Taarak Mehta Ka Ooltah Chashmah ના મેકર્સે લીધો મોટો નિર્ણય, ખુશખબર જાણીને તમે ઉછળી પડશો

ટીવીની દુનિયામાં કોમેડી શોના બાદશાહ તરીકે જેની ગણતરી થાય છે તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 13 વર્ષથી લોકોના હ્રદય પર રાજ કરી રહ્યો છે.

Taarak Mehta Ka Ooltah Chashmah ના મેકર્સે લીધો મોટો નિર્ણય, ખુશખબર જાણીને તમે ઉછળી પડશો

નવી દિલ્હી: ટીવીની દુનિયામાં કોમેડી શોના બાદશાહ તરીકે જેની ગણતરી થાય છે તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 13 વર્ષથી લોકોના હ્રદય પર રાજ કરી રહ્યો છે. શોના દરેક પાત્રને દર્શકોનો ભરપૂર પ્રેમ મળે છે. હવે શોના મેકર્સે પોતાના ફેન્સ માટે એક મોટું સરપ્રાઈઝ આપવાની જાહેરાત કરી છે. શો તમને હવે પહેલા કરતા પણ વધુ હસાવશે. 

આ નિર્ણય લેવાયો
લોકોને ખુબ જ ગમતો એવો આ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હવે અઠવાડિયામાં 5 દિવસ નહીં પરંતુ 6 દિવસ ટેલિકાસ્ટ થશે. એટલે કે આ શો હવે સોમવારથી લઈને શનિવાર સુધી નવા એપિસોડ સાથે ટીવી પર પ્રસારિત કરાશે. સોનીની સબ ચેનલે સ્પેશિયલ મહાસંગમ શનિવારના એનાઉન્સમેન્ટ સાથે શોને સપ્તાહમાં છ દિવસ સુધી ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. 

3200 એપિસોડ પૂરા થયા
નોંધનીય છે કે સિટકોમ અત્યાર સુધીમાં 3200 એપિસોડ પૂરા કરી ચૂક્યું છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત લોકોના ફિવરિટ લિસ્ટમાં સામેલ છે. શોમાં ગોકુલધામ સોસાયટીના પરિવારનો કહાની દર્શાવવામાં આવે છે. જ્યાં અલગ અલગ ધર્મ અને સંસ્કૃતિના લોકો મળીને રહે છે. સોસાયટીમાં જ્યારે કોઈ સમસ્યા આવે છે તો બધા મળીને તેનો ઉકેલ લાવે છે. પરંતુ આ બધા વચ્ચે હાસ્યના ફૂવારા તો સતત છૂટતા જ રહે છે. 

આ છે મુખ્ય પાત્ર
શોમાં મુખ્ય ભૂમિકામાં જેઠાલાલના પાત્રમાં દિલીપ જોશી, તારક મહેતાની ભૂમિકામાં શૈલેષ લોઢા, બબીતાજીના પાત્રમાં મુનમુન દત્તા જેવા કલાકારો જોવા મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news