સુનિલ શેટ્ટીની પુત્રીના દિલ પર રાજ કરે છે આ હેન્ડસમ ક્રિકેટર, બંને એકમેકના પ્રેમમાં ગળાડૂબ!

લાંબા સમયથી ક્રિકેટર કે એલ રાહુલ અને સુનિલ શેટ્ટીની પુત્રી તથા અભિનેત્રી અથિયા શેટ્ટીના ડેટિંગના સમાચારો આવતા હતા. આ બધા વચ્ચે રાહુલના બર્થડે પર આથિયાએ રાહુલ સાથે તસવીરો શેર કરીને તેને બર્થડે વિશ કર્યું છે. 

Updated By: Apr 19, 2021, 08:52 AM IST
સુનિલ શેટ્ટીની પુત્રીના દિલ પર રાજ કરે છે આ હેન્ડસમ ક્રિકેટર, બંને એકમેકના પ્રેમમાં ગળાડૂબ!

મુંબઈ: લાંબા સમયથી ક્રિકેટર કે એલ રાહુલ અને સુનિલ શેટ્ટીની પુત્રી તથા અભિનેત્રી અથિયા શેટ્ટીના ડેટિંગના સમાચારો આવતા હતા. આ બધા વચ્ચે રાહુલના બર્થડે પર આથિયાએ રાહુલ સાથે તસવીરો શેર કરીને તેને બર્થડે વિશ કર્યું છે. 

18 એપ્રિલના રોજ કે એલ રાહુલનો બર્થડે હતો.  ખાસ અવસરે તેને ઢગલો શુભેચ્છાઓ પણ મળી.. રાહુલની કથિત ગર્લફ્રેન્ડ અથિયા શેટ્ટીએ તસવીર શેર કરીને બર્થડે વિશ કર્યું. અથિયાએ કહ્યું કે તે પોતાના જીવનમાં રાહુલ હોવા બદલ આભારી છે. 

આથિયાએ આ ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. જેમાં અભિનેત્રી કે એલ રાહુલ સાથે મિરર સેલ્ફી લઈ રહી છે. બંને પોઝ આપતા જોવા મળી રહ્યા છે. 

ફોટો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે હું તમારી આભારી છું, હેપી બર્થડે. અભિનેત્રીએ કેપ્શન સાથે કેક ઈમોટિકોન અને એક હાર્ટ ઈમોજી પણ શેર કરી છે. રાહુલ અને અથિયાએ સોશિયલ મીડિયા પર સતત પ્રેમ દર્શાવ્યો છે. જો કે બંનેએ ક્યારેય પોતાના સંબંધની અધિકૃત જાહેરાત કરી નથી. 

ગત વર્ષે પણ રાહુલના બર્થડે પર અથિયાએ તેની સાથે પોતાની તસવીર શેર કરીને બર્થડે વિશ કર્યું હતું. ત્યારબાદ જ બંનેના સંબંધ પર મહોર લાગી હતી. 

Viral: કોરોનાકાળમાં દર્દીની સારવાર કરવાની જગ્યાએ ગાળો ભાંડવા લાગ્યા ડોક્ટર, Video જોઈને હચમચી જશો

કોરોનાનો ખાતમો હવે નજીક!, બજારમાં આવી ગઈ એવી દવા...4 દિવસમાં વાયરસને પછાડવાનો દાવો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube