જ્યારે ટકરાશે હૃતિક અને ટાઇગર ! આવી ગયું WARનું ટીઝર

બોલિવૂડ એક્ટર હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ વોરનું ટીઝર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે.

Updated By: Jul 15, 2019, 01:47 PM IST
જ્યારે ટકરાશે હૃતિક અને ટાઇગર ! આવી ગયું WARનું ટીઝર

મુંબઈ : બોલિવૂડ એક્ટર હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ વોરનું ટીઝર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર એક્શનથી ભરપૂર છે. જેમાં હૃતિક રોશન અને ટાઈગર વચ્ચે જંગ છેડાયેલી છે. ટીઝરમાં એક્ટ્રેસ વાણી કપૂરની પણ ઝલક જોવા મળી.

53 સેકન્ડના આ ટીઝરની શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દેવાયું છે કે ફિલ્મમાં હૃતિક અને ટાઈગર એકબીજાની વિરુદ્ધ છે. તેમાં બંનેને જબરજસ્ત બાઈક અને કાર એક્શન પણ જોવા મળી રહ્યા છે. વોરના ટીઝરમાં બિકીની પહેરેલી વાણી કપૂર ખૂબ હોટ લાગી રહી છે. તેના એક સીનમાં હૃતિક સાથે રોમાન્સ કરી રહી છે.

ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ છે. સિદ્ધાર્થ આનંદ આ પહેલાં હૃતિકને બેંગ બેંગ ફિલ્મમાં ડિરેક્ટ કરી ચૂક્યો છે. ફિલ્મને આદિત્ય ચોપરાએ પોતાના બેનર યશ રાજ ફિલ્મ્સ હેઠળ પ્રોડ્યૂસ કરી છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...