સલમાનના પૂર્વ 'બોડીગાર્ડ'ની બબાલ, નશાનો ઓવરડોઝમાં રાહદારીઓ સાથે કરી મારપીટ
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મુરાદાબાદના મુગલપુરા પોલીસ સ્ટેશના પીરગૈબ મોહલ્લાના રહેવાસી અનસ કુરૈશી મુંબઇમાં બાઉન્સર છે. દોઢ વર્ષ પહેલાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનનો બોડીગાર્ડ રહી ચૂક્યો
Trending Photos
દીપચંદ જોશી/મુરાદાબાદ: ઉત્તર પ્રદેશના મુરાદાબાદ પીર બેગ મોહલ્લામાં ત્યારે નાસભાગ મચી, જ્યારે અચાનક એક બોડી બિલ્ડરે વિસ્તારમાં હોબાળો મચાવવાનું શરૂ દીધું અને રાહદારીઓ સાથે મારઝૂડ કરવા લાગ્યો હતો. બોડી બિલ્ડરે ના ફક્ત રાહદારી સાથે મારઝૂડ પરંતુ રસ્તા પર ઉભેલી ગાડીઓમાં પણ તોડફોડ કરી હતી. પોલીસ અને સ્થાનિક લોકોએ તેના પર માછલીની જાળ નાખીને તેને બાંધીને ભારે મહેનત બાદ કાબૂ મેળવ્યો હતો. મળતી માહિતી અનુસાર યુવકનું નામ અનસ કુરૈશી છે, જે પહેલાં એક્ટર સલમાન ખાનનો બોડીગાર્ડ રહી ચૂક્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મુરાદાબાદના મુગલપુરા પોલીસ સ્ટેશના પીરગૈબ મોહલ્લાના રહેવાસી અનસ કુરૈશી મુંબઇમાં બાઉન્સર છે. દોઢ વર્ષ પહેલાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનનો બોડીગાર્ડ રહી ચૂક્યો છે. હાલ મહારાષ્ટ્રના કોઇ યૂસૂફ નામના કોંગ્રેસના નેતાનો બોડીગાર્ડ છે. અનસ દસ દિવસ પહેલાં જ મુરાદાબાદ પોતાના ઘરે આવ્યો હતો. બે દિવસ પહેલાં મિસ્ટર મુરાદાબાદની ચેમ્પિયનશિપમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યા બાદ બુધવારની સાંજે એક્સાઇઝ કરવા માટે જિમ જતાં પહેલાં તેને એસ્ટ્રોરાઇટ નામનો ડોઝ લીધો હતો.
આ ડોઝ વધુ વજન ઉપાડવા માટે અને માંસપેશીઓને સુન્ન કરવા માટે લેવામાં આવે છે. એવામાં દવાનો ઓવર ડોઝ થવાના લીધે દવાની અસર મગજ થઇ જાય છે. જેનાથી અનસે રોડ પર બહાર આવીને રાહદારીઓને પકડીને મારવાનું શરૂ કરી દીધું અને હાથમાં લોખંડનો સળીયો લઇને ગાડીઓમાં તોડફોડ કરવા લાગ્યો હતો. સમગ્ર વિસ્તારમાં કર્ફ્યૂ જેવો માહોલ થઇ ગયો હતો. જેને લઇને કોઇએ પોલીસને સમગ્ર ઘટનાની જાણકારી આપી, ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી ડાયલ 100ની ગાડીએ હાલત બેકાબૂ જોઇને પોલીસ સ્ટેશનમાંથી પોલીસની ટુકડી બોલાવી લીધી.
ત્યારબાદ સ્થાનિક લોકોની મદદથી માછલીની જાળ નાખીને અનસને કાબૂમાં લેવામાં આવ્યો. ત્યારબાદ દોરડાથી બાંધીને ઉપચાર માટે જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો. જ્યાં ડોક્ટરોએ તેની હાલત ગંભીર ગણાવતાં બરેલી મેન્ટલ હોસ્પિટલમાં રીફર કરી દીધો હતો. એસઆઇ રાશિદ ખાનનું કહેવું છે કે અનસે જિમ જતાં પહેલાં એસ્ટ્રોરાઇટની માત્રા વધુ લઇ લીધી હતી. જેના લીધે તેના વિસ્તારમાં જોરદાર તોડફોડ કરી હતી. તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે