ભોજપુરી ગીતો પર યુવતીએ માર્યા જબરદસ્ત ઠુમકા, વાઈરલ થઈ રહ્યો છે VIDEO

ભોજપુરી ફિલ્મો પણ હવે હિન્દી ફિલ્મોની જેમ યુટ્યૂબ પર પસંદ થવા લાગી છે.

Updated: Aug 10, 2018, 11:28 AM IST
ભોજપુરી ગીતો પર યુવતીએ માર્યા જબરદસ્ત ઠુમકા, વાઈરલ થઈ રહ્યો છે VIDEO
તસવીર-સાભાર વીડિયો ગ્રેબ યુટ્યૂબ

નવી દિલ્હી: ભોજપુરી ફિલ્મો પણ હવે હિન્દી ફિલ્મોની જેમ યુટ્યૂબ પર પસંદ થવા લાગી છે. ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ, રિતેશ પાંડેના અનેક ગીતો યુટ્યૂબ પર આ વર્ષે પ્રખ્યાત થઈ ગયા હતાં. એટલું જ નહીં યુવાઓમાં એટલો ક્રેઝ જોવા મળી રહ્યો છે કે કેટલાકે તો આ ગીતો પર પોતાનો ડાન્સ વીડિયો બનાવીને અપલોડ પણ કર્યો છે. 

આ જ ઘટનાક્રમમાં હાલ એક યુવતીનો ડાન્સ વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. shivani thakur દ્વારા આ મહિનાની 7મી તારીખે અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 165,772વાર જોવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે આ વીડિયોમાં ફક્ત એક જ યુવતી ડાન્સ કરી રહી છે. યુવતીએ ભોજપુરીના અનેક ગીતો પર અલગ અલગ અંદાઝમાં ડાન્સ કર્યો છે. 

આ ગીતો પર યુવતીએ એટલો જબરદસ્ત ડાન્સ કર્યો છે કે લોકોને તેના ડાન્સ સ્ટેપ્સ ખુબ જ પસંદ આવી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે સાશિયલ મીડિયામાં યુવતીઓના ડાન્સ વીડિયો વાઈરલ થતા હોય છે. આ યુવતીની ખાસિયત એ છે કે તે ફક્ત ભોજપુરી ગીતો પર ડાન્સ કરી રહી છે. શિવાની ઠાકુર નામની આ યુટ્યૂબ ચેનલના દરેક વીડિયોને લોકો પસંદ કરી રહ્યાં છે.