SBI Alert: બેંકે પોતાના 45 કરોડ ગ્રાહકોને કર્યા સાવધાન ! મોબાઈલમાં આ માહિતી સેવ કરી તો ખાતું થશે ખાલીખમ!

SBI Alert: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પોતાના 45 કરોડ ગ્રાહકોને સાવધાન કર્યા છે.

SBI Alert: બેંકે પોતાના 45 કરોડ ગ્રાહકોને કર્યા સાવધાન ! મોબાઈલમાં આ માહિતી સેવ કરી તો ખાતું થશે ખાલીખમ!

નવી દિલ્હી SBI Alert: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પોતાના 45 કરોડ ગ્રાહકોને સાવધાન કર્યા છે. ઓનલાઈન બેંકિંગથી સુવિધાઓ સારી જરૂર થઈ પરંતુ તેણે ખાતાધારકો માટે નવી મુશ્કેલીઓ પણ ઊભી કરી છે. દેશમાં ઝડપથી વધી રહેલા ડિજિટલ ફ્રોડને લઈને બેંક્સ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પણ સમયાંતરે પોતાના ગ્રાહકોને અલર્ટ જાહેર કરતા રહે છે. 

વધતા બેંકિંગ ફ્રોડ પર SBI એ સાવધ કર્યા
SBI એ ફરીથી એકવાર પોતાના ગ્રાહકોને ઝડપથી વધતા બેંકિંગ ફ્રોડ અંગે સાવધ કર્યા છે. આજકાલ બેંકિંગ સુવિધાઓ એપ દ્વારા મોબાઈલથી જ થઈ રહી છે. પરંતુ જો તમે પણ એવા લોકોમાં સામેલ છો જે પોતાની  બેંકિંગ સંબધિત જાણકારીઓ મોબાઈલમાં સેવ કરીને રાખે છે તો તમારા માટે ખતરાની ઘંટી છે. 

SBI એ અલર્ટ જારી કર્યું
SBI તરફથી કહેવાયું છે કે દેશભરમાં ઝડપથી વધી રહેલા ફ્રોડના કેસથી સાવધાન રહેવાની જરૂર છે. ગ્રાહકોએ ક્યારેય પોતાની બેંક સંબંધિત જાણકારીઓ મોબાઈલમાં સેવ કરીને રાખવી જોઈએ નહીં. SBI એ સાવચેત કર્યા કે જો તમે તમારા બેંકિંગ PIN, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડની જાણકારી અને તેમના પાસવર્ડ, CVV વગેરે મોબાઈલમાં સેવ કરીને રાખતા હોવ જેથી કરીને તેનો સરળતાથી ઉપયોગ કરી શકાય તો તે તમારી સૌથી મોટી ભૂલ છે. આવું ક્યારેય કરવું નહીં. 

આ તમામ જાણકારીઓ તમારા મોબાઈલમાંથી તરત હટાવી નાખો. જો આમ નહીં કરો તો ઓનલાઈન ફ્રોડ થવાની આશંકા છે. SBI એ કહ્યું કે ગ્રાહકો આવી ભૂલ ક્યારેય ન કરે. જેનાથી તેમનું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય. ક્યારેય તમારા બેંક એકાઉન્ટ અને ઓનલાઈન બેંકિંગ સંબંધિત જાણકારી ફોનમાં સેવ કરીને ન રાખો. 

આવી ભૂલ ક્યારેય ન કરો
1. SBI એ કહ્યું છે કે જો તમે તમારા મોબાઈલમાં સંવેદનશીલ બેંકિંગ જાણકારીઓ સેવ કરીને રાખશો તો આ જાણકારીઓ લીક થઈ શકે છે. 
2. આ ઉપરાંત એટીએમ કાર્ડનો ખુબ જ સાવધાનીથી ઉપયોગ કરો. ATM નંબર, પાસવર્ડ અને CVV ની જાણકારી કોઈની પણ સાથે શેર ન કરો. તમારું ATM કાર્ડ કોઈને પણ ઉપયોગ કરવા ન આપો. 
3. SBI એ પોતાના ગ્રાહકોને કહ્યું છે કે બેંકિંગ માટે પબ્લિક ઈન્ટરનેટ (જાહેરમાં ચાલતા વાઈફાઈ)નો ઉપયોગ ક્યારેય ન કરો. તે સુરક્ષિત નથી. તેમાં તમારી અંગત જાણકારીઓ લીક થવાનો ખતરો રહે છે. તેનાથી તમારી સાથે ફ્રોડ પણ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news