સાધુઓ સાથે સલમાને ઝુમીઝુમીને કર્યો ડાન્સ, VIDEO થયો વાઇરલ

મધ્ય પ્રદેશના ખરગોનના ધાર્મિક સ્થળ મહેશ્વરમાં હાલમાં દબંગ 3નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મના સેટ પરથી સલમાનની તસવીરો મીડિયામાં આવી રહી છે. આ શૂટિંગ દરમિયાન શૂટ થયેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં સલમાન કેટલાક સાધુઓ સાથે ડાન્સ કરતો નજરે ચડે છે.

સાધુઓ સાથે સલમાને ઝુમીઝુમીને કર્યો ડાન્સ, VIDEO થયો વાઇરલ

નવી દિલ્હી : મધ્ય પ્રદેશના ખરગોનના ધાર્મિક સ્થળ મહેશ્વરમાં હાલમાં દબંગ 3નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મના સેટ પરથી સલમાનની તસવીરો મીડિયામાં આવી રહી છે. આ શૂટિંગ દરમિયાન શૂટ થયેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં સલમાન કેટલાક સાધુઓ સાથે ડાન્સ કરતો નજરે ચડે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં બહુ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. 

— Shardul Rathore (@shardulrathor1) 4 April 2019

દબંગ 3માં એક ગીત છે જેમાં સલમાન નર્મદા ઘાટના પાણીની બહાર ઉભો છે અને સાધુ પાણીની અંદર છે. આ વીડિયો મહેશ્વરના અહલ્યા ફોર્ટનો છે. મધ્ય પ્રદેશના મહેશ્વરમાં 5 એપ્રિલે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું અને એ 13 દિવસ સુધી ચાલવાનું છે. અહીં શૂટિંગ દરમિયાન સલમાનના ચાહકોની મોટી ભીડ લાગે છે. 

હાલ મહેશ્વરમાં સલમાન ખાનની ફિલ્મ દબંગ-3નું શુટિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન બુધવારે સોશિયલ મીડિયા પર એક તસવીર અને વીડિયો વાઈરલ થયો. જેમાં શિવલિંગને ટેબલથી ઢાંકી દેવામાં આવ્યું છે. આ તસવીરો વાઈરલ થયા બાદ બપોરે ટેબલ હટાવી દેવામાં આવ્યું અને સાંજે તો સલમાન ખાને સમગ્ર મામલે સ્પષ્ટીકરણ કરવું પડ્યું. બુધવારે સાંજે સલમાન ખાને પોતે સામે આવીને આ મામલે સ્પષ્ટીકરણ આપ્યુ અને કહ્યું કે શિવલિંગની સુરક્ષા માટે ઢાંકવામાં આવ્યું હતું. હું પોતે મોટો શિવભક્ત છું. તમે જો શુટિંગ કરવા દેવા ન માંગતા હોવ તો તરત પેકઅપ કરીને જતો રહીશ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news