તનુશ્રી દત્તા બુરખો પહેરીને પહોંચી પોલીસ સ્ટેશન, નાના પાટેકાર સામે આપ્યું નિવેદન

તનુશ્રી દત્તાએ થોડા દિવસ પહેલાં જ છેડતીની બાબતે નાના પાટેકર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

તનુશ્રી દત્તા બુરખો પહેરીને પહોંચી પોલીસ સ્ટેશન, નાના પાટેકાર સામે આપ્યું નિવેદન

મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તા જાતીય શોષણ બાબતે અભિનેતા નાના પાટેકર સામે નિવેદન નોંધાવવા માટે મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશન પહોંચી હતી. તે નિવેદન આપવા બુરખો પહેરીને ગઈ હતી. તનુશ્રી દત્તાએ 2008માં થયેલી જાતીય છેડતી સામે થોડા દિવસ પહેલાં જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

અભિનેત્રી તનુશ્રી દત્તાએ એક ટીવી ઈન્ટરવ્યુમાં આરોપ લગાવતા જણાવ્યું હતું કે, "10 વર્ષ પહેલાં 'હોર્ન ઓકે પ્લીઝ' ફિલ્મના સેટ પર અભિનેતા નાના પાટેકરે મારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ અંગે જ્યારે મેં પ્રોડ્યુસર સામી સિદ્દીકી અને ડિરેક્ટર રાકેશ સારંગને ફરિયાદ કરી કે, આ (નાના પાટેકર) મને પકડીને ખેંચી રહ્યો છે અને ડાન્સ શિખવાડી રહ્યો છે, તો મારી ફરિયાદ સાંભળવાને બદલે તેમણે વધુ એક ડિમાન્ડ મુકી દીધી હતી કે, નાના હવે આ ગીતમાં મારી સાથે એક ઈન્ટીમેટ ડાન્સ સ્ટેપ કરવા માગે છે. તેણે એવો પર આરોપ લગાવ્યો હતો કે, પાટેકરને ફિલ્મનિર્માતા અને કોરિયોગ્રાફરનું મૌન સમર્થન હતું."

— ANI (@ANI) October 10, 2018

તનુશ્રીએ મીડિયાને આપેલા નિવેદનોમાં આરોપ લગાવ્યો હતો કે, આ ઘટના બાદ જ્યારે તેણે ફિલ્મ છોડી દીધી તો પાટેકરે મનસે (મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના)ના સમર્થકોને બોલાવી તેના પર હુમલો કરાવ્યો હતો. 

તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ બાદ સમગ્ર દેશમાં હવે એક અલગ જ માહોલ પેદા થયો છે. તનુશ્રીને હવે બોલિવૂડ અને ઈન્ડસ્ટ્રીના બહારથી પણ ભરપૂર સમર્થન મળી રહ્યું છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે, નાના પાટેકરે તનુશ્રી દત્તાને કાયદાકીય નોટિસ ફટકારી છે. જોકે, હવે, તનુશ્રીના વકીલે મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્રના મહિલા આયોગને 40 પાનાંની ફરિયાદ નોંધાવી છે. 

દસ્તાવેજોમાં જણાવાયું છે કે, 2008માં પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ તેના પર અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવાયાં નથી. આથી હવે તનુશ્રીના વકીલે એ બધા જ જૂના અને નવા દસ્તાવેજો મહિલા આયોગને સોંપ્યા છે. 

મહિલા આયોગે ખુલાસો માગ્યો
માહારષ્ટ્ર મહિલા આયોગે આ મુદ્દે નાના પાટેકર અને ગણેશ આચાર્ય સહિત અન્યને નોટિસ મોકલીને 10 દિવસના અંદર આરોપોનો જવાબ આપવા જણાવ્યું છે. સાથે જ તનુશ્રીને પણ પુછપરછ દરમિયાન આયોગ સમક્ષ હાજર રહેવા આદેશ આપ્યો છે. 

तनुश्री ने नाना पाटेकर के खिलाफ थाने में दर्ज कराई शिकायत, कोरियोग्राफर का नाम भी शामिल

#Me Too કેમ્પેઈનની શરૂઆત
તનુશ્રીના આરોપો બાદ સોશિયલ મીડિયામાં ફરીથી #Me Too કેમ્પેઈન શરૂ થયું છે. જેના અંતરગ્ત ઈન્ડસ્ટ્રી, મીડિયા, રાજનીતિ સાથે સંકળાયેલી મહિલાઓ પોતાની સાથે થયેલા જાતીય શોષણના કિસ્સાઓ જાહેર કરી રહી છે. અત્યાર સુધી ફિલ્મ નિર્દેશક રજત કપૂર, વિકાસ બહેલ, અભિનેતા આલોકનાથ, ગાયક કૈલાશ ખેર, લેખક ચેતન ભગત, પત્રકાર-સંપાદક અને વર્તમાન કેન્દ્રીય મંત્રી એમ.જે. અક્બર અને સ્ટેન્ડ અપ કોમેડિયન અદિતી મિત્તલ સામે જાતીય શોષણના આરોપો લાગી ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news