TMKOC ના ફેન્સને પસંદ ન આવ્યા નવા 'તારક મેહતા', સોશિયલ મીડિયા પર Shailesh Lodha ને પરત લાવવાની માંગ

Sachin Shroff In TMKOC: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા મેકર્સે શૈલેશ લોઢાના રિપ્લેસમેન્ટ તરીકે સચિન શ્રોફને લીધા છે. તે હવે તારક મેહતાની ભૂમિકામાં જોવા મળશે. 

TMKOC ના ફેન્સને પસંદ ન આવ્યા નવા 'તારક મેહતા', સોશિયલ મીડિયા પર Shailesh Lodha ને પરત લાવવાની માંગ

TMKOC Fans Disappointed From Sachin Shroff: ટીવીના સૌથી પોપ્યુલર કોમિક શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ના ઘણા જાણીતા કલાકારોએ શો છોડી દીધો છે. હાલમાં લાંબા સમયથી ચર્ચામાં રહેનારા પાત્ર તારક મેહતાની એન્ટ્રી થઈ છે. નવા તારક મેહતાનો રોલ અભિનેતા સચિન શ્રોફને આપવામાં આવ્યો છે. સચિન શ્રોફનું ઈન્ટ્રોડક્શન પણ થઈ ચુક્યુ છે, પરંતુ પહેલો એપિસોડ જોતા ફેન્સ નારાજ જોવા મળી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર ફેન્સ જૂના તારક મહેતાને પરત લાવવાની માંગ કરી રહ્યાં છે. 

નોંધનીય છે કે શોમાં તારક મેહતાનો રોલ પહેલા અભિનેતા શૈલેશ લોઢા કરી રહ્યા હતા, જેણે અચાનક શો છોડી દીધો હતો. હાલ શોમાં સચિન શ્રોફની એન્ટ્રી થઈ છે અને તેમનો પ્રથમ એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચુક્યો છે. ગોકુલધામમાં સચિન શ્રોફની એન્ટ્રી થઈ ગઈ. પરંતુ ફેન્સને તે પસંદ આવી રહ્યાં નથી. 

ટ્વિટર પર લોકોએ તારક મેહતાના પાત્રમાં શૈલેશ લોઢાની જગ્યાએ શ્રોફને જોઈને બબાર શરૂ કરી છે. ફેન્સે નારાજગી વ્યક્ત કરતા મીમ્સ શેર કર્યાં છે. ઘણા લોકો નવા તારક મેહતા (સચિન શ્રોફ) ને સ્વીકારી રહ્યા નથી. 

— Adit Jain (@thenameisadit) September 13, 2022

— आकृति शाह (@aaku84) September 13, 2022

— A (@AppeFizzz) September 13, 2022

લોકોએ ફની મીમ્સ બનાવી આ એપિસોડને બેકાર ગણાવ્યો છે. કેટલાક ફેન્સે તો શૈલેશ લોઢાના જૂની એપિસોડ જોવાની વાત કહી છે. 

— I miss BTS! V FOR VOGUE❤️‍🔥✨!! (@Gurleenk03) September 13, 2022

— Freedom of Tweet🇮🇳 (@Absolute_Venom) September 13, 2022

એક ફેને તો શો ખતમ કરવાની વાત કહી. યૂઝરે લખ્યુ- પ્લીઝ તારક મેહતાનો શો ખતમ કરી દો પરંતુ તેને બરબાદ ન કરો. શોની કાસ્ટમાં ફેરફાર થઈ ગયા છે. ટપ્પૂ અને સોનૂના રિપ્લેસમેન્ટે એટલો ફર્ક પાડ્યો નથી પરંતુ હવે બધા બદલાય ગયા છે. તો હવે જૂના એપિસોડ સારા છે. 

શોમાં નવા તારક મેહતાની એન્ટ્રી ધમાકેદાર અંદાજમાં દેખાડવામાં આવી છે. આ એપિસોડમાં ગોકુલધામ સોસાયટીમાં ગણેશ ચતુર્થી ઉત્સવ વચ્ચે અંજલિ મેહતા પોતાના પતિ તારકની ગેરહાજરીથી પરેશાન છે. આ વચ્ચે અંજલિને ગણપતિ બપ્પા મોરયાનો અવાજ સાંભળવા મળે છે. ત્યારબાદ ઢોલના અવાજ વચ્ચે સચિનની એક ઝલક જોવા મળે છે. તેનો ફર્સ્ટ લૂક સારો રહ્યો પરંતુ ફેન્સને તે પસંદ આવ્યો નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news