Sara Ali Khan એ ફ્લાઈટમાં એવું કામ કર્યું કે બધા ચોંકી ગયા, જુઓ Video 

સૈફ અલી ખાનની  પુત્રી સારા અલી ખાન હાલ ખુબ ચર્ચામાં છે. કારણ છે તેનો એક વીડિયો. ફ્લાઈટમાં સારા અલી ખાન કઈક એવું કામ કરતી જોવા મળી કે તે હવે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગઈ છે અને નેટિઝન્સ તેના ખોબલે ખોબલે વખાણ કરી રહ્યા છે. 

Sara Ali Khan એ ફ્લાઈટમાં એવું કામ કર્યું કે બધા ચોંકી ગયા, જુઓ Video 

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન હાલમાં જ દિલ્હી એરપોર્ટ પર જોવા મળી. હંમેશાની જેમ આ વખતે પણ સારાએ પોતાની સ્ટાઈલ અને ખુબસુરતીથી બધાના મન જીતી લીધા. જો કે સારા આ ઉપરાંત પણ એક એવી ક્વોલિટી ધરાવે છે જેના કારણે તે ફેન્સના હ્રદય પર રાજ કરે છે. અને તે છે તેનો તેના ફેન્સ માટેનો પ્રેમ અને સારો વર્તાવ. સારા અનેકવાર ફેન્સ સાથે એકદમ સારી રીતે ઈન્ટરેક્ટ કરતી જોવા મળી છે. હાલ સારા જે કારણે ચર્ચામાં છે તે છે તેનો ફ્લાઈટનો એક વીડિયો. ફ્લાઈટમાં સારા કઈક એવુ કરતી જોવા મળી કે તે હવે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે અને નેટિઝન્સ તેના વખાણ કરી રહ્યા છે. 

વાત જાણે એમ છે કે સારા અલી ખાનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ફ્લાઈટમાં જોવા મળી રહી છે. આ દરમિયાન જ્યારે એક એટેન્ડન્ટ સારાને સેલ્ફી લેવાનું કહે છે તો સારા તેની ના પાડતી નથી અને અલગ અલગ એંગલથી ફેનને સેલ્ફી આપવા લાગે છે. ત્યારબાદ સારા જઈને પોતાની સીટ પર બેસી જાય છે. ફેન્સને સારાનું આ વર્તન ખુબ સારું લાગે છે. એક યૂઝરે સારાના આ વીડિયો પર કમેન્ટ કરતા કહ્યું કે- કેટલી ડાઉન ટુ અર્થ છે, તો અન્ય એક યૂઝરે લખ્યું કે આ કેટલી પ્યારી છે. તમે પણ જુઓ આ વીડિયો....

— Crazy 4 Bollywood 💙 (@crazy4bolly) October 12, 2022

સારાના અંગત જીવનની વાત કરીએ તો સારા અલી ખાન અને ક્રિકેટર શુભમન ગિલ વચ્ચે અફેરની ખબરો આવી રહી છે. જો કે આ અંગે હાલ તો બંનેએ ચૂપ્પી સાંધી છે. જો કે ડેટિંગની ખબરો વચ્ચે સારા અને શુભમન એક સાથે સ્પોટ થયા. મીડિયા રિપોર્ટ્સ મુજબ દિલ્હીમાં બંને એક સાથે જોવા મળ્યા. દિલ્હી આવતી ફ્લાઈટમાં સારા અને શુભમન જોવા મળ્યા. હવે બંનને એક સાથે જોયા બાદ ફેન્સ ખુબ એક્સાઈટેડ છે. લોકોને સારા અને શુભમનના અફેરની ખબરો પર વિશ્વાસ પણ આવી રહ્યો છે. પરંતુ તેમાં સચ્ચાઈ શું છે તે તો સારા અને શુભમન જ જાણે. આ સિવાય વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા જલદી વરુણ ધવન સાથે ફિલ્મ 'બવાલ'માં જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news