India Post GDS Recruitment 2021: વગર પરીક્ષાએ મેળવો પોસ્ટ્સમાં નોકરી, 10 પાસ પણ કરો અરજી
India Post GDS Recruitment 2021: અહીં જણાવવામાં આવેલી માહિતી ઉમેદવારોએ કાળજીપૂર્વક વાંચવી. ઇન્ડિયા પોસ્ટ (India Post) માં નોકરી મેળવવાની સુવર્ણ તક છે. આ માટે (India Post GDS Recruitment 2021), ઇન્ડિયા પોસ્ટે ઉત્તર પ્રદેશ (યુપી) અને ઉત્તરાખંડ સર્કલ 3 હેઠળ ગ્રામીણ ડાક સેવક (GDS) ની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ પોસ્ટમાં નોકરી કરવા માટે રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો માટે India Postની સત્તાવાર વેબસાઈટ appost.in ની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકાશે. આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર 2021 છે.
આ સિવાય ઉમેદવારો સીધી આ લિંક ડાઉનલોડ કરી શકે છે
https://indiapostgdsonline.in/gdsonlinec3p9/reference.aspx પર ક્લિક કરીને પણ (India Post GDS Recruitment 2021) પર અરજી કરી શકો છો. સાથે આ લિંક
https://appost.in/gdsonline/Home.aspx આ લિંકના માધ્યમથી સત્તાવાર નોટીફિકેશન (India Post GDS Recruitment 2021) પણ મેળવી શકો છો.
આ ભર્તી (India Post GDS Recruitment 2021) પ્રક્રિયા અંતર્ગત કુલ 4845 જગ્યાઓ ભરવામાં આવશે.
India Post GDS Recruitment 2021 માટે મહત્વપૂર્ણ તારીખો
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ- 23 ઓગસ્ટ 2021
- ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ- 22 સપ્ટેમ્બર 2021
- India Post GDS Recruitment 2021 માટે ખાલી જગ્યાની વિગતો
- GDS (બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) અને દાવ સેવક) - 4845 પોસ્ટ્સ
- India Post GDS Recruitment 2021 માટે પાત્રતા અને માપદંડ
- કોઈપણ માન્યતા પ્રાપ્ત શાળા શિક્ષણ બોર્ડ દ્વારા હાથ ધરાયેલ ગણિત, સ્થાનિક ભાષા અને અંગ્રેજી (ફરજિયાત અથવા વૈકલ્પિક વિષયો તરીકે અભ્યાસ કરેલ) માં પાસ થયેલા ગુણ સાથે ઉમેદવારે 10 મું ધોરણ પાસ હોવું જોઈએ. ઉપરાંત, સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.
- India Post GDS Recruitment 2021 માટે વય મર્યાદા
- ઉમેદવારોની વય મર્યાદા 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ (સરકારી ધોરણો મુજબ અનામત વર્ગ માટે વય છૂટછાટ. EWS કેટેગરી માટે કોઈ વય છૂટછાટ નથી).
- India Post GDS Recruitment 2021 માટે અરજી ફી
- UR/OBC/EWS પુરૂષ/ટ્રાન્સ-મેન-રૂ. 100/-
- તમામ મહિલા / ટ્રાન્સ-મહિલા ઉમેદવારો, તમામ SC / ST અને તમામ PWD માટે કોઈ ફી નથી.
- India Post GDS Recruitment 2021 માટે પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી સ્વ -જનરેટ મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે.
- India Post GDS Recruitment 2021 માટે પગાર
- TRCA સ્લેબમાં 4 કલાક/સ્તર 1 માટે ન્યૂનતમ TRCA
BPM- રૂ .12,000/-
એબીપીએમ/પોસ્ટ સેવક - રૂ. 10,000/-
TRCA સ્લેબમાં 5 કલાક/સ્તર 2 માટે ન્યૂનતમ TRCA
BPM- રૂ. 14,500/-
ABPM/પોસ્ટ સેવક - રૂ. 12000/-
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે