કંગનાએ જાહેરમાં તોડી લીધું સોનમનું મોં, કારણ છે મજબૂત

વિકાસ બહેલ દ્વારા શારીરિક શોષણના મામલના આરોપના મામલે હિરોઇનો આવી ગઈ સામસામે

કંગનાએ જાહેરમાં તોડી લીધું સોનમનું મોં, કારણ છે મજબૂત

નવી દિલ્હી : ફેન્ટમ ફિલ્મ્સ કંપની બંધ થવાની ઘોષણા સાથે જ અનુરાગ કશ્યપ તેમજ વિક્રમાદિત્ય મોટવાનીએ 'ક્વિન'ના ડિરેક્ટર વિકાસ બહેલને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ પછી એક્ટ્રેસ કંગના રનૌતે વિકાસ દ્વારા કરાતા શારીરિક શોષણ વિશે તેને થયેલો અનુભવ જણાવ્યો હતો. કંગનાના અનુભવ વિશે પહેલી પ્રતિક્રિયા સોનમ કપૂરે આપી હતી. #Metoo અભિયાન અંગે સોનમ કપૂરને વિકાસ બહેલ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે આ સમગ્ર મામલો બહુ નિરાશાજનક છે. જો કે કંગનાની વાત આવી ત્યારે સોનમે કહ્યું કે કંગનાની વાતને ઘણીવાર સિરિયસલી લેવી મુશ્કેલ છે પણ જો આ વાત સાચી હોય તો યોગ્ય પગલાં લેવા જોઈએ. 

સોનમનું આ નિવેદન કંગનાને ગળે ઉતર્યું નથી. કંગનાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, “સોનમને આ અધિકાર કોણે આપ્યો કે તે મને જજ કરે? મેં મારી જે #Metoo સ્ટોરી શેર કરી છે તેના પર મને જજ કરવાનો અધિકાર સોનમને કોણે આપ્યો? સોનમ પાસે શું લાયસન્સ છે કે તે કઈ મહિલાઓ પર ભરોસો કરે અને કઈ પર નહિ. તે પોતાના પિતાના નામથી ઓળખાય છે અને મેં 10 વર્ષ મહેનત કરીને ઈન્ડસ્ટ્રીમાં મારી જગ્યા બનાવી છે. આ ફિલ્મી લોકોને મારા વિષે વાત કરવાનો અધિકાર કોણ આપે છે?”

કંગનાએ વિકાસ બહેલના વર્તન નિવેદન આપ્યું હતું કે '‘2014માં જ્યારે અમે ‘ક્વિન’નું શૂટિંગ કરતા હતા ત્યારે તે પરિણીત હોવા છતાં તે વારંવાર શેખી મારતો હતો કે તે રોજ નવીનવી છોકરી સાથે સંબંધ બનાવે છે. અમે જ્યારે મળતા ત્યારે મારી ગરદન પર ચહેરો રાખીને મને કસીને પકડતો અને મારા વાળ સુંઘતો. મારે બળપૂર્વક તેને હટાવવો પડતો હતો. તે કહેતો કે મને તારી સુગંધ ગમે છે. તે રોજ રાત્રે પાર્ટી કરતો હતો. તે મને રાત્રે જલ્દી સુઈ જવા માટે ટોણાં મારતો રહેતો હતો.’'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news