પડદા પર સનીને જોતા જ ઉછળવા લાગ્યા દર્શકો, VIRAL VIDEO

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર બહુ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર ફોટો અને વીડિયો શેયર કરતી રહે છે. હાલમાં તેણે એક વીડિયો શેયર કર્યો છે જે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયો છે. 

પડદા પર સનીને જોતા જ ઉછળવા લાગ્યા દર્શકો, VIRAL VIDEO

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર બહુ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર ફોટો અને વીડિયો શેયર કરતી રહે છે. હાલમાં તેણે એક વીડિયો શેયર કર્યો છે જે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયો છે. હકીકતમાં આ વીડિયો સાઉથના કોઈ થિયેટરનો છે જ્યાં તેની મલયાલમ ફિલ્મ મધુરાજા રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં સનીએ એક ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યો છે.

A post shared by Sunny Leone (@sunnyleone) on

સની દ્વારા શેયર કરવામાં આવેલા આ વીડિયોમાં લોકો ઉછળ ઉછળીને ડાન્સ કરી રહ્યા છે અને પડદા પર સનીનો ધમાકેદાર ડાન્સ કરી રહી છે. ન્યૂઝ એજન્સી આઇએએનએસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સની અત્યારે પોતાની વેબસિરીઝ 'કરનજીત કૌર ધ અનટોલક્ડ સ્ટોરી ઓફ સની લિયોની'ની છેલ્લી સિઝનની તૈયારીમાં લાગેલી છે. સનીએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું છે કે તે પોતાના જીવનના કેટલાક અધ્યાય યાદ કરે છે ત્યારે તેની આંખમાં આંસુ આવી જાય છે. 

સનીએ એક મુલાકાતમાં જણાવ્યું છે કે ''મારી જિંદગીના કેટલાક અધ્યાયને યાદ કરવાનું મારા માટે બિલકુલ સરળ નહોતી અને હું ઇચ્છું છું કે તેને ખરાબ સપનું માનીને જલ્દી ભુલાવી દઉં. મારી માતાનું જ્યારે મૃત્યું થયું ત્યારે મારા પિતા કેન્સર સામે લડી રહ્યા છે અને પછી તેમનું પણ અવસાન થઈ ગયું. મેં લગ્ન કરી લીધા અને હું ભારત આવી ગઈ...મારા જીવનમાં બહુ જલ્દી ઘટનાઓ બનતી ગઈ.''

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news