જ્હાન્વીની એક જ ભૂલ અને સારાને મોટો ફાયદો!, હવે જીંદગીભરનો પસ્તાવો

રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ સિમ્બાને લઈને ખુબ ચર્ચાઓ છે. જ્યારેથી આ ફિલ્મની જાહેરાત થઈ છે ચારેબાજુ તેની જ ચર્ચા છે. સિમ્બા ફિલ્મમાં પહેલીવાર રણવીર અને રોહિત શેટ્ટી સાથે કામ કરી રહ્યાં છે.

જ્હાન્વીની એક જ ભૂલ અને સારાને મોટો ફાયદો!, હવે જીંદગીભરનો પસ્તાવો

રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ સિમ્બાને લઈને ખુબ ચર્ચાઓ છે. જ્યારેથી આ ફિલ્મની જાહેરાત થઈ છે ચારેબાજુ તેની જ ચર્ચા છે. સિમ્બા ફિલ્મમાં પહેલીવાર રણવીર અને રોહિત શેટ્ટી સાથે કામ કરી રહ્યાં છે. આ તેલુગુ ફિલ્મ ટેમ્પરની હિંદી રીમેક હશે. આ ફિલ્મને લઈને એકવાર ફરીથી ચર્ચા થઈ રહી છે પરંતુ આ વખતે રણવીર નહીં પરંતુ જહાન્વી કારણભૂત છે.

હકીકતમાં ફિલ્મને લઈને અનેક દિવસો સુધી રણવીર સિંહ સામે મુખ્ય ભૂમિકામાં કઈ હીરોઈન હશે તે અંગે અફવાઓનું બજાર ગરમ હતું. પહેલીવાર એવા અહેવાલો આવ્યાં કે ફિલ્મમાં રણવીરની સામે જ્હાનવી કપૂર જોવા મળશે પરંતુ ત્યારબાદ ફિલ્મમાં સેફની પુત્રી સારા અલી ખાન જામી ગઈ. હે જ્હાન્વીના હાથમાંથી આ ફિલ્મ કેમ સરકી ગઈ તેનું કારણ સામે આવી રહ્યું છે.

મુંબઈ મિરરના એક અહેવાલ મુજબ જ્હાનવીની જ ભૂલના કારણે આ ફિલ્મ તેના હાથમાંથી ગઈ. સિમ્બાની સ્ક્રિપ્ટ જ્હાન્વી અને સારા બંનેને સંભળાવવામાં આવી હતી. પરંતુ રોહિતની પહેલી પસંદ તો જ્હાન્વી જ હતી. આમ છતાં જ્હાન્વીએ એવી ખબર લીક કરી નાખી કે સિમ્બા તેને ઓફર થઈ છે. ફિલ્મમાં લીડ હીરોઈન અંગે મેકર્સે કોઈ અભિનેત્રીને ફાઈનલ નહતી કરી આ ત્યારની વાત છે.

એટલે સુધી કે જ્હાન્વીએ ફિલ્મ સાઈન કરી તે પહેલા જ કહેવાનું શરૂ કરી દીધુ કે તે રણવીર જેવા બિગ સ્ટાર સામે કામ કરવાને લઈને નર્વસ છે. સ્પષ્ટ છે કે રોહિતને જ્હાન્વીનું આવું અનપ્રોફેશનલ વર્તન ન જ ગમે અને ત્યારબાદ તેણે જ્હાન્વનીને બહારનો રસ્તો દેખાડી દીધો અને તેની જગ્યાએ પ્રોજેક્ટમાં સારાની એન્ટ્રી થઈ ગઈ. સારા માટે આ ફિલ્મ ખુબ જ મહત્વપૂર્ણ છે.

પહેલા સારા કેદારનાથ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી હતી પરંતુ ડાઈરેક્ટર અને પ્રોડ્યુસર્સની વચ્ચે ઝગડાના કારણે આ ફિલ્મ અટકી ગઈ. જ્યારે જ્હાન્વી શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર સાથે ધડક ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે. હવે એ તો જ્હાન્વી માટે ખરેખર મોટી ભૂલ જ કહેવાય કે કેરિયરની શરૂઆતમાં જ આટલા મોટા પ્રોજેક્ટની ફિલ્મ હાથમાંથી જતી રહેતા તે નિરાશ થઈ ગઈ હોય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news