'ના તો લગ્ન...ના સગાઈ', લલિત મોદી સાથે ડેટિંગની જાહેરાત કર્યા બાદ સુષ્મિતા સેને તોડ્યું મૌન
પોતાનાથી 10 વર્ષ મોટી લલિત મોદી સાથેના રિલેશનશિપ પર સુષ્મિતા સેને આખરે મૌન તોડ્યું છે. એક્ટ્રેસે લગ્નની અટકળો પર પ્રતિક્રિયા આપી છે. સાથે એવું કાંઈક કહ્યું છે, જે જાણીને તેના ચાહકો આશ્ચર્યમાં પડી જશે.
Trending Photos
નવી દિલ્હી: ગુરુવારે સાંજે આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીએ એક પોસ્ટ કરી અને ખળભળાટ મચી ગયો. લલિત મોદીએ અભિનેત્રી સુષ્મિતા સેના સાથેને કૉઝી ફોટોસ શેર કર્યા અને તેઓ ડેટ કરી રહ્યા હોવાની વાત કરી.
લલિત મોદીએ તો તેમનું ઈન્સ્ટા ડીપી અને બાયો પણ બદલીને ખુલ્લમખુલ્લા પ્રેમનો એકરાર કર્યો. ત્યારથી સૌ કોઈને રાહ હતા સુષ્મિતા સેનના જવાબની. આખરે સુષ્મિતા સેને જવાબ આપી દીધો છે અને સોશિયલ મીડિયો પર એક લાંબી પોસ્ટ કરી છે. જેમાં તેમના ચાહકો માટે એક ખાસ મેસેજ પણ છે.
પ્રેમ વિશે સુષ્મિતાએ કહ્યું આવું
સુષ્મિતા સેને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક પોસ્ટ કરી છે. જેની સાથે એક ફોટો છે. આ ફોટોમાં જે પોતાની બંને દીકરીઓ સાથ નજર આવી રહી છે. સાથે એક લાંબી પોસ્ટ કરીને લખ્યું છે કે, તેની આસપાસ માત્ર પ્રેમ છે. તે પણ કોઈ શરત વગરનો.
લલિત મોદી સાથેના રિલેશન પર કહી આ વાત
આ તસવીર સાથે સુષ્મિતા સેને લલિત મોદી સાથેની પોતાની રિલેશનશિપ પર કહ્યું છે કે, લગ્ન નથી કર્યા..વીંટી પણ નથી..કોઈ શરત વિના માત્ર પ્રેમ જ પ્રેમ છે. મે તમને સૌને સફાઈ આપી દીધી છે. હવે પોતાની લાઈફ અને કામ પર ફોકસ કરો. મારી ખુશીને શેર કરવા માટે તમારા સૌનો આભાર. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું.
ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા
સુષ્મિતા સેનની આ પોસ્ટને તેના ચાહકોએ વધાવી લીધી છે. મોટા ભાગના ચાહકો દિલ વાળું ઈમોજી શેર કરી રહ્યા છે અને અભિનેત્રીને તમામ ખુશીઓ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે