સૌથી ચર્ચિત અશ્લીલ Kiss મામલે શિલ્પાને મળી રાહત, જાણો શું હતો સમગ્ર મામલો
Shilpa Shetty and Richard Gere: શિલ્પા શેટ્ટી અને રિચર્ડ ગેરે કેસમાં એક્ટ્રેસને નિર્દોષ જાહેર કરવાના મેજિસ્ટ્રેટના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેવામાં આવી છે.
Trending Photos
Shilpa Shetty and Richard Gere Obscene Matters: મુંબઈની સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટને શિલ્પા શેટ્ટી અને હોલીવુડ અભિનેતા રિચર્ડ ગેરે સંબંધિત 2007ની અશ્લીલ મામલામાં અભિનેત્રીને નિર્દોષ છોડી મૂકવાનો નિર્દેશ આપ્યો છે.આ આદેશ સામે દાખલ કરવામાં આવેલી અરજી સોમવારે ફગાવી દેવામાં આવી હતી. રિચર્ડ ગેરે 2007માં એક જાહેર કાર્યક્રમ દરમિયાન શિલ્પા શેટ્ટીને ‘કિસ’ કરી હતી. આ પછી અભિનેત્રી વિરુદ્ધ આ કેસ નોંધવામાં આવ્યો હતો.
મેજિસ્ટ્રેટ કોર્ટનો નિર્ણય રિવિઝન પિટિશન એક્સ્ટ્રા સેશન્સ જજ એસ. સી.જાધવે ફગાવી દીધી છે. જો કે, હજુ પણ સંપૂર્ણ નિર્ણય ઉપલબ્ધ નથી. રાજસ્થાનમાં ઓર્ગેનાઈઝ એઈડ્સ અવેરનેસ પ્રોગ્રામ દરમિયાન રિચર્ડ ગેરે શિલ્પા શેટ્ટીને કિસ કરી હતી. આ પછી, જ્યારે આ ઘટના હેડલાઇન્સમાં આવી, તો કેટલાક વર્ગોએ તેને અશ્લીલ ગણાવી અને દેશની સંસ્કૃતિનું અપમાન કર્યું હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો
ગુજરાતીઓ રામભરોસે! Coronaના ફફડાટ વચ્ચે નથી વેક્સિન, કેન્દ્રએ આપ્યો આ જવાબ
પાંચ ચોપડી ભણેલા ગુજરાતી કવિની આગાહી સામે બાબા વેંગા અને નાસ્ત્રેદમસ પણ ફિક્કા
ઓ બાપ રે! 2BHK ફ્લેટનું ભાડું 50,000 Rs, આ શહેરમાં મકાનોના ભાડાએ તોડ્યો રેકોર્ડ
આ પછી રાજસ્થાનમાં રિચર્ડ ગેર અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ ભારતીય પેનલ કોડ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
જાન્યુઆરી 2022 માં, મેજિસ્ટ્રેટની અદાલતે શિલ્પા શેટ્ટીને આરોપમાંથી નિર્દોષ જાહેર કરી, નોંધ્યું કે તે રિચર્ડ ગેરના કૃત્યનો ભોગ બનેલી હોવાનું જણાયું હતું. શિલ્પા શેટ્ટી અને રિચર્ડ ગેરની આ ઘટનાએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ સાથે હોલિવૂડ એક્ટર રિચર્ડ ગેરની પણ આ કૃત્યની સમગ્ર દેશમાં ભારે ટીકા થઈ હતી. આ સાથે જ કેટલીક સંસ્થાઓએ શિલ્પા શેટ્ટીને પણ બક્ષી ન હતી.
આ પણ વાંચો
બેનામી શેલ કંપનીઓમાં 20 હજાર કરોડ કોના ? રાહુલ ગાંધીએ પીએમ મોદીને પૂછ્યા અનેક સવાલો
Income Tax Return ફાઇલ કરવાનો આવી ગયો સમય, આ ડોક્યુમેન્ટ રાખજો તૈયાર, જરૂર પડશે જ
હાર્ટ, સ્કિન, વજન બધા માટે બેસ્ટ છે મખાના, નિયમિત ખાવાથી થાય છે આ 6 ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે