વીડિયો વાઈરલ

Fatafat Khabar afternoon news |Zee 24 Kalak |Gujarati News on Zee PT17M9S

ફટાફટ ખબર: બપોર સુધીના મહત્વના સમાચારો જુઓ એક ક્લિક પર

સવારથી લઈને બપોર સુધીના મહત્વના સમાચારો જુઓ એક ક્લિક પર ....

Mar 12, 2020, 04:35 PM IST
jamnagar Rajkot Highway dangerous Bike Race video goes Viral PT3M10S

જામનગર રાજકોટ હાઈવે પર જોખમી બાઈક રેસનો VIDEO વાઈરલ

જામનગર રાજકોટ હાઇવે પર બાઇક રેસનો વીડિયો વાયરલ થયો છે. રાત્રીના સમયે બાઈક રેસર બેફામ કરી રહ્યાં છે રેસ. હાઇવે પર બાઇક રેસ સમયે સર્જાયો અકસ્માત. વાયરલ વીડિયોમાં બાઇક રેસર જામનગરના યુવાનો. જોખમી બાઇક રેસનો વીડિયો સોશિયલ મિડીયા માં વાયરલ.

Mar 12, 2020, 03:25 PM IST
GujaratAssembly will introduce 3 amendment bill PT2M6S

ગુજરાતમાં ગુંડાઓ પણ ફફડી ઉઠે તેવો કડક કાયદો લાવવામાં આવશે

ગુજરાત વિધાનસભાના સત્રમાં 3 કાયદામાં સુધારા કરતા વિધેયકો લાવવામાં આવશે. ગુજરાતમાં ગુંડાઓ ફફડી ઊઠ્યે તેવો કડક કાયદો વિધાનસભામાં લાવવામાં આવશે. ગરીબની જમીન પચાવી ન શકાય તેવો કાયદો પણ ગૃહમાં લાવવામાં આવશે તેવી જાહેરાત ગૃહરાજ્યમંત્રી દ્વારા કરવામાં આવી. પાસાના કાયદામાં પણ જે છટકબારીઓ છે તેને પૂરીને નવો કાયદો લાવવામાં આવશે તેવી જાહેરાત ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં કરી.

Mar 12, 2020, 03:25 PM IST
Vadodara ruckus in MS University PT9M32S

વડોદરા: MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો, જાણો શું છે મામલો

વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો. વિવિધ ફેકલ્ટીના પરિણામ 3 મહિનાથી જાહેર ન કરાતાં વિદ્યાર્થીઓનો વિરોધ. વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતાં સર્જાયું ઘર્ષણ.

Mar 12, 2020, 03:05 PM IST
Government released data on the amount given to Gujarat PT5M42S

કેન્દ્ર સરકારે ગુજરાતને આપેલી રકમના આંકડા જાહેર

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલમાં સરકારે આ જવાબ આપ્યો છે. કેન્દ્ર સરકારે ગુજરાતને આપેલી રકમના આંકડા જાહેર કર્યાં.

Mar 12, 2020, 03:05 PM IST
Rajkot congress protest PT11M21S

રાજકોટ: શેરડીના રસના ચિચોડાવાળા માટે કોંગ્રેસ રસ્તા પર ઉતરી

રાજકોટમાં RMCમાં કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ, રસના ચિચોળાને જાહેર માર્ગો પર ઉભા ના રહેવા દેતા કર્યો વિરોધ. કોર્પોરેશનમાં રામધૂન કરી વિરોધ કર્યો. કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા કરાતી કનડગતનો વિરોધ. કોર્પોરેશનમાં સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ.

Mar 12, 2020, 02:45 PM IST
Ahmedabad important meeting between the BJP rulers and amc Commissioner PT9M46S

અમદાવાદ: ભાજપી શાસકો અને કમિશનર વચ્ચે મળી મહત્વની બેઠક

અમદાવાદઃ AMCમાં જોવા મળ્યો સૂચક ઘટનાક્રમ. ભાજપી શાસકો અને કમિશનર વચ્ચે મળી બેઠક. કમિશનર ઓફિસમાં મળી મહત્વની બેઠક. મેયર સહિત ઢોર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. સામાન્ય રીતે કમિશનરને મેયર ઓફિસમાં બોલાવાય છે.

Mar 12, 2020, 02:20 PM IST
Surat Municipal Corporation will sue farmers PT4M39S

સુરત મનપા ખેડૂતો પર કરશે કેસ, ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં

સુરત મહાનગરપાલિકા ખેડૂતો પર કેસ કરશે. મચ્છરના ઉપદ્રવ અંગે સુરત મનપા કાર્યવાહી કરશે. ખેતર પાસેની ગટરમાંથી મચ્છરનો ઉપદ્રવ થવાની આક્ષેપ. મનપા સામે ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં. ખેડૂત પર કેસ થશે તો ખેડૂતો પણ મનપા સામે કરશે કેસ.

Mar 12, 2020, 02:15 PM IST
Rajkot bjp rajyasabha candidate abhay bharadwaj PT3M14S

રાજકોટ: ભાજપના રાજ્યસભા ચૂંટણીના ઉમેદવાર અભય ભારદ્વાજનું અભિવાદન

ભાજપના રાજ્યસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે રાજકોટના અભય ભારદ્વાજનું નામ જાહેર થતા જ શહેર ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અભય ભારદ્વાજનું આજે અભિવાદન કરવામાં આવ્યું.

Mar 12, 2020, 01:40 PM IST
Farmers get angry hapa market yard jamnagar PT7M33S

જામનગર: હાપા માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો, જાણો શું છે મામલો

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ ટેકાના ભાવે ચણાની ખરીદીમા હેરાનગતિ થતા હોબાળો કર્યો છે. આજના ટોકન આપ્યા હોવા છતાં વારો નથી લેવાતો. 250થી પણ વધુ ખેડૂતો નોંધણી બાબતે હેરાન.

Mar 12, 2020, 01:40 PM IST
Congress MLA Somabhai patel says he got offer to join bjp PT5M47S

કોંગ્રેસના MLA સોમાભાઈ પટેલનો મોટો દાવો, ભાજપમાં જોડાવવાની થઈ હતી ઓફર

કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઈ પટેલે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે તેમને લોકસભા ચૂંટણી અગાઉ ભાજપમાં જોડાવવા માટે ઓફર થઈ હતી. મારી શરત મંજૂર ન રખાતા હું ન જોડાયો. વધુ વિગતો માટે જુઓ VIDEO...

Mar 12, 2020, 01:40 PM IST
gold worth rupees 9 lakh seized at surat airport PT2M26S

સુરત એરપોર્ટ પરથી 9 લાખનું સોનું ઝડપાયું, કેપ્સ્યુલ મારફતે દાણચોરીનો પર્દાફાશ

સુરત એરપોર્ટ પર દાણચોરીનો કેસ સામે આવ્યો. જેમાં રૂપિયા 9 લાખનું સોનું પકડાયું છે. વરાછાનો સંજય નામનો યુવાન શારજહાંથી સુરત આવ્યો હતો. કેપ્સ્યુલ મારફતે દાણચોરી કરવામાં આવતી હતી.

Mar 12, 2020, 12:40 PM IST
Impact of zee 24 kalak patan PT4M4S

પાટણ: ઝી 24 કલાકના અહેવાલની અસર, તંત્ર થયું દોડતું

ગત રોજ માધવ નગર અને પદ્યનાભ નગરમાં પીવાના પાણીની બુમરાડ નો અહેવાલ ઝી 24 કલાક પર પ્રસારિત થતા પાલીકા તંત્ર દોડતું થયું. છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યાને લઇ સ્થાનિકોએ પાલિકામાં કરી હતી અનેક રજુઆત.પીવાનું પાણી ના મળતાં મહિલાઓએ માટલા ફોડી કર્યો હતો વિરોધ.

