Gujarat Monsoo 2026: ચોમાસાની ભયાનક શરૂઆત સાથે જ ગુજરાત પર ભારે વરસાદી સંકટ ઘેરાયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે NDRFની 06 બટાલિયન દ્વારા સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને સંવેદનશીલ વિસ્તારોમાં બચાવ ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે.
Surat Rain: તંત્રના વાંકે અને પાપે પૂરની તબાહી વેઠ્યા બાદ ડાયમંડ સિટી સુરત પર ફરી મેઘતાંડવનું સંકટ ઘેરાયું છે. 'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિ વચ્ચે માત્ર 1થી 2 ઈંચના ધીમા વરસાદે જ સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવી દીધા છે. ઉધનાથી લઈને વેસુ અને લિંબાયતથી લઈને કડોદરા સુધી, સમગ્ર સુરત શહેર વરસાદી પાણી અને ગટરની દુર્ગંધમાં ગરકાવ થઈ ગયું છે. કરોડપતિ પાલિકાના પોકળ દાવાઓ વચ્ચે ખાડીપૂરનો ખતરો ફરી સુરતીઓના માથે તોળાઈ રહ્યો છે.
Gujarat Monsoon 2026: દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તાપીના વાલોડમાં વરસ્યો 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે વલસાડના ઉમરગામમાં પણ 2.5 ઈંચ વરસાદ વરસ્યો. રાજ્યના 16 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ પડ્યો. સુરતમાં ફરી એકવાર થોડા વરસાદમાં પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે. વહેલી સવારે માત્ર 2 ઈંચ વરસાદમાં ઉધના પાણી પાણી થયું. સુરતના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા. ઉધના-નવસારી રોડ પણ પાણી પાણી થયો છે. રાજકોટના ઉપલેટામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે.
Surat Flood Disaster Heavy Rain Rescue Operation: આજે ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. રાજ્યભરમાં મેઘરાજાએ ફૂલ ફોર્મમાં બેટિંગ કરી છે. દક્ષિણથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી, અનેક વિસ્તારોમાં જળતાંડવ જેવી સ્થિતિ છે. સતત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને લોકોની મુશ્કેલી પણ વધી છે. આખરે મેઘરાજાની મહેર બાદ કેવી છે રાજ્યભરમાં સ્થિતિ અને ક્યાં લોકોની પડી રહી છે હાલાકી.
Surat HeavyRains: સ્માર્ટ સિટી સુરત પાણી-પાણી થઈ ગયું. શહેરના મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું. કતારગામ, વરાછા, રાંદેર, વેસુ અને પૂણા પાટિયા જેવા પોશ અને સામાન્ય વિસ્તારો ટાપુમાં ફેરવાઈ ગયા. શહેરની મુખ્ય સમસ્યા ખાડી પૂરની છે ત્યારે અત્યારે બે ખાડી ભયજનક સપાટી પર વહી રહી છે. બે દિવસ દરમિયાન વીજકરંટ લાગતા, ઝાડ પડતા અને વીજળી પડવાના કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યો છે.
School Holiday: સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરતા સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. માત્ર 8 કલાકમાં ખાબકેલા 10 ઈંચ જેટલા ભારે વરસાદને કારણે ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવતીકાલે શાળાઓમાં રજાની જાહેરાત કરવામાં આવી છે.
Gujarat Rain: સુરત જિલ્લામાં મોડી રાત્રે કુદરતે એવો કહેર વરસાવ્યો કે ખેડૂતોની મહિનાઓની મહેનત પળવારમાં પાણીમાં વહેતી જોવા મળી. ગાજવીજ, વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે આવેલા ધોધમાર વરસાદે ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. કાપણી માટે તૈયાર ઉભેલા ડાંગર, મગ અને તલના પાક પર કુદરતની આ અચાનક આફત તૂટી પડી છે. વાંચો આફતના વરસાદનો આ ખાસ અહેવાલ.
Surat Rain: સુરતમાં સતત પડી રહેલા વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોના ઘરો અને દુકાનોમાં પાણી પહોંચી ગયા છે. બીજીતરફ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.
Surat Rain : આ દ્રશ્યો છે સ્માર્ટ સિટી કહેવાતા સુરતના.... જ્યાં ધોધમાર વરસાદ પડતાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા દ્રશ્યો સર્જાયા.... હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે ત્યાં સુરત શહેરના આ હાલ થયા... ત્યારે આગળ શું થશે તે સવાલ ઉઠી રહ્યો છે... જુઓ તો ખરા... ક્યાંક કમર સુધી પાણી ભરાયા છે તો ક્યાંક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે... આ દ્રશ્યોએ તો મનપાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી....
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે જણાવ્યું કે, ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. અલ નીનોના કારણે સિસ્ટમ સક્રિય થશે. અંબાલાલ પટેલે હવે ડિસેમ્બરના બાકીના દિવસો અને નવા વર્ષની શરૂઆતના દિવસો કેવા રહેશે તે અંગેની આગાહી કરી દીધી છે. અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ઠંડી અનેજાન્યુઆરીમાં ગુજરાતનું કેવું વાતાવરણ રહેશે તે અંગેનો ચિતાર રજૂ કરી દીધો છે.
Surat Rains:ચોમાસાની સિઝન પુરી થવાની તૈયારીમાં છે, ત્યારે સુરતમાં આજે ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આજે મંગળવારે બપોરે કેટલાય વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું: આજે દિવસ દરમિયાન માત્ર કચ્છના રાપર તાલુકામાં જ ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો, વરસાદ પ્રભાવિત ૯ જિલ્લામાં કુલ ૧૬,૩૬૦થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું; અત્યાર સુધીમાં કુલ ૧૦૭૯ લોકોને રેસક્યું કરાયા, અસરગ્રસ્ત વિસ્તારોના ૧૭,૨૪૨ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો; ૧૭,૧૪૯ ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો.
ચેતન પટેલ/સુરત: જય શ્રી રામ લોકોને વરસાદમાં ભીજવાથી પણ બચાવશે. સાંભળીને આશ્ચર્ય થશે કે જય શ્રી રામ અને વરસાદનું શું કનેક્શન હોઈ શકે, તો અમે તમને જણાવવા માંગીશું કે સુરત જ નહિ પરંતુ ઓસ્ટ્રેલિયા અને યુએસમાં ખાસ જય શ્રી રામ લખેલી કસ્ટમાઇઝ છત્રીની ડિમાન્ડ વધી ગઈ છે. એક આર્ટિસ્ટે બનાવેલી જય શ્રી રામ લખેલી છત્રી હાલ વિદેશમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. લોકો વિદેશમાં બેસીને આ છત્રીની ડિમાન્ડ કરી રહ્યા છે. આ છત્રી લઈને કોઈપણ નીકળે છે તો લોકો તેને જય શ્રી રામ ચોક્કસથી કહે છે.
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સમગ્ર સરકાર તમામ ગુજરાતીઓની પડખે છે,તમામ મદદ માટે તત્પર છે. કોઇએ પણ કોઇપણ સ્થિતિમાં ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી તેમ ગુજરાત સરકાર વતી મંત્રીએ નાગરિકોને વિશ્વાસ અપાવ્યો હતો.
આજે બપોરથી 12 વાગ્યાથી પાણી છોડવાની શરૂઆત કરાશે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે. જેથી કરીને નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
આખા ગામમાં નજર કરો ત્યાં પાંચ ફૂટ જેટલા પાણી ભરાયેલા દેખાઈ રહ્યાં છે. ગઈકાલે સુરતના પર્વતગામ અને ઘોદ્રામાંથી 800થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું