અનુષ્કા સાથેની પહેલી મુલાકાતમાં નર્વસ હતો વિરાટ, ઇન્ટરવ્યુમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

વિરાટ કોહલીએ એક ઇન્ટરવ્યું દરમિયાન પોતાની લવ લાઇફ અંગે ચોંકવનારા ખુલાસાઓ કર્યા હતા

અનુષ્કા સાથેની પહેલી મુલાકાતમાં નર્વસ હતો વિરાટ, ઇન્ટરવ્યુમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) ની જોડી Virushka (વિરુષ્કા) નામથી પ્રખ્યાત છે. આ કપલ પોતાના અંગત જીવનની તસ્વીરો સોશિલય મીડિયા પર શેર કરીને સમાચારોમાં ચમકતું રહે છે. જો કે હાલ આ જોડી પોતાનાં પ્રેમ અને લગ્નના કેટલાક રસપ્રદ કિસ્સાઓનાં કારણે ચર્ચામાં છે. હાલમાં જ અમેરિકન ટેલિવિઝનનાં સ્પોર્ટ્સ રિપોર્ટર ગ્રાહમ બેનસિંગરને આપેલા પોતાના એક ઇન્ટરવ્યુમાં વિરાટે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કોહલીએ જણાવ્યું કે, જ્યારે તે પહેલીવાર અનુષ્કા શર્માને મળ્યો તો ખુબ જ નર્વસ હતો.

કાર્યકર્તાઓ સામે રોઇ પડ્યો આઝમપુત્ર, જો કે ફરી પાછી ધમકી પણ ઉચ્ચારી
વિરાટે જણાવ્યું કે, અનુષ્કા સાથેની પહેલી મુલાકાત એક શેમ્પુની જાહેરાત દરમિયાન થઇ હતી. આ દરમિયાન તે અભિનેત્રી સામે ખુબ જ નર્વસ થઇ ગયો હતો. વિરાટે કહ્યું કે શેમ્પુની જાહેરાતનું શુટિંગ 3 દિવસ સુધી ચાલ્યું હતું. મારા મેનેજર બંટીએ જણાવ્યું હતું કે, મારે આ જાહેરાત અનુષ્કા શર્મા સાથે કરવાની છે. આ સાંભળીને હું નર્વસ થઇ ગયો હતો. મે મેનેજરને કહ્યું કે, તે પ્રોફેશનલ અભિનેત્રી છે. હું તેની સાથે કઇ રીતે અભિનય કરી શકીશ. મારા મેનેજરે મને સમજાવ્યો કે બધુ સારુ થશે. એડની સ્ક્રિપ્ટ ખુબ જ સારી છે, તેમ છતા પણ હું ખુબ જ નર્વસ હતો.

ઈસરો ડાયરીઃ ભારતીય અંતરીક્ષ એજન્સીના ચંદ્રયાન-2 અને અન્ય સિમાચિન્હો
વિરાટે ઇન્ટરવ્યુમાં કહ્યું કે, જાહેરાતનાં શુટિંગ દરમિયાન અનુષ્કાએ હીલ પહેરેલી હતી અને તે મારા કરતા લાંબી લાગી રહી હતી. મે હાઇટ મુદ્દે એક જોક માર્યો પરંતુ તે સાંભળ્યા બાદ તે વિચિત્ર એક્સપ્રેશન આપ્યું હતું. હું પહેલાથી નર્વસ હતો અને અનુષ્કાનું રિએક્શન જોઇને હું વધારે ટેન્શનમાં આવ્યો હતો.


પાકિસ્તાનને ખાવાના ફાંફા છે પણ વાતો મોટી મોટી કરે છે: વી.કે સિંહનો પ્રહાર
મુળ દિલ્હીનો રહેવાસી વિરાટે જણાવ્યું કે, એડ ફિલ્મનું શુટિંગ 3 દિવસ સુધી ચાલ્યું હતું. આ તરફ બંન્ને વચ્ચે વાતચીત ચાલુ તઇ હતી. પછી ધીરે ધીરે બંન્ને મિત્રો બન્યા. 2013માં આ મિત્રતા પ્રણયમાં પરિણમી અને પછી બંન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ક્રિકેટરે પોતાનાં ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, લગ્નની તમામ તૈયારીઓ અનુષ્કાએ જ સંભાળી હતી. કારણ કે તે ક્રિકેટ સીરીઝમાં વ્યસ્ત હતો.

જાણો શા માટે આખો ચંદ્ર છોડીને ISRO એ દક્ષિણ ધ્રુવ પર પસંદગી ઉતારી
અત્રે ઉલ્લેખનીય છે કે, વિરાટ અને અનુષ્કાનાં લગ્ન ખુબ જ ગુપ્ત રીતે આયોજીત કરવામાં આવ્યા હતા. 11 ડિસેમ્બર, 2017નાં દિવસે બંન્ને નજીકનાં સગા સંબંધીઓની હાજરીમાં ગુપ્ત રીતે લગ્નના બંધનમાં બંધાયા હતા. જો કે ત્યાર બાદ મુંબઇ અને દિલ્હીમાં બંન્નેએ ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જેમાં તમામ મિત્રો અને પરિચિતોને આમંત્રીત કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news