Urfi Javed Golden Dress: હાઈ હીલ્સ સાથે ટાઈટ ગોલ્ડન ડ્રેસ, બે હાથમાં ઉઠાવીને વેનિટી વાનમાં ચડાવવી પડી, જુઓ Video
Urfi Javed નો ડ્રેસ આગળની બાજુથી એટલો ખુલ્લો અને ટાઈટ હતો કે અભિનેત્રી માટે ઉઠવું, બેસવું અથવા ફરવું તો મુશ્કેલ બન્યું પણ વેનમાં પણ ઉપાડીને ચડાવી પડી. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Trending Photos
Urfi Javed New Look: ઉર્ફી જાવેદ (Urfi Javed) રિવિલિંગ કપડાં પહેરે છે કે તેનો લુક ક્યારેક તેના માટે આફત બની જાય છે. આવું જ કંઈક આ વખતે બન્યું જ્યારે ઉર્ફી જાવેદ (Urfi Javed)એક ચમકદાર રિવીલિંગ અને ગોલ્ડન કલરનો બોલ્ડ ડ્રેસ પહેરીને કેમેરાની સામે આવી હતી. ઉર્ફીનો ડ્રેસ આગળની બાજુએ એટલો ખુલ્લો અને એટલો ચુસ્ત હતો કે અભિનેત્રી માટે ઉઠવું, બેસવું અથવા ફરવું પણ મુશ્કેલ બન્યું. ઉર્ફી જાવેદના આ ગોલ્ડન ડ્રેસ લુકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ખૂબ જ ચુસ્ત હતો રિવલિંગ ડ્રેસ
સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદનો (Urfi Javed)નવો લૂક ઘણો ચર્ચામાં છે. આ વખતે ઉર્ફીએ એવો ગોલ્ડન કલરનો ડ્રેસ પહેર્યો છે કે તેના માટે કોઈપણ કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે. આ વખતે સોનેરી રંગના ચમકદાર સ્કર્ટ સાથેની ઉર્ફી, આગળની બાજુએ ટ્યુબ સ્ટાઈલનો લુક આપીને, સોનેરી રંગનું કપડું શરીરની આસપાસ માત્ર વીંટાળ્યું હતું. પ્રથમ નજરમાં, તમને આ સ્કર્ટ સાથે રિવલિંગ ટોપ દેખાશે.
જબરદસ્ત ટાઈટ હતો ડ્રેસ
ઉર્ફીનો (Urfi Javed)આ ડ્રેસ એટલો ટાઈટ છે કે તેના માટે તેમાં ફરવું અને ઉઠવું અને બેસવું પણ મુશ્કેલ છે. જેવી ઉર્ફી આ ડ્રેસ પહેરીને કેમેરાની સામે આવી કે તરત જ તે દોડવા લાગી. ઉર્ફીને જોઈને પાપારાઝીએ કહ્યું કે તમે પેંગ્વિનની જેમ ચાલી રહ્યા છો.
ખોળામાં ઉઠાવીને વેનિટી વાનમાં ચઢાવાઈ
ઉર્ફીએ (Urfi Javed)પાપારાઝી માટે પોઝ આપ્યો અને પછી વેનિટી વેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો પણ જાતે ચઢી શકી ન હતી. આવી સ્થિતિમાં સ્ટાફના સભ્યોએ તેને ખોળામાં ઊંચકીને વેનિટી વાનમાં ચઢાવી હતી. ખાસ વાત એ છે કે ઉર્ફીનો ડ્રેસ જ નહીં પરંતુ તેની સાથે તેણે પહેરેલી હાઈ હીલ્સ પણ તેને ઘણી મુશ્કેલી આપી રહી હતી. પણ ઉર્ફી તો ઉર્ફી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે