સોફિયા ખુલ્લેઆમ રડી ધ્રુસકે-ધ્રુસકે, Video થયો વાઇરલ

મોડલમાંથી નન બનેલી બિગ બોસની સ્પર્ધક સોફિયા હયાત લગ્નના 1 વર્ષ પછી પતિથી અલગ થઈ ગઈ છે

સોફિયા ખુલ્લેઆમ રડી ધ્રુસકે-ધ્રુસકે, Video થયો વાઇરલ

મુંબઈ : મોડલમાંથી નન બનેલી બિગ બોસની સ્પર્ધક સોફિયા હયાત લગ્નના 1 વર્ષ પછી પતિથી અલગ થઈ ગઈ છે. તેણે પોતાના પતિ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે અને એને ઘરમાંથી કાઢી મૂકયો છે. સોફિયાએ પતિ પર સગાઈની વીંટી તેમજ રોલેક્સ ઘડિયાળ વેચી દેવાનો આરોપ લગાવ્યો છે. પતિની છેતરપિંડીએ સોફિયાને માનસિક રીતે તોડી નાખી છે. હાલમાં તેણે ઇન્સ્ટા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ધ્રુસકે-ધ્રુસકે રોઈ રહી છે. 

A post shared by Sofia Hayat (@sofiahayat) on

સોફિયા રોતારોતા કહી રહી હતી કે બ્રેક-અપ પછી ડિલ કરવાનું મુશ્કેલ હોય છે. એક જ સમયે બાળક અને પતિને ગુમાવવાનો દુખ બહુ મોટું હોય છે. મેં આ વાત જાહેર કરી છે કારણ કે હું મારા પતિને પાઠ ભણાવવા માગતી હતી. હું વ્લાડને નફરત નથી કરતી કારણ કે તેણે જે કર્યું એ પછી તેને મારા જીવનમાંથી બહાર કરી દેવાનું જ યોગ્ય હતું. 

સોફિયાએ તેના પતિ વિશે પોસ્ટમાં લખ્યું હતું કે તે ઈન્ટિરિયર ડિઝાઈનર છે. જે મહેલોને ડિઝાઈન કરે છે. આટલું જ નહિ તે દેવામાં ડૂબેલો હતો. તેણે કહ્યું કે એ મને પ્રેમ કરે છે. તેણે ખોટું કહ્યું હતું. પ્રેમમાં ખોટું ન બોલવાનું હોય. સોફિયાએ લખ્યું કે મેં હંમેશા પ્રેમમાં જ વિશ્વાસ કર્યો છે. પરંતુ તે મને ખોટી સાબિત કરી છે. આથી મેં તને મારી જિંદગી અને ઘરમાંથી બહાર કરી દીધો છે.

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news