અત્યારે તૈમુર કરતાં પણ વધારે ચર્ચા છે તેના બોહો શર્ટની, કિંમત છે...

સોશિયલ મીડિયામાં ભારે લોકપ્રિયતા ધરાવતો તૈમુર અલી ખાન ફરી અનોખા અંદાજમાં મીડિયા સામે આવ્યો છે

અત્યારે તૈમુર કરતાં પણ વધારે ચર્ચા છે તેના બોહો શર્ટની, કિંમત છે...

મુંબઈ : સોશિયલ મીડિયામાં ભારે લોકપ્રિયતા ધરાવતો તૈમુર અલી ખાન ફરી અનોખા અંદાજમાં મીડિયા સામે આવ્યો છે. તેના અંદાજે દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. હાલમાં સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન અને તૈમુર અલી ખાન એકસાથે જોવા મળ્યા હતા પણ તૈમુર તેના ખાસ લુકને કારણે લાઇમલાઇટમાં રહ્યો હતો.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#taimuralikhan

A post shared by Taimur Ali Khan (@taimuralikhanworld) on

તૈમુર અલી ખાને ડેનિમ કેપ્રી તેમજ ક્રોકસ પહેર્યું હતું. તેનું અલજ ડૈશકી પ્રિન્ટવાળું શર્ટ બધાને બહું ગમ્યું હતું. તૈમુરના આ મલ્ટીકલર African Dashiki શર્ટની કિંમત 1,200થી 2,000 રૂપિયા જેટલી ધારવામાં આવી છે. તૈમુર આ શર્ટમાં બહુ ક્યુટ લાગી રહ્યો હતો. તૈમુરે આ કપડાં સાથે સનગ્લાસ પહેર્યા અને મીડિયાથી તેણે દૂર રહેવાનું જ પસંદ કર્યું હતું.

તૈમુર સામાન્ય રીતે માતા કરીના કરતા પિતા સૈફ સાથે વધારે જોવા મળે છે. તે સૈફ સાથે ઘોડેસવારી કરતો અને ફુટબોલ રમતો ક્લિક થયો છે. થોડા સમય પહેલાં તૈમુર પિતા સાથે સેક્રેડ ગેમ્સ 2ના સેટ પર પણ પહોંચ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news