તો હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં બિટ્ટુ લેશે ટપ્પુનું સ્થાન? કોણ છે નવા કલાકાર?

હાલમાં જ આ શોમાં એક નવા નટ્ટુ કાકાની એન્ટ્રી થઈ છે, ત્યારપછી બીજા પાત્રની એન્ટ્રી થઈ છે, જેનું નામ છે બિટ્ટુ. હવે દરેકના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે અને તે એ છે કે શું બિટ્ટુ આ શોમાં ટપ્પુની જગ્યા લેશે.

તો હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં બિટ્ટુ લેશે ટપ્પુનું સ્થાન? કોણ છે નવા કલાકાર?

Taarak Mehta Ka Ooltah Chashmah Latest Episode: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દરેક ઉંમરના લોકોનો ફેવરિટ શો છે. પરંતુ ઘણા કલાકારોએ શો છોડ્યા બાદથી શો પોતાનો ચાર્મ ખોતો નજરે પડી રહ્યો છે. એવામાં મેકર્સે હવે શોમાં નવા કલાકારોની એન્ટ્રી કરાવીને તેની ભરપાઈ કરવા વિશે વિચારી લીધું છે. 

હાલમાં જ આ શોમાં એક નવા નટ્ટુ કાકાની એન્ટ્રી થઈ છે, ત્યારપછી બીજા પાત્રની એન્ટ્રી થઈ છે, જેનું નામ છે બિટ્ટુ. હવે દરેકના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે અને તે એ છે કે શું બિટ્ટુ આ શોમાં ટપ્પુની જગ્યા લેશે. કારણ કે થોડા દિવસો પહેલા જ વાત સામે આવી છે કે રાજ અનડકટે બોલિવૂડમાં પગ મૂક્યા બાદ શોને અલવિદા કહી દીધું છે.

જો તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહક છો અને આ શોનો એક પણ એપિસોડ ચૂકતા નથી, તો તમારે જાણવું જ જોઈએ કે અહીં કયા બિટ્ટુ વિશે વાત કરવામાં આવી રહી છે. પરંતુ જો તમે આ શોના નિયમિત દર્શક નથી, તો તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ગોકુલધામ સોસાયટીમાં એક નવા વ્યક્તિએ એન્ટ્રી થઈ છે. જે સોઢીના મિત્રનો પુત્ર જણાવવામાં આવી રહ્યો છે, તે હવે આ જ સોસાયટીમાં રહેવાના છે. આ પાત્રની ઉંમર ટપ્પુ સેના જેટલી છે, એવામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બિટ્ટુને ટપ્પૂના સ્થાને લાવવામાં આવ્યો છે.

તમને ખબર હશે કે ટપ્પુનું પાત્ર આ શોમાંથી ઘણા સમયથી ગાયબ છે. જોકે, શોમાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે ટપ્પુ મુંબઈની બહાર ભણવા ગયો છે. ઠીક છે, શોમાં મેકર્સ ગમે તે બતાવી રહ્યા છે, પરંતુ એ વાત 100% સાચી છે કે રાજ અનડકટે આ શોને અલવિદા કહી દીધો છે. લાંબા સમયથી તેઓ આ શોમાં નજરે પડી રહ્યો નથી. રાજ અનડકટે આ સમાચારની પુષ્ટિ કરી જ્યારે તેનો રણવીર સિંહ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જો કે, રાજે તેના આગામી પ્રોજેક્ટને લગતી કોઈ વિગતો શેર કરી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news