વિદ્યુતીકરણ ક્ષેત્રે અપેક્ષા કરતા બમણું કામ કરી રહી છે મોદી સરકાર: વર્લ્ડ બેંક

વર્લ્ડબેંકે કહ્યું કે, ભારતમાં આશરે 85 ટકા વસ્તી સુધી વિજળી પહોંચી ચુકી છે જે સરકારનાં દાવા કરતા વધારે છે

  • સરકારે 80 ટકા લોકો સુધી વિજળી પહોંચ્યાનો દાવો કર્યો
  • વર્લ્ડબેંકે 85 ટકા લોકો સુધી વિજળી પહોંચી હોવાનું સ્વિકાર્યું
  • બાંગ્લાદેશ અને કેન્યાનું વિદ્યુતીકરણ ભારત કરતા ઝડપી

Trending Photos

વિદ્યુતીકરણ ક્ષેત્રે અપેક્ષા કરતા બમણું કામ કરી રહી છે મોદી સરકાર: વર્લ્ડ બેંક

વોશિંગ્ટન : દેશનાં તમામ ગામો સુધી વિજળી પહોંચી હોવાનો દાવો કરનાર મોદી સરકારને વર્લ્ડ બેંક તરફથી મોટી શાબાશી મળી છે. વર્લ્ડ બેંકનું કહેવું છે કે ભારતમાં વિદ્યુતીકરણનું કામ ખુબ સારી રીતે થઇ રહ્યું છે. દેશની 80 ટકા વસ્તી સુધી વિદ્યુતની પહોંચ બની ચુકી છે. આ અઠવાડીયે બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, 2010થી 2016ની વચ્ચે ભારતે પ્રતિ વર્ષ 3 કરોડ લોકોને વિજળી પહોંચાડવામાં આવશે. એટલે સુધી કે વિજળી પર કામ સરકારનાં દાવાથી પણ સારૂ છે. 

વર્લ્ડ બેંકની લીડ એનર્જી ઇકોનોમિસ્ટ વિવિયન ફોસ્ટરે કહ્યું કે, ભારતમાં 85 ટકા વસ્તી સુધી વિજળી પહોંચી ચુકી છે. તેમણે તેમ પણ કહ્યું કે, આ આંકડો ભારત સરકારનાં દાવા કરતા ઘણો વધારે છે. તેમણે કહ્યું કે, આ આંકડા આશ્ચર્યજનક હોઇ શકે છે, સરકાર હાલ 80 ટકા ઘરોમાં જ વિજળી પહોંચી હોવાની વાત કરી રહી છે પરંતુ સાચી રીતે 85 ટકા ઘરોમાં વિજળી પહોંચી ચુકી છે. 

ફોસ્ટરે કહ્યું કે, સમગ્ર વિશ્વનાં વિદ્યુતીકરણનાં 2030નાં લક્ષ્ય સુધી ભારત બાકીની વસ્તી સુધી પણ વિજળી પહોંચાડવામાં સફળ રહશે. જો કે રિપોર્ટમાં એમ પણ કહેવાયું કે, બાંગ્લાદેશ અને કેન્યામાં  વિદ્યુતીકરણની ગતિ ભારતની તુલનાએ વધારે છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે એક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં તમામ ગામમાં વિદ્યુતીકરણ થઇ ચુક્યું હોવાની જાહેરાત કરી હતી. દેશનાં તમામ ગામોમાં વિજળી પહોંચાડ્યા બાદ સરકાર હવે દરેક ઘર સુધી વિજળી પહોંચાડી રહી છે. જો કે વડાપ્રધાનનાં વિદ્યુતીકરણનાં દાવા સામે વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જ્યારે સરકારનો દાવો છે કે દેશનાં દરેક ઘર સુધી વર્ષાંતે વિજળી પહોંચી જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news