VIDEO : જ્યારે ટાઇગર શ્રોફે હવામાં લગાવી ગજબની છલાંગ, આંખ પર નહીં રહે ભરોસો

બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પાસે એક્શનની જબરદસ્ત સ્કિલ છે

VIDEO : જ્યારે ટાઇગર શ્રોફે હવામાં લગાવી ગજબની છલાંગ, આંખ પર નહીં રહે ભરોસો

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફે બોલિવૂડમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. એક્ટિંગ સિવાય ટાઇગર પાસે એક્શન દૃશ્યો કરવાની પણ જબરદસ્ત સ્કિલ છે. ટાઇગરના પોતાના કેટલાક ખાસ એક્શન દૃશ્યો મીડિયામાં શેયર કરતો રહે છે. હાલમાં ટાઇગરે ફરી વાર પોતાનો એક્શન વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેયર કર્યો છે જેને જોઈને તમને આંખો પર ભરોસો નહીં થાય. 

ટાઇગરે આ વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે જેમાં તે હવામાં છલાંગ લગાવીને બે વાર 360 ડિગ્રી એન્ગલથી વળાંક મારે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો શેયર કરતી વખતે ટાઇગરે વીડિયો કેપ્શનમાં લખ્યું કે , 'हवाओं के बीच अपने आप को गले लगाने की कोशिश.' 

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on

ટાઇગરના આ વીડિયોને લોકોએ બહુ પસંદ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને 19 કલાકની અંદર 12 લાખ કરતા વધારે લોકો જોઈ ચૂક્યા છે. હાલમાં ટાઇગર શ્રોફ પોતાની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મથી બોલિવૂડ એક્ટર ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે એન્ટ્રી લઈ રહી છે. આ ફિલ્મના ડિરેક્ટર પુનીત મલ્હોત્રા અને પ્રોડ્યુસર કરણ જોહર છે.  આ ફિલ્મ 10 મેના દિવસે રિલીઝ થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news