Sidharth Shukla Post Mortem Report: ડોક્ટરોએ જણાવ્યું નહીં સિદ્ધાર્થના મોતનું કારણ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવી આ વાત

ડોક્ટરોએ સિદ્ધાર્થ શુક્લાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને સોંપી દીધો છે, પરંતુ તેમણે કોઈ ઓપિનિયન આપ્યો નથી. મોતનું કારણ શું હતું, તે હિસ્ટોપૈથોલોજિકલ સ્ટડી બાદ જણાવવામાં આવશે.

Sidharth Shukla Post Mortem Report: ડોક્ટરોએ જણાવ્યું નહીં સિદ્ધાર્થના મોતનું કારણ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવી આ વાત

નવી દિલ્હીઃ અભિનેતા સિદ્ધાર્થ શુક્લા  (Sidharth Shukla) નું ગુરૂવારે હાર્ટ એટેકથી નિધન થયુ હતુ. તેના મોત બાદ દરેકના મનમાં તે સવાલ છે કે સિદ્ધાર્થ શુક્લા એકદમ ફિટ હતો અને ડેલી વર્કઆઉટ કરતો હતો, પછી અચાનક આમ કેમ થયું?

અત્યાર સુધી જણાવવામાં આવી રહ્યુ હતુ કે સિદ્ધાર્થનું મોત હાર્ટ એટેક (Sidharth Shukla heart attack) થી થયું છે. પરંતુ સાચુ કારણ શું છે તેનો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Sidharth Shukla postmortem report) માં થશે. 

પોલીસને સોંપવામાં આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ
સિદ્ધાર્થ શુક્લાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. પરંતુ તેમાં ડોક્ટરોએ અભિનેતાના મોતનું કોઈ કારણ જણાવ્યું નથી અને ન કોઈ અભિપ્રાય આપ્યો છે. વિસરા પ્રિઝર્વ કરવામાં આવ્યો છે. મોતનું કારણ શું હતું, તે હિસ્ટોપૈથોલોજિકલ સ્ટડી બાદ જણાવવામાં આવશે. પરંતુ શરીર પર કોઈપણ બહાર કે આંતરિક ઇજાના નિશાન મળ્યા નથી. જાણવા મળી રહ્યું છે કે પોલીસ થોડા સમયમાં આ સંબંધમાં સત્તાવાર જાણકારી આપશે. 

5 ડોક્ટરોની ટીમે કર્યુ પોસ્ટમોર્ટમ
મહત્વનું છે કે સિદ્ધાર્થ શુક્લાનું ગુરૂવારે 5 ડોક્ટરોની ટીમે પોસ્ટમોર્ટમ કર્યુ અને તેની વીડિયોગ્રાફી કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે સિદ્ધાર્થ શુક્લાના મૃતદેહની ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવશે. તો આ મામલામાં પરિવારે સિદ્ધાર્થ શુક્લા પર કોઈ પ્રકારના માનસિક દબાવનો ઇનકાર કર્યો છે. તો પોલીસ પણ આવા ફાઉલ પ્લેથી ઇનકાર કરી રહી છે. 

જાણકારી પ્રમાણે સિદ્ધાર્થ શુક્લાને બુધવારે રાત્રે ઘરે પરત ફર્યા બાદ કોઈ દવા ખાધી હતી અને પછી સવારે ઉઠી શક્યો નહીં. આ દવા કઈ હતી તે વિશે કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. તો પોલીસ સૂત્રો પ્રમામે ગુરૂવારે વહેલી સવારે 3.30 કલાક આસપાસ સિદ્ધાર્થ શુક્લાએ બેચેનીની ફરિયાદ કરી હતી, જેના પર માતાએ તેને પાણી પીવડાવી સુવડાવી દીધો હતો. પરંતુ સવારે સિદ્ધાર્થ ઉઠી શક્યો નહીં તો માતાએ પુત્રીને ફોન કરીને બોલાવી અને ફેમેલી ડોક્ટરને પણ બોલાવવામાં આવ્યા હતા. ફેમેલી ડોક્ટરે સિદ્ધાર્થને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ સિદ્ધાર્થને કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news