બહેનો અર્પિતા ખાન અને અલવીરા થોડીવાર પહેલા જ સલમાનના બોડીગાર્ડ સાથે જોધપુર સેશન કોર્ટ પહોંચ્યા હતાં. પરંતુ અહીં સલમાન ખાનના એક બોડીગાર્ડે મીડિયા સાથે ગેરવર્તણૂંક કરી. મીડિયાના કેટલાક ફોટોગ્રાફર્સ સલમાનની બહેનોના ફોટા લેવા માંગતા હતાં અને બોડીગાર્ડ શેરા તેમને બચાવીને કોર્ટમાં લઈ જઈ રહ્યો હતો. પરંતુ આ દરમિયાન મીડિયાને દૂર હટાવવામાં એક અન્ય બોડીગાર્ડે મીડિયાકર્મીઓ સાથે ધક્કામુક્કી કરી નાખી.

આ જોઈને પોલીસે તરત આ બોડીગાર્ડને પકડીને જબરદસ્તીથી કારમાં બેસાડી દીધો. આ બોડીગાર્ડને પોલીસે કોર્ટમાં જવા દીધો નથી. જ્યારે શેરા સલમાનની બંને બહેનોને  લઈને કોર્ટમાં પહોંચી ગયો. અત્રે જણાવવાનું કે સલમાનની જામીન અરજી પર આજે જોધપુર સેશન કોર્ટમાં આગળ સુનાવણી હાથ ધરાઈ. બંને પક્ષોએ દલીલો કરી અને બપોરે 2 વાગે જામીન અરજી પર ચુકાદો આવશે. જિલ્લા અને સેશન્સ કોર્ટના જજ રવિન્દ્રકુમાર જોશીએ આ સુનાવણી હાથ ધરી.

કોર્ટમાં સલમાનનો કેસ 15માં નંબર પર લિસ્ટેડ છે. મામલાની સુનાવણી પહેલા જજ રવિન્દ્રકુમાર જોશી અને સલમાનને સજા સંભળાવનારા સીજેએમ દેવકુમાર ખત્રી વચ્ચે ચેમ્બરમાં વાતચીત પણ થઈ. અત્રે જણાવવાનું કે શુક્રવારે સલમાન  તરફથી  તેના વકીલે સજા વિરુદ્ધ અને જામીન અંગે સેશન કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરંતુ કોર્ટે મામલે દલીલો પૂરી થયા બાદ ચુકાદો શનિવાર સુધી અનામત રાખ્યો હતો.

સલમાનને થઈ છે પાંચ વર્ષની સજા
અત્રે જણાવવાનું કે જોધપુર કોર્ટે ગુરુવારે બોલિવૂડના ભાઈજાન કહેવાતા સલમાન ખાનને કાળિયારના શિકાર મામલે સજા સંભળાવી હતી. સીજીએમ દેવકુમાર ખત્રીએ આ મામલે ચુકાદો આપતા સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા સંભળાવી. આ સાથે 10000નો દંડ પણ ફટકાર્યો હતો. સલમાન ખાન તરફથી સજા વિરુદ્ધ અને જામીન માટે અરજી દાખલ કરાઈ હતી જેના પર જજ રવિન્દ્રકુમાર જોશીએ સુનાવણી હાથ ધરી હતી. તેમણે પોતાનો ચુકાદો શનિવાર સુધી અનામત રાખ્યો હતો. મોટા સ્તરના જજોની થયેલી બદલીમાં આ બે જજોના નામ પણ સામેલ છે.

salman khan sister

સલમાનના વકીલોએ જલદી સુનાવણીની માગણી કરી
સલમાન ખાનની જામીન અરજી પર સુનાવણી કરી રહેલા જોધપુર સેશન કોર્ટના જજ રવિન્દ્રકુમાર જોશીની બદલી બાદ એવી શક્યતા છે કે સલમાનની જામીન અરજી પર સુનાવણીમાં મોડુ થઈ શકે છે. જો કે પ્રક્રિયા મુજબ જજની બદલીની પ્રક્રિયામાં સાત દિવસ લાગે છે એટલે કે બીજા જજ કાર્યભાર સંભાળે ત્યાં સુધી જજને સાત દિવસનો સમય હોય છે. ત્યાં સુધી તેઓ પદ પર રહે છે. આમ સલમાનની જામીન અરજી પર સુનાવણી કરી રહેલા જજ રવિન્દરકુમાર જોશી હજુ પણ આ કેસની સુનાવણી કરશે. કારણ કે હજુ સુધી તેઓ જોધપુર કોર્ટથી કાર્યમુક્ત થયા નથી. સલમાનના વકીલોએ આ મામલે જલદી સુનાવણીની માગણી કરી છે.

શું છે કાળિયાર કેસ?
એવો આરોપ છે કે હમ સાથ સાથ હૈના શુટિંગ દરમિયાન પહેલી અને બીજી ઓક્ટોબર 1998ના રોજ મોડી રાતે સલમાન ખાને જોધપુરના લૂણી થાણા વિસ્તારના કાંકાણી ગામમાં બે કાળિયારનો શિકાર કર્યો હતો. આ દરમિયાન તેની સાથે જિપ્સીમાં ફિલ્મના સહકલાકાર સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રે તથા સ્થાનિક રહીશ દુષ્યંત સિંહ પણ હતાં. સાક્ષીઓએ  કોર્ટમાં જણાવ્યું કે સલમાન ખાને કાળિયારનો શિકાર કર્યો તે સમયે આ બધા આરોપી જિપ્સીમાં તેની સાથે હતાં. ફાયરિંગનો અવાજ સાંભળીને ગામવાળા ભેગા થઈ ગયા હતાં. ગ્રામિણોના આવતા જ સલમાન કાર લઈને ભાગી ગયો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news