77મા જન્મદિવસે જિતેન્દ્રનું કારનામું, શૂટ થઈ ગયું VIDEOમાં 

બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓમાં જેની ગણતરી થાય છે એવો જિતેન્દ્ર આજે પોતાનો 77મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. પોતાના જન્મદિવસની પાર્ટીમાં જિતેન્દ્ર બહુ ખુશખુશાલ જોવા મળ્યો છે. જિતેન્દ્રએ પરિવાર અને મિત્રો સાથે બર્થ ડે સેલિબ્રેશનમાં ખૂબ મોજ કરી.

Updated By: Apr 7, 2019, 03:24 PM IST
77મા જન્મદિવસે જિતેન્દ્રનું કારનામું, શૂટ થઈ ગયું VIDEOમાં 

નવી દિલ્હી : બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓમાં જેની ગણતરી થાય છે એવો જિતેન્દ્ર આજે પોતાનો 77મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. પોતાના જન્મદિવસની પાર્ટીમાં જિતેન્દ્ર બહુ ખુશખુશાલ જોવા મળ્યો છે. જિતેન્દ્રએ પરિવાર અને મિત્રો સાથે બર્થ ડે સેલિબ્રેશનમાં ખૂબ મોજ કરી. જિતેન્દ્રની દીકરી એકતા કપૂરે સોશિયલ મીડિયા વીડિયો શેર કર્યો જેમાં તેની ખાસ મિત્ર મોના સિંહ જિતેન્દ્ર અને તેમના પત્ની શોભા કપૂર સાથે ડાન્સ તેમજ મસ્તી કરતી જોવા મળી.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Killaaaa moves sitting!!!🥰🥰🥰🥰😂😂😂😂😂😂😂😂😂😂 #family #freindslikefamily❤️

A post shared by Erk❤️rek (@ektaravikapoor) on

જિતેન્દ્રનો જન્મ 7 એપ્રિલ, 1942ના દિવસે પંજાબના અમૃતસરમાં થયો હતો. તેના પિતા આર્ટિફિશિયલ જ્વેલરી બનાવવાનું કામ કરતા હતા. નોંધનીય છે કે હવે 24 વર્ષ પછી જિતેન્દ્ર અને જયા પ્રદા ફરીવાર સાથે આવી રહ્યા છે. આ જોડી હવે નાના પડદા પર જોવા મળશે. જંપિગ જેક જિતેન્દ્ર અને ક્લાસિકલ ડાન્સ જયા પ્રદા હવે બહુ જલ્દી ટીવી પર આવી રહેલા ડાન્સિંગ રિયાલિટી શોને જજ કરવાના છે. 

જિતેન્દ્રની દીકરી એકતા કપૂરની સીરિયલોએ ટીવી પર સૌથી લાંબો સમય સુધી ચાલવાનો રેકોર્ડ બનાવ્યો છે. એકતાનું નામ યાદ આવે એટલે તેની જાણીતી સીરિયલો ‘કહાની ઘર ઘર કી’, ‘કસૌટી ઝિંદગી કી’, ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’, ‘યે હૈ મોહબ્બતેં’ વગેરે યાદ આવે. જણાવી દઈએ કે એકતા કપૂર અને તુષાર કપૂર શોભા અને જિતેન્દ્ર કપૂરના સંતાનો છે. એકતા અને તુષાર બંને સરોગસીથી પેરેન્ટ્સ બન્યા છે. એકતા કપૂરના દીકરા રવિ કપૂરનો જન્મ થોડા મહિના પહેલા જ થયો છે. જ્યારે તુષારના દીકરા લક્ષ્યનો જન્મ બે વર્ષ પહેલા થયો.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...