Tandav મેકર્સને સુપ્રીમ કોર્ટે કરી ટકોર, ધરપકડ પર રોક લગાવવાથી કર્યો ઇનકાર
એમઝોન પ્રાઇમની વેબ સિરીઝ 'તાંડવ'ના નિર્દેશક અલી અબ્બાસ ઝફર અને અન્ય વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં ગુનાહિત ફરિયાદ નોંધવામાં આવી છે. તેને રદ કરવાનો ભલામણ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે એટલે બુધવારના સુનાવણી થઈ
Trending Photos
નવી દિલ્હી: એમઝોન પ્રાઇમની વેબ સિરીઝ 'તાંડવ'ના નિર્દેશક અલી અબ્બાસ ઝફર અને અન્ય વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં ગુનાહિત ફરિયાદ નોંધવામાં આવી છે. તેને રદ કરવાનો ભલામણ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે એટલે બુધવારના સુનાવણી થઈ.
એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ તાંડવથી હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને કથિત રીતે ઠેસ પહોંચવાને લઇને ફરિયાદ નોંધાવી છે. અલી અબ્બાસ ઝરફ ઉપરાંત અમેઝોન પ્રાઇમ ઇન્ડિયા પ્રમુખ અપર્ણા પુરોહિત, નિર્માતા હિમાંશુ મહેરા, કહાનીના લેખક ગૌરવ સોલંકી અને અભિનેતા મોહમ્મદ જીશાન અયૂબે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રેદશ, કર્ણાટક અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં નોંધવામાં આવેલી ફરિયાદ સામે ત્રણ અલગ અલગ અરજીઓ દાખલ કરી છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
ન્યાયમુર્તી અશોક ભૂષણ, ન્યામૂર્તિ આર સુભાષ રેડ્ડી અને ન્યાયમૂર્તિ એમ આર શાહની બેન્ચે ફરિયાદ સામે અરજી પર સુનાવણી કરી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, જે રાજ્યોમાં એફઆઇઆર થઈ છે, ત્યાં તપાસ થવા દો, મુશ્કેલી શું છે?
સીનિયર વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, અરજીકર્તા મુંબઇના રહેવાસી છે. તેઓ 6 અલગ અલગ રાજ્યોમાં કેવી રીતે કેસ લડશે? એવામાં કોર્ટ તમામ રાજ્યોમાં નોંધાયેલી ફરિયાદ ક્લબ કરી દે અને મુંબઇ સ્થાનાંતરિત કરી દે. વકીલે એમ એફ હુસેન સહિત અન્ય કેસમાં સુપ્રિમ કોર્ટનો અહેવાલ આપ્યો. મુકુલ રોહતગીએ એમેઝોન પ્રાઇમ તરફથી કહ્યું કે, અમે કોઇ ભૂલ કરી નથી. અમે ઇચ્છીએ છે તમામ 7 એફઆઇઆર, જે 6 રાજ્યોમાં નોંધાઈ છે. તેને એક સાથે ક્લબ કરી દેવામાં આવે અને એક રાજ્યમાં સુનાવણી માટે મોકલવામાં આવે.
આવી એક્ટિંગ-સ્ક્રિપ્ટ ન કરવી જોઇએ જેનાથી ભાવનાઓને ઠેસ પહોંચે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમારી આવી એક્ટિંગ અને સ્ક્રિપ્ટ ન કરવી જોઇએ, જેનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમે કલક 32 ના અંતર્ગત અરજી દાખલ કરી છે. એફઆઇઆને લઇને તેના પર અમે કયા આધાર પર સુનાવણી કરીએ. તમે કલમ 32 અંતર્ગત અરજી કયા આધાર પર દાખલ કરી છે.
ધકપકડ પર રોક લગાવવાના આદેશથી ઇનકાર
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે એફઆઇઆરને ક્લબ કરવાની માંગ પર વિચાર કરીશું. સુપ્રીમ કોર્ટે રાજ્યોમાં નોંધાયેલી એફઆઇઆર પર રોક લગાવવાથી ઇનકાર કર્યો છે. વેબ સિરીઝ તાંડવના નિર્માતા, લેખક અને અભિનેતા સામે દેશભરમાં એફઆઇઆરને એક સાથે જોડવા પર સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી છે. સાથે જ વાધારાનું પ્રોટેક્શન પણ આપવાથી ઇનકાર કર્યો છે. કોર્ટે ધરપકડ રોકવાનો આદેશ આપવાથી પણ ઇનકાર કર્યો છે. 4 અઠવાડિયા બાદ આગામી સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું- તેનાથી રાહત માટે હાઇકોર્ટમાં જાઓ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે