કોઈ સપનામાં વિચારી ન શકે એવી હરકત કરી બેઠો રણબીર કપૂર

બોલિવૂડનો સુપરસ્ટાર રણબીર કપૂર પોતાના આગવા અંદાજ માટે જાણીતો છે. રણબીર ભાગ્યે જ જાહેરમાં કમેન્ટ કરતો હોય છે પણ હાલમાં તેણે કોઈ સપનામાં પણ વિચારી ન શકે એવી હરકત કરી છે. 

કોઈ સપનામાં વિચારી ન શકે એવી હરકત કરી બેઠો રણબીર કપૂર

મુંબઈ : બોલિવૂડનો સુપરસ્ટાર રણબીર કપૂર પોતાના આગવા અંદાજ માટે જાણીતો છે. રણબીર ભાગ્યે જ જાહેરમાં કમેન્ટ કરતો હોય છે પણ હાલમાં તેણે કોઈ સપનામાં પણ વિચારી ન શકે એવી હરકત કરી છે. 

મુંબઈ એરપોર્ટ પર રણબીરને ક્લિક કરવા પહોંચેલા પાપારાઝીને રણબીરે સીધો સવાલ કર્યો હતો કે તેણે ચંપલ ક્યાંથી લીધા? ફોટોગ્રાફરે જવાબ આપ્યો- અંધેરી સ્ટેશન. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં રણબીર સામાન્ય રીતે મોંઘી બ્રાન્ડ્સના કપડાં અને શૂઝ પહેરવા માટે જાણીતો છે. તે એક ટી-શર્ટ પાછળ પણ 40,000 રૂપિયા ખર્ચતા વિચારતો નથી. આવામાં તેણે ફોટોગ્રાફરને સ્ટેશન પાસેથી ખરીદેલા ચંપલ અંગે પૂછતા ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ છે.

A post shared by Viral Bhayani (@viralbhayani) on

રણબીરની કરિયરની વાત કરીએ તો હાલમાં બોલિવૂડમાં બાયોપીક બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ સંજોગોમાં છેલ્લા કેટલાક સમયથી ભારતના ખ્યાતનામ અવકાશ યાત્રી રાકેશ શર્માના જીવન પરથી બનનારી ફિલ્મની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મના લીડ રોલ માટે પહેલી પસંદગી આમિર ખાન હતો. જોકે પોતાના કેટલાક પ્રોજેક્ટને કારણે તેણે આ ફિલ્મ છોડી દેતા આ રોલ માટે શાહરૂખ ખાનને પસંદ કરવામાં આવ્યો હતો. જોકે તેણે આ ફિલ્મ છોડી દેતા આ ફિલ્મ માટે વિક્કી કૌશલ અને રાજકુમાર રાવને ઓફર કરવામાં આવી હતી. જોકે ફાઇનલ માહિતી પ્રમાણે વિક્કી કૌશલે પણ આ ફિલ્મમાં રસ ન દેખાડતા આ રોલમાં એક્ટર રણબીર કપૂરને સાઇન કરવામાં આવ્યો છે અને તે આ ફિલ્મ કરવા માટે ઉત્સાહી છે. જોકે આ વાતને સત્તાવાર સમર્થન નથી મળ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news