Mar 12, 2020, 12:35 PM IST
Explanation of kalubhai dabhi mla kapadvanj PT6M14S

કાળુભાઈ ડાભીની સ્પષ્ટતા, 'કોંગ્રેસને સમર્પિત છું અને રહીશ'

કોંગ્રેસના કપડવંજના ધારાસભ્યના ભાજપમાં જોડાવાની અફવા પર સ્પષ્ટતા આપવામાં આવી છે. કપડવંજના ધારાસભ્ય કાળુભાઈ ડાભી ભાજપમાં જોડાશે તેવા અહેવાલો સામે આવ્યા હતાં જો કે અહેવાલો પાયા વિહોણા હોવાનો દાવો ધારાસભ્યએ કર્યો છે. કાળુભાઈ ડાભીએ લેટરપેડ પર પત્ર લખીને કહ્યું છે કે તેઓ કોંગ્રેસને જ સમર્પિત છે અને રહેશે.

Mar 12, 2020, 12:00 PM IST
Surat municipal corporation health team alert to fight against Corona virus PT8M21S

કોરોના સામે લડવા માટે સુરત મનપાની આરોગ્ય ટીમ અલર્ટ

કોરોના વાયરસ સામે લડવા માટે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ અલર્ટ થઈ ગઈ છે. હવે ફાઈવ સ્ટાર હોટેલ પર પણ મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. બહારથી આવતા મુસાફરોનું પણ સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. જો કોઈ મુસાફર શંકાસ્પદ જણાય તો તેને તાત્કાલિક મેડકલ સારવાર આપવામાં આવશે.

Mar 12, 2020, 12:00 PM IST
Congress will announce Rajya Sabha candidates today PT5M16S

કોંગ્રેસ આજે રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત કરશે

કોંગ્રેસ આજે રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત કરશે. ગુજરાતના ઉમેદવારોની પણ જાહેરાત કરાશે. આવતી કાલે ઉમેદવારી પત્ર ભરવાનો છે અંતિમ દિવસ.

Mar 12, 2020, 10:50 AM IST
Jyotiraditya Scindia to arrive in Bhopal today PT3M59S

ભોપાલમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને આવકારવા તૈયારીઓ પૂર્ણ

ભાજપમાં જોડાયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા પહેલીવાર ભોપાલ આવશે. ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનો આજે ભોપાલમાં ભવ્ય રોડ શો. એરપોર્ટથી લઈને ભાજપ કાર્યાલય સુધી રોડ શો. કાર્યાલયે સિંધિયાનું કરાશે ભવ્ય સ્વાગત. આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ. જુઓ ખાસ અહેવાલ.

Mar 12, 2020, 10:50 AM IST
Rajyasabha Election bjp candidates will file nomination tomorrow PT3M51S

રાજ્યસભા ચૂંટણી: ભાજપના બંને ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે

ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટે ભાજપે ગઈ કાલે ઉમેદવારોની જાહેરાત કરી. આ ઉમેદવારો આવતીકાલે વિજય મૂહુર્તમાં ફોર્મ ભરશે. રાજ્યસભાના ઉમેદવાર તરીકે રમીલાબેન બારા અને અભય ભારદ્વાજ ફોર્મ ભરશે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં ફોર્મ ભરશે.

Mar 12, 2020, 10:50 AM IST
Coronavirus effect on share market sensex down PT7M24S

કોરોના વાઈરસની અસર: શેરબજારમાં જોરદાર કડાકો

કોરોનાના પ્રકોપ અને યસ બેંક સંકટની અસર બજારમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. ગુરૂવારે ચોથા દિવસે ભારતીય શેર બજારની શરૂઆત ફરી એકવાર ઘટાડા સાથે થઇ હતી.

Mar 12, 2020, 10:15 AM IST
Fatafat Khabar morning news |Zee 24 Kalak |Gujarati News on Zee PT19M20S

ફટાફટ ખબર: આજી અને ન્યારીમાં 20થી 50 દિવસ ચાલે તેટલું જ પાણી

મહત્વના સમાચારો જુઓ ફટાફટ એક જ ક્લિક પર...

Mar 12, 2020, 10:00 AM IST