શ્રીદેવીની અણધારી વિદાય, નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ

બોલિવૂડની અભિનેત્રી શ્રીદેવીનું 54 વર્ષની વયે દુબઈમાં શનિવારે મોડી રાતે નિધન થયું. શ્રીદેવીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કર્યો છે.

શ્રીદેવીની અણધારી વિદાય, નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ

નવી દિલ્હી: બોલિવૂડની અભિનેત્રી શ્રીદેવીનું 54 વર્ષની વયે દુબઈમાં શનિવારે મોડી રાતે નિધન થયું. શ્રીદેવીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ શ્રીદેવીના અચાનક દુનિયામાંથી અલવિદા થવા પર શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યું કે વિખ્યાત અભિનેત્રી શ્રીદેવીના અકાળે અવસાન થવાથી દુ:ખી છું. તેઓ ફિલ્મ જગતની એક એવી અભિનેત્રી હતી જેમણે પોતાના કેરિયરમાં અનેક અલગ અલગ કિરદારો નિભાવ્યાં અને યાદગાર પરફોર્મન્સ આપ્યાં. દુ:ખની આ ઘડીમાં મારી સાંત્વના તેમના પરિવાર સાથે છે. તેમની આત્માને શાંતિ મળે.

રામનાથ કોવિંદે લખ્યું કે ફિલ્મસ્ટાર શ્રીદેવીના નિધનના ખબરથી સાંભળીને હું સ્તબ્ધ છું. તેમણે પોતાના લાખો ફેન્સના હ્રદયભગ્ન કર્યાં. લમ્હે, ઈંગ્લિશ વિંગ્લિશ જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકા બીજા કલાકારો માટે પ્રેરણાદાયી છે. મારી સાંત્વના તેમના પરિવાર અને તેમના નજીકના લોકો સાથે છે.

Sridevi, Sridevi Death, Narendra Modi, Ram Nath Kovind, Bollywood, श्रीदेवी, नरेंद्र मोदी, रामनाथ कोविंद

શ્રદેવી એક કૌટુંબિક લગ્ન સમારોહમાં સામેલ થવા માટે દુબઈ ગઈ હતી. શ્રીદેવીનું મોત કાર્ડિયાક અરેસ્ટથી થયું. મોત વખતે તેની નાની પુત્રી તેની સાથે હતી. બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના નિધનથી ફિલ્મ જગતમાં શોકની લહેર છે. નેહા ધૂપિયાએ લખ્યું છે કે આપણી આપણા સૌથી બહેતરીન કલાકારને ગુમાવ્યાં. જેકલિન ફર્નાન્ડિસે લખ્યું કે એક આઈકન બહુ જલદી જતી રહી. બહુ જલદી. પ્રિટી ઝિન્ટાએ લખ્યું કે ભગવાન શ્રીદેવીના આત્માને શાંતિ આપે. પ્રિયંકા ચોપરાએ ટ્વિટ કરીને લખ્યું કે શ્રીદેવીને પ્રેમ કરનારાઓને સાંત્વના.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news