શિલ્પા શેટ્ટીએ ખોલી બોલિવૂડની પોલ, લખ્યું કે - 'હું ડાર્ક અને પાતળી હતી...'

બોલિવૂડ સ્ટાર સેલિબ્રિટીએ શિલ્પા શેટ્ટીએ તેના ઇન્સ્ટાગ્રામ પર હિરોઇન બનવાના તેના સંઘર્ષના ઘટનાક્રમ આલેખ્યો છે. શિલ્પા શેટ્ટીએ વર્ષ 1993માં રીલિઝ થયેલી ફિલ્મ ‘બાઝીગર’થી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી. 

શિલ્પા શેટ્ટીએ ખોલી બોલિવૂડની પોલ, લખ્યું કે - 'હું ડાર્ક અને પાતળી હતી...'

મુંબઈ : બોલિવૂડ સ્ટાર સેલિબ્રિટીએ શિલ્પા શેટ્ટીએ તેના ઇન્સ્ટાગ્રામ પર હિરોઇન બનવાના તેના સંઘર્ષના ઘટનાક્રમ આલેખ્યો છે. શિલ્પા શેટ્ટીએ વર્ષ 1993માં રીલિઝ થયેલી ફિલ્મ ‘બાઝીગર’થી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન અને કાજોલ પણ હતા. આ ફિલ્મ એ સમયે સુપરહીટ સાબિત થઈ હતી. એ સમયની આપવીતી તેણે પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

તેણે લખ્યું છે કે ''હું ડાર્ક હતી, લાંબી અને પાતળી હતી. ગ્રેજ્યુએશન બાદ મેં પિતા સાથે કામ કર્યું હતું. હું કંઈક નવું બેસ્ટ અને મોટું કરવા માગતી હતી. પણ ક્યારેય વિચાર્યું ન હતું કે આ સ્ટેજ પર પહોંચીશ. મે કુતુહુલતાને સંતોષવા માટે એક ફેશન શોમાં ભાગ લીધો હતો. આ પછી મારી મુલાકાત એક ફોટોગ્રાફર સાથે થઈ હતી. જે મારા ફોટા પાડવા માગતો હતો."

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Only human! Thank you 🙏🏼 for telling my story. Posted @withrepost • @officialhumansofbombay “I was this dark, tall & lanky child who had her life pretty much laid out for her. I’d graduate & work with my dad. Even though in my heart I wanted to do something different, something bigger & better, I never felt like I could. But when I participated in a fashion show, just for fun, I met a photographer who wanted to click my photos. For me it was a great opportunity to step out of my comfort zone. To my complete surprise, the photographs came out really well! That opened the doors of modelling for me. Soon, I got offered my first film! There was no looking back from there, I was going onwards & upwards. But nothing worth having comes easy. I was all of 17 when I entered the industry, I hadn’t seen the world or even understood life. With all the success came scrutiny. I wasn’t ready for it. I didn’t know how to speak Hindi, I shuddered at the thought of being in front of the camera. I reached a point where after a few films my career hit a lull. I tried hard but it always felt like I was lagging behind. It’s not easy to be celebrated one moment & ignored the next. I remember there were producers, who without any reason, threw me out of their films. The universe wasn’t in my favour, but I had to keep trying no matter what. It was at that time that I decided to reinvent & entered Big Brother. It was a chance to do something unique. But it ended up leaving a huge impact! I was publicly bullied & discriminated against just because of the country I belonged to. It wasn’t easy – I was all by myself in that house! But I kept me going – I couldn’t give up, not after reaching this far. When I won, people kept telling me, ‘You’ve made us proud.’ That’s when I knew that all of that struggle & persistence was worth it. I had stood up not just for myself, but for all of those who had faced racism. My life has been filled with ups & downs. There were terrible times, but there have also been some great accomplishments. I’ve enjoyed every minute of it! It’s made me who I am today – a strong independent woman, a proud actor, a wife & a mother. And I wouldn’t have it any other way."

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

''મારા માટે એ સમય આરામદાયક જીવનમાંથી બાહર આવવાનો સમય હતો. મારા ફોટા સારા હતા. એ જોઈને હું પણ ખુશ થઈ હતી. આ ફોટોગ્રાફે મારા માટે મોડેલિંગના દરવાજા ખોલી નાખ્યા. ત્યાર બાદ ફિલ્મની ઓફર મળવા લાગી. ત્યાર બાદ મે પાછળ વળીને જોયું નથી. પણ સરળતાથી મળતી વસ્તુઓની કિંમત નથી થતી. જ્યારે ફિલ્મની દુનિયામાં આવી ત્યારે 17 વર્ષની હતી. દુનિયા પણ યોગ્ય રીતે જોઈ ન હતી. જીવનને પણ સમજતી ન હતી. મને સફળતા મળી પણ એ માટે હું તૈયાર ન હતી કારણ કે હિન્દી બોલતા પણ આવડતું ન હતું.''

શિલ્પાએ જણાવ્યું કે ''હું બહુ પ્રયાસ કરતી હતી પણ મારી જાતને લટકેલી અનુભવતી હતી. મને યાદ છે કે એવા પ્રોડ્યુસર પણ હતા જે કારણ વગર મને ફિલ્મોમાંથી હટાવી દેતા હતા. સંજોગો મારા પક્ષમાં નહોતા પણ હું મારા હાથમાં પ્રયાસો કરવાનું હતું એ કરતી રહી.''

શિલ્પાની બોલિવૂડ કરિયર ખાસ નહોતી ચાલી રહી ત્યારે તે બ્રિટીશ રિયલિટી શો બિગ બ્રધરમાં ચાલી ગઈ અને આ શોમાં વિજેતા બનવાને કારણે તેની કરિયર ચમકી ગઈ અને તે જબરદસ્ત લોકપ્રિય થઈ ગઈ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news