કરિના, આલિયા, જહાન્વી, રણવીર, વિક્કી કૌશલ અને અનિલ કપૂર...આ બધા એકસાથે !

કરણ જોહરની TAKHTની આ છે સ્ટાકાસ્ટ અને વાર્તા પણ છે ખાસ

Updated: Aug 9, 2018, 12:50 PM IST
કરિના, આલિયા, જહાન્વી, રણવીર, વિક્કી કૌશલ અને અનિલ કપૂર...આ બધા એકસાથે !

નવી દિલ્હી : બોલિવૂડના લોકપ્રિય ફિલ્મમેકર કરણ જોહરે પોતાનીા આગામી ફિલ્મ 'તખ્ત'ની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મનું ડિરેક્શન કરણ જોહર પોતે કરશે અને એને ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવશે. કરણ જોહરની આ ફિલ્મમાં કરિના કપૂર ખાન, આલિયા ભટ્ટ, જાન્હવી કપૂર, રણવીર સિંહ, અનિલ કપૂર અને વિક્કી કૌશલ જેવા સ્ટાર્સ કામ કરશે. કરણ જોહરની આ ફિલ્મની વાર્તા મુઘલો પર આધારિત હશે પણ એનો પાયો સિંહાસન માટે બે ભાઈઓની લડાઈ હશે. 

કરણ જોહરે પોતે આ ફિલ્મનું એલાન ટ્વિટર પર કર્યું છે. કરણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, 'ઇતિહાસ સાથે જોડાયેલી આ એક અવિશ્વસનીય વાર્તા છે. રાજસી મુઘલ સિંહાસન માટે એક મહાકાવ્ય લડાઈ......વાર્તા એક પરિવારની, મહત્વાંકાંક્ષાની, લાલચની, વિશ્વાસઘાતની, પ્રેમની અને વારસાની..'.

આ સિવાય કરણ જોહરે ટ્વીટ કરીને ફિલ્મની સ્ટારકાસ્ટની પણ જાહેરાત કરી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ફિલ્મમાં રણવીર સિંહ અને વિક્કી કૌશલ ભાઈઓના રોલમાં જોવા મળશે જ્યારે કરીના કપૂર બનશે રણવીરની બહેન. આ ફિલ્મની વાર્તા શાહજહાં અને મુમતાઝના બાળકોની આસપાસ આકાર લેશે. આ ફિલ્મ 2020માં રિલીઝ થશે. 

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...