વાસણા બેરેજ ખાતે સુએઝ વોટરના રીયુઝ પ્લાન્ટનું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે લોકાર્પણ

મુખ્યમંત્રીએ(Chief Minister) રીયુઝ પ્લાન્ટનું(Reuse Plant) લોકાર્પણ કરતા જણાવ્યું કે, "સાણંદ, દસક્રોઈ અને બાવળા તાલુકાના ખેડૂતોને ફતેહવાડી કેનાલથી સિંચાઇનું(Irrigation) પાણી મળે છે, પરંતુ ફતેહવાડી કેનાલમાં સતત પાણી છોડી શકાતું ન હતું. મુખ્યમંત્રી બન્યો ત્યારથી કેબિનેટમાં(Cabinet) સતત એક મુદ્દો આવતો કે ફતેહવાડી કેનાલમાં પાણી છોડો, પરંતુ સરકારની મર્યાદા હતી. જે-તે સમયે નર્મદા બંઘમાં(Narmada Dam) પાણી સીમિત પાણી હોવાના કારણે આ માગણી પૂરી થઇ શકતી નહોતી."

વાસણા બેરેજ ખાતે સુએઝ વોટરના રીયુઝ પ્લાન્ટનું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે લોકાર્પણ

બ્રિજેશ દોશી/ અમદાવાદઃ અમદાવાદ(Ahmedabad) જિલ્લાના ખેડૂતોને બારેમાસ પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ(CM Vijay Rupani) આજે વાસણા બેરેજ(Vasna Barage) ખાતે સુએઝ વોટરના રીયુઝ(Suez Water Reuse) માટેના પ્લાન્ટનું લોકાર્પણ(Innogration) કર્યું હતું. શહેરી વિસ્તારોમાં સુએઝ વોટરનું શુદ્ધિકરણ(Suez Water Prification) કરીને પાણીનો ફરી ઉપયોગ કરવાની પણ રાજ્ય સરકારે નીતિ બનાવી છે. જેનું અમલીકરણ અમદાવાદમાં કરવામાં આવ્યું છે. હવે, અમદાવાદના સાણંદ, દસક્રોઇ અને બાવળા તાલુકાના ખેડૂતોને સિંચાઇ માટે સતત પાણી મળતું રહેશે. 

મુખ્યમંત્રીએ(Chief Minister) રીયુઝ પ્લાન્ટનું(Reuse Plant) લોકાર્પણ કરતા જણાવ્યું કે, "સાણંદ, દસક્રોઈ અને બાવળા તાલુકાના ખેડૂતોને ફતેહવાડી કેનાલથી સિંચાઇનું(Irrigation) પાણી મળે છે, પરંતુ ફતેહવાડી કેનાલમાં સતત પાણી છોડી શકાતું ન હતું. મુખ્યમંત્રી બન્યો ત્યારથી કેબિનેટમાં(Cabinet) સતત એક મુદ્દો આવતો કે ફતેહવાડી કેનાલમાં પાણી છોડો, પરંતુ સરકારની મર્યાદા હતી. જે-તે સમયે નર્મદા બંઘમાં(Narmada Dam) પાણી સીમિત પાણી હોવાના કારણે આ માગણી પૂરી થઇ શકતી નહોતી."

સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, "હવે સુએઝ પાણીના પુનઃઉપયોગથી ખેડૂતોને સતત 160 ક્યુસેક પાણી મળતું રહેશે. જેનાથી હાલ 12 હજાર હેકટર વિસ્તારને સિંચાઇ માટે પાણી મળશે. આગામી દિવસોમાં કુલ 33 હજાર હેક્ટર વિસ્તારને સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ કરાવાશે. ખેડૂતોને રવિ પાક માટેની સમસ્યા દૂર થશે. ખેડૂતોની આવક બમણી કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે અને તે માટે રાજ્ય સરકાર પણ કામ કરી રહી છે."

મુખ્યમંત્રીએ સુએઝ પાણીના પુનઃઉપયોગની સરકારની નીતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, " રાજ્યના 8 મહાનગરોમાં સુએઝ વોટરનો પુનઃઉપયોગ કરવા માટે સરકારનું આયોજન છે. આ તમામ જગ્યાએ 70 ટકાથી વધુ પાણીનો પુનઃઉપયોગ થઇ શકે તે માટે સરકાર પ્રયાસરત છે. ઇઝરાયેલમાં સુએઝ વોટરનો 100% પુનઃઉપયોગ થાય છે. ગુજરાતમાં હંમેશા પાણીની અછત રહી છે ત્યારે પાણીના સંગ્રહ, સંચય અને પુનઃઉપયોગથી આ સમસ્યા દૂર કરવી છે."

જુઓ વીડિયો.....

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આ પ્રસંગે જણાવ્યું કે, "ફતેહવાડી કેનાલમાં સિંચાઇનું પાણી પુરતા પ્રમાણમાં મળતું ન હતું, જેના કારણે ખેડૂતોમાં નારાજગી હતી. હવે રૂ.1 કરોડની આ સુએઝ વોટરનું રિસાઈકલિંગ કરીને તેના પાણીના પુનઃઉપયોગની યોજનાથી ખેડૂતોને 80 કરોડ રૂપિયાનો લાભ થશે અને કોઇપણ પાક નિષ્ફળ નહિ જાય."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news