Street Dancer 3D Song Video: સ્ટ્રીટ ડાન્સર 3ડી ફિલ્મનું ગીત મુકાબલા રિલીઝ, પ્રભુદેવાનો ડાન્સ જોઇ રહી જશો દંગ

Street Dancer 3D Song Muqabla: સ્ટ્રીટ ડાન્સ 3ડી ફિલ્મના વધુ એક ગીત મુકાબલા નો વીડિયો રિલીઝ થયો છે. આ વીડિયો જોતાં પ્રભુદેવાના (Prabhu deva) ડાન્સ પર તમે આફરીન થઇ જશો. 

Street Dancer 3D Song Video: સ્ટ્રીટ ડાન્સર 3ડી ફિલ્મનું ગીત મુકાબલા રિલીઝ, પ્રભુદેવાનો ડાન્સ જોઇ રહી જશો દંગ

નવી દિલ્હી : ભારતના માઇકલ જેક્સન કહેવાતા ડાન્સર પ્રભુદેવાનું (Prabhu Deva) એક એક મુવ ડાન્સ રસિકો માટે આઇડલ હોય છે. વર્ષો બાદ આજે પણ એમનું મુકાબલા ગીત પાર્ટીમાં જાન લાવી રહ્યું છે. આ સંજોગોમાં ફરી એકવાર પ્રભુદેવા ડાન્સર તરીકેના પોતાના જુના અવતારમાં પરત આવ્યો છે. આગામી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડી (Street Dancer 3D) નું ધમાકેદાર મુકાબલા ગીત રિલીઝ કરાયું છે. જેમાં ફરી એકવાર પ્રભુદેવાએ ઉત્કૃષ્ઠ ડાન્સ કર્યો છે. 

તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જે ઘણું પસંદ થઇ રહ્યું છે. હવે મુકાબલા ગીતના પ્રભુદેવાના ડાન્સે સૌને ચોંકાવી દીધા છે. આ ગીત ફિલ્મના લીડ હીરો વરૂણ ધવન પર નહીં પરંતુ ગીતના ઓરિજીનલ સ્ટાર પ્રભુદેવા પર ફિલ્માવાયું છે. ગીતમાં વરૂણ ધવન પર દેખાય છે પરંતુ પ્રભુદેવાના સહયોગીના રૂપમાં. જુઓ ડાન્સ

તમને જણાવીએ કે આ ગીત 1994માં આવેલી તમિલ ફિલ્મ કાથલનનું છે. આ ફિલ્મને હિન્દીમાં હમસે હૈ મુકાબલા નામથી રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મના મોટા ભાગના ગીતો ઘણા હીટ રહ્યા હતા. ફિલ્મનો હીરો પ્રભુદેવા હતો. આ ફિલ્મથી પ્રભુદેવાને બોલીવુડમાં ઓળખ મળી હતી. 

સ્ટ્રીટ ડાન્સર 3ડી ફિલ્મ વર્ષ 2013 માં રિલીઝ થયેલી ફિલ્મ એબીસીડીની ત્રીજી સિકવલ છે. એનો બીજો પાર્ટ 2015માં રિલીઝ થયો હતો. સ્ટ્રીટ ડાન્સર 3ડી ફિલ્મમાં જુના કલાકારોની સાથે જાણીતા ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહીની પણ એન્ટ્રી થઇ છે. ફિલ્મનુ નિર્દેશન જાણીતા કોરિયોગ્રાફર અને નિર્દેશક રેમો ડિસૂજાએ કર્યું છે. આ ફિલ્મ ટી સિરીઝના બેનર નીચે રિલીઝ થઇ રહી છે. ફિલ્મ 24 જાન્યુઆરીએ રિલીઝ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news