અમદાવાદના આ વિસ્તારમાં શરૂ થયું બુલેટ ટ્રેનનું કામ; ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું, આ રસ્તાઓ બંધ
અમદાવાદ શહેરમાં ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મણિનગર રેલ્વે સ્ટેશન નજીક બુલેટ ટ્રેનના તૈયાર થયેલ પીલ્લર ઉપર રેલ્વે ટ્રેક (સેગમેન્ટ) લગાવવાનું કામકાજ દિનેશચંદ્ર આર. અગ્રવાલ કંપની દ્વારા કરવામાં આવનાર છે.
Trending Photos
Bullet Train Ahmedabad: મણિનગર રેલ્વે સ્ટેશન નજીક બુલેટ ટ્રેનના ટ્રેક (સેગમેન્ટ) લગાવવાની કામગીરી માટે ટ્રાફિક ડાયવર્ઝન અંગે સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક અમદાવાદ શહેર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. અમદાવાદ શહેરમાં ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મણિનગર રેલ્વે સ્ટેશન નજીક બુલેટ ટ્રેનના તૈયાર થયેલ પીલ્લર ઉપર રેલ્વે ટ્રેક (સેગમેન્ટ) લગાવવાનું કામકાજ દિનેશચંદ્ર આર. અગ્રવાલ કંપની દ્વારા કરવામાં આવનાર છે.
જે કામગીરી અનુસંધાને મણિનગર રેલ્વે સ્ટેશનના બહારના ભાગે આવેલ ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલ્વે પોલીસ ચોકી સુધીનો આશરે ૧૦૦ મીટર જેટલો રોડ ૩-માસ સુધીના સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવનાર છે. આ કામકાજ દરમિયાન નીચે મુજબની વિગતે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવનાર છે.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ
મણિનગર રેલ્વે સ્ટેશનના બહારના ભાગે આવેલ ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલ્વે પોલીસ ચોકી સુધીનો આશરે ૧૦૦ મીટર જેટલો એક તરફનો રોડ વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ
૧. ભૈરવનાથ રોડ, જશોદાનગર ચોકડી, જયહિંદ ચાર રસ્તા, સ્વામીનારાયણ મંદિર તથા દક્ષિણી સોસાયટી તરફથી આવતાં વાહનો રેલ્વે સ્ટેશન તરફનો એક સાઇડનો રોડ ચાલુ છે તેનો ઉપયોગ કરી અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકાશે.
૨. કાંકરિયા તળાવ, રામબાગ, મણિનગર ચાર રસ્તા, કૃષ્ણબાગ ચાર રસ્તા, એલ.જી.હોસ્પિટલ, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ, ગુરુદ્વારા તરફથી આવતાં વાહનો રેલ્વે સ્ટેશન તરફનો એક સાઈડનો રોડ ચાલુ છે, તેનો ઉપયોગ કરી અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે