પંચતત્વમાં વિલીન સિદ્ધાર્થ શુક્લા, પરિવારજનોએ આપી અંતિમ વિદાય

સિદ્ધાર્થનું પાર્થિવ શરીર ઓશિવારા સ્મશાન ઘાટ પહોંચી ચુક્યુ છે. પોલીસે મીડિયાને બહાર રોકી દીધા છે. માનવામાં આવી રહ્યું હતું કે પાર્થિવ શરીરને ઘરે લઈ જવામાં આવશે, પરંતુ તેમ થયું નથી. 
 

પંચતત્વમાં વિલીન સિદ્ધાર્થ શુક્લા, પરિવારજનોએ આપી અંતિમ વિદાય

મુંબઈઃ બિગ બોસ 13ના વિનર અને ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર મુંબઈમાં થઈ રહ્યા છે. સિદ્ધાર્થનું નિધન ગુરૂવારે હાર્ટ એટેકને કારણે થયું હતું. મુંબઈની કૂપર હોસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જેથી અભિનેતાના મોતના કારણની માહિતી મેળવી શકાય. સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ 5 ડોક્ટર્સની ટીમે પોલીસ અને કેમેરાની દેખરેખમાં કર્યુ છે. એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સિદ્ધાર્થના નિધનથી શોકની લહેર છે. 

પંચતત્વોાં વિલીન થયો સિદ્ધાર્થ
અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવ્યા છે. સિદ્ધાર્થ પંચતત્વોમાં વિલીન થઈ ગયો છે. સિદ્ધાર્થના માતા અને પરિવારજનોની સ્થિતિ ખરાબ છે. પુત્રના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છે. અંતિમ સંસ્કારમાં બોલીવુડના સેલિબ્રિટીઓ ઉપરાંત સિદ્ધાર્થના નજીકના મિત્રો પહોંચ્યા હતા.

સ્મશાન પહોંચી શહનાઝ ગિલ
થોડા સમયમાં સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બ્રહ્મકુમારી રીતિ-રિવાજની સાથે સિદ્ધાર્થને અંતિમ વિદાય આપવામાં આવશે. આ રીતિ રિવાજમાં આત્માને સેલિબ્રેટ કરવામાં આવે છે. બ્રહ્મકુમારી તપસ્વિનીનું કહેવું છે કે મનુષ્યનું શરીર જતું રહે છે, પરંતુ આત્મા અમર રહે છે. તે માટે રડવુ જોઈએ નહીં. શહનાઝ ગિલ પણ ઓશિવારા સ્મશાન ઘાટ પહોંચી ચુકી છે. તેને પોલીસના પ્રોટેક્શન સાથે લાવવામાં આવી છે. 

સ્મશાન ઘાટ પહોંચ્યુ સિદ્ધાર્થનું પાર્થિવ શરીર
સિદ્ધાર્થનું પાર્થિવ શરીર ઓશિવારા સ્મશાન ઘાટ પહોંચી ચુક્યુ છે. પોલીસે મીડિયાને બહાર રોકી દીધા છે. માનવામાં આવી રહ્યું હતું કે પાર્થિવ શરીરને ઘરે લઈ જવામાં આવશે, પરંતુ તેમ થયું નથી. 

સ્મશાન ભૂમિ પહોંચ્યા આમિસ-અલી ગોની
સિદ્ધાર્થ શુક્લાના પાર્થિવ શરીરને ઓશિવારાની સ્મશાન ભૂમિ લાવવામાં આવ્યુ છે. અહીં આસિમ રિયાઝ સહિત અલી ગોની, યુવિકા ચૌધરી, પ્રિન્સ નરૂલા સાથે સિદ્ધાર્થના નજીકના લોકો પહોંચી ગયા છે. 

પોલીસને સોંપવામાં આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ
સિદ્ધાર્થ શુક્લાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. પરંતુ તેમાં ડોક્ટરોએ અભિનેતાના મોતનું કોઈ કારણ જણાવ્યું નથી અને ન કોઈ અભિપ્રાય આપ્યો છે. વિસરા પ્રિઝર્વ કરવામાં આવ્યો છે. મોતનું કારણ શું હતું, તે હિસ્ટોપૈથોલોજિકલ સ્ટડી બાદ જણાવવામાં આવશે. પરંતુ શરીર પર કોઈપણ બહાર કે આંતરિક ઇજાના નિશાન મળ્યા નથી. જાણવા મળી રહ્યું છે કે પોલીસ થોડા સમયમાં આ સંબંધમાં સત્તાવાર જાણકારી આપશે. 

5 ડોક્ટરોની ટીમે કર્યુ પોસ્ટમોર્ટમ
મહત્વનું છે કે સિદ્ધાર્થ શુક્લાનું ગુરૂવારે 5 ડોક્ટરોની ટીમે પોસ્ટમોર્ટમ કર્યુ અને તેની વીડિયોગ્રાફી કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે સિદ્ધાર્થ શુક્લાના મૃતદેહની ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવશે. તો આ મામલામાં પરિવારે સિદ્ધાર્થ શુક્લા પર કોઈ પ્રકારના માનસિક દબાવનો ઇનકાર કર્યો છે. તો પોલીસ પણ આવા ફાઉલ પ્લેથી ઇનકાર કરી રહી છે. 

જાણકારી પ્રમાણે સિદ્ધાર્થ શુક્લાને બુધવારે રાત્રે ઘરે પરત ફર્યા બાદ કોઈ દવા ખાધી હતી અને પછી સવારે ઉઠી શક્યો નહીં. આ દવા કઈ હતી તે વિશે કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. તો પોલીસ સૂત્રો પ્રમામે ગુરૂવારે વહેલી સવારે 3.30 કલાક આસપાસ સિદ્ધાર્થ શુક્લાએ બેચેનીની ફરિયાદ કરી હતી, જેના પર માતાએ તેને પાણી પીવડાવી સુવડાવી દીધો હતો. પરંતુ સવારે સિદ્ધાર્થ ઉઠી શક્યો નહીં તો માતાએ પુત્રીને ફોન કરીને બોલાવી અને ફેમેલી ડોક્ટરને પણ બોલાવવામાં આવ્યા હતા. ફેમેલી ડોક્ટરે સિદ્ધાર્થને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ સિદ્ધાર્થને કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news