Exclusive! અત્યાર સુધી કોઈ સ્ટારકિડને નથી મળી એવી સુવિધા મળશે તૈમુરને

સૈફ-કરીનાના દીકરાનો ચાહકવર્ગ દિવસેને દિવસે વધી રહ્યો છે

Exclusive! અત્યાર સુધી કોઈ સ્ટારકિડને નથી મળી એવી સુવિધા મળશે તૈમુરને

મુંબઈ : સૈફ અલી ખાન અને કરીનાનો દીકરો તૈમુર અલી ખાન બોલિવૂડનો સૌથી ફેવરિટ સ્ટારકિડ છે. તૈમુરના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે અને તે જ્યારે બહાર નીકળે છે ત્યારે તેના ફોટા પાડવા પાપારાઝીઓ તેમજ ચાહકો પડાપડી કરે છે. બે દિવસ પહેલાં જ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક અજાણી વ્યક્તિ એકાએક તૈમુરની નજીક આવીને તેની સાથે ફોટો પડાવવાનો પ્રયાસ કરે છે. આ સમયે તો એ વ્યક્તિને તૈમુરની આયાએ ખિજાઈને ભગાવી દીધો હતો પણ આ ઘટના પછી સૈફ-કરીના દીકરાની સુરક્ષા માટે ચિંતિત થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે તેમણે તૈમુર માટે પર્સનલ બોડીગાર્ડ રાખવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે બોલિવૂડમાં અત્યાર સુધી કોઈ સ્ટારકિડને આટલી નાની વયે બોડીગાર્ડની જરૂર નથી પડી. 

લોકોમાં તૈમુરની લોકપ્રિયતા એટલી બધી છે કે તેની તસવીરો વાઇરલ બની જાય છે અને ટ્વિટર પર પણ કોઈને કોઈ મુદ્દે તૈમુર વિશે ચર્ચા થતી રહેતી હોય છે. હવે તૈમુર ધીમેધીમે મોટો થઈ રહ્યો છે ત્યારે તે ફોટોગ્રાફર્સને પણ પ્રતિભાવ પણ આપે છે અને તેમની સાથે કંઈ વાત કરવાનો પણ પ્રયાસ કરે છે. 

તૈમુરને મળેલા અટેન્શન વિશે વાત કરતા કરીનાએ કહ્યું છે કે ‘મને લાગે છે થોડું વધારે થઈ રહ્યું છે પણ આ મામલે હું કંઈ કરી શકું એમ નથી. હું ઇચ્છું છું કે તેને અટેન્શન ન મળે અને તે પણ નોર્મલ બાળકની જેમ જ દુનિયા જુએ. જોકે, મને તો એવું લાગે છે આ લોકપ્રિયતા થોડી રિસ્કી છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